આ વ્યક્તિ કાનમાં થતાં વિચિત્ર સળવળાટથી કંટાળી ગયો હતો જોરદાર, છેવટે ડોક્ટરની તપાસમાં જાણવા મળી આવી ચોંકાવનારી વાત

આપણા શરીરના કેટલાક ભાગો ખૂબ જ સેન્સિટિવ હોય છે. જો તેમાં જરા પણ તકલીફ થાય તો આપણે દીવસરાત તેનાથી અકળાયેલા રહીએ છીએ અને કામ કરવામાં મન પણ નથી લાગતું હોતું. આવા જ એક અંગમાનું એક અંગ છે કાન. તમને જીવનમાં એકવાર તો કાનમાં પાણી ભરાઈ જવાની સમસ્યા નડી જ હશે અથવા તો જીવનમાં એકવાર કાનમાં કીડી ઘૂસી ગયાનો અનુભવ થયો જ હશે. આ અનુભવ અકળાવી નાખનારો હોય છે. પણ આવી સમસ્યાની ખાસીયત એ હોય છે કે તે બે-ત્રણ કલાકથી વધારે નથી ટકતી અને છેવટે આપણા કાનને આરામ મળે છે અને આપણે શાંતિથી સૂઈ પણ શકીએ છીએ.

image source

પણ તાજેતરમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે કે એક વ્યક્તિને સતત કેટલાક દિવસથી કાનમાં કંઈક સળવળાટની કે કંઈક અવાજ આવવાની સમસ્યા રહેતી હતી. આ વ્યક્તિ ચીનનો રહેવાસી છે. તે છેલ્લા ઘણા સમયથી પોતાની આ વિચિત્ર સમસ્યાના કારણે સુઈ નહોતો શકતો. કારણ કે જ્યારે જ્યારે તે સુવા જતો ત્યારે ત્યારે તેના અવાજમાંથી એક વિચિત્ર અવાજ આવતો રહેતો હતો.

image source

છેવટે તેનાથી ન રહેવાયું અને તેણે પોતાના કુટુંબીજનો સાથે આ વાત શેર કરી અને તેમને પુછ્યું કે શું તે લોકોને આવો કોઈ અવાજ આવે છે ? ત્યારે તેમને તેવો કોઈ જ અવાજ નહોતો આવતો. છેવટે ઘરના લોકોને તેમાં કોઈ ભૂતપ્રેતની આશંકા જણાઈ. અને વાતને ઢીલી મુકવામા આવી. જો કે તે વ્યક્તિની સમસ્યા હજુ પણ ચાલુ જ હતી. પણ હવે સમસ્યા એક સ્ટેપ આગળ વધી ગઈ હતી. હવે તેને માત્ર કાનમાં અવાજ જ નહોતો આવતો પણ તેને હવે કાનમાં દુઃખાવો પણ શરૂ થઈ ગયો હતો. હવે તેને ડોક્ટર પાસે જવા સિવાય છૂટકો નહોતો.

image source

છેવટે તે પોતાની આ સમસ્યા લઈને ડોક્ટર પાસે ગયો. કાનના ડોક્ટરે તેના કાનમાં એક કેમેરા નાખ્યો અને જ્યારે ડોક્ટર્સને તેના કાનની અંદરનું દ્રશ્ય જોયું ત્યારે તેઓ પરેશાન થઈ ગયા. તેના કાનમાં એક વંદો ઘૂસી ગયો હતો અને તે હજુ સુધી જીવીત હતો.

image source

ચીનના ગ્વાંગડોંગ પ્રાંતની આ ઘટના ત્યાંની સિઆંગજ્હો પીપલ્સ હોસ્પિટલમાં નોંધાઈ હતી . પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સમસ્યા માત્ર એક જ વ્યક્તિની નહોતી પણ આવી જ સમસ્યા લઈને બીજી વ્યક્તિઓ પણ હોસ્પિટલમાં દોડી આવી હતી અને આ જ વાતનું ડોક્ટર્સને આશ્ચર્ય હતું. આ ત્રણ દર્દીઓની એકસમાન સમસ્યા એ હતી કે તેમને કાનમાં વિચિત્ર અવાજ આવતો હતો, ત્યાર બાદ ખજવાળ આવતી અને છેવટે દુઃખાવો થવા લાગ્યો હતો.

image source

અહીંના ઈએનટી સ્પેશિયાલિસ્ટે જણાવ્યું કે દર્દી કાનમાં ખજવાળ આવવાની અને વિચિત્ર અવાજો આવવાની સમસ્યા સાથે હોસ્પિટલ આવ્યો હતો. જ્યારે તેના કાનમાં કેમેરા નાખીને જોવામાં આવ્યું તો કાનમાં એક જીવંત વંદો જોવા મળ્યો હતો. અને આ વંદો તે વ્યક્તિના ઇયર ડ્રમની તદ્દન નજીક પહોંચી ગયો હતો. અને સમસ્યા એટલી બધી વધી ગઈ હતી કે વ્યક્તિને કાનમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. છેવટે તાત્કાલીક તેની સાવાર કરવામા આવી, તેને બેભાન કરવામા આવ્યો અને તેના કાનમાંથી વંદો બહાર કાઢવામાં આવ્યો અને છેક ત્યારે બીજા દર્દીને કેટલાએ દિવસોથી થઈ રહેલી પીડા, અવાજ તેમજ સળવળાટ અને ખજવાળથી રાહત મળી.

image source

અને તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ જ પ્રકારની સમસ્યા સાથે બીજા બે દર્દીઓ પણ હોસ્પિટલમાં આવ્યા હતા. અને બા બન્ને વ્યક્તિઓના કાનમાં પણ વંદા ઘૂસી ગયા હતા. અને તેમના પર પણ અગાઉ જે વ્યક્તિ પર પ્રક્રિયા કરવામા આવી તેજ પુનરાવર્તિત કરવામાં આવી અને તેમના કાનમાંથી વંદા બહાર કાઢીને તેમને રાહત આપવામા આવી. ડોક્ટર વંદાના વિચિત્ર વર્તન વિષે જણાવે છે કે કાન એક હુંફાળી જગ્યા છે અને સાથે સાથે કોમળ જગ્યા પણ છે માટે અહીં કીડા આરામથી રહી શકે છે. જ્યારે તમે ભેજવાળા વાતાવરણણાં જમીન પર સુવો છો ત્યારે જમીન પર ફરતા કીડા તમારા કાનમાં ઘૂસી જતા હોય છે. માટે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઘટના ભલે ચીનની છે તેમ છતાં આપણે પોતે પણ સાવચેત રહેવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.