પેટની ચરબીને ઝટપટ ઓગળવા ફોલો કરો આ આર્યુવેદિક રીત, મળશે રિઝલ્ટ

પેટની ચરબી ઘટાડવા માટે આયુર્વેદિક ઉપચારો: વજન ઘટાડવા અને પેટમાં સંગ્રહિત ચરબી ઓછી કરવા માટે તમે આયુર્વેદની મદદ પણ લઈ શકો છો. પેટની ચરબી ઘટાડવાની ટિપ્સ તરીકે અહીં એવી 6 ઔષધિઓના નામ જણાવવામાં આવ્યા છે, જે પેટમાં જામતી જઈ રહેલ ચરબી ઘટાડવામાં ચમત્કારિક રૂપે મદદરૂપ સાબિત થશે. આયુર્વેદ પેટીની ચરબી ઘટાડવા માટે અત્યંત સહાયક થઇ શકે છે.

image source

બેલી ફેટ ડાયેટ પ્લાન: જો તમે પેટ પર જમા થયેલી ચરબી (Bally Fat) થી પરેશાન છો, તો જરૂરથી તમારે પેટ પરની ચરબી ઘટાડવાની રીતો શોધવી જોઇએ. બની શકે છે કે તમારા પેટ પર બિનજરૂરી જમા થઇ ગયેલ ચરબી તમને ગમશે નહી. કારણ કે બિનજરૂરી પણે જમા થયેલી પેટ પરની ચરબી તમારા દેખાવ અને વ્યક્તિત્વને નકારાત્મક અસર કરે છે, જો કે એક સમયે તમે દેખાવ સાથે બાંધછોડ કરી લેશો. પણ, શું તમે જાણો છો કે આ ચરબી અનેક પ્રકારના શારીરિક રોગોને પણ આમંત્રણ આપી શકે છે. પેટની ચરબી ઓછી કરવા માટે આયુર્વેદ વધારે ઉપયોગી સાબિત થઇ શકે છે. એવી ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે જે તમને વધતા પેટથી (મેદસ્વિતાથી) છુટકારો અપાવી શકે છે. વધતી જતી તોંદ શરીર તેમ જ દેખાવને પણ અસર કરે છે. આમ આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વધતી જતી તોંદ ઓછી કરવા માટે જો તમે પણ ઘરેલું ઉપચાર શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે સહાયક સાબિત થશે. આ માટે, સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારા રોજીંદા આહારમાં ફેરફાર કરવા. એવો ખોરાક લેવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. બહારનું ખાવાનું ટાળો અથવા ઓછું કરી નાખો. આ સાથે જ તમે વજન ઓછુ કરવા માટે તેમ જ પેટ પર જમા થયેલી ચરબીને ઓછી કરવા માટે આયુર્વેદનો આશરો પણ લઇ શકો છો. અહિયાં અમે આપને એવી ૬ ઔષધિઓ વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે પેટ પર જમા થયેલ ચરબીને ઓછી કરવામાં સહાયક સિદ્ધ થશે.

પેટ પર બિનજરૂરી રૂપે જમા થયેલી ચરબીને આ ૬ આયુર્વેદિક અને ઘરેલું ઔષધિઓ દ્વારા ઘટાડવામાં મદદ મળશે.

image source

1. પેટ પર થીજેલી ચરબી ઘટાડવામાં તજ સહાયક સિદ્ધ થશે.

તમને કદાચ આ જાણીને આશ્ચર્ય જરૂર થયું હશે , પણ આ સાચું છે કે તજ એ પેટ પર જમા થયેલ ચરબીને ઓછી કરવા માટે તમારા ઉપયોગમાં આવી શકે છે. તજમાં અનેક ઔષધીય ગુણો હોય છે. આયુર્વેદમાં તજનું અનેરું મહત્વ છે, કારણ કે તજ એ પાચન શક્તિ વધારવામાં, તેમ જ વજન ઘટાડવામાં સહાયક સિદ્ધ થાય છે. તમે આયુર્વેદના આ તત્વને પોતાની ચામાં ઉમેરી શકો છો. પેટ પર જમા થયેલી ચરબી ઘટાડવા માટે તમે સવારની પહેલી ચામાં તજનો ઉપયોગ કરી શકો છો.

Triphala For Weight Loss - The Ayurveda Experience Blog
image source

2. તમારા પેટ પર જામેલી ચરબી અને વજન ઘટાડવા માટે ત્રિફળાનું સેવન કરો.

ત્રિફલામાં હરિતાકી, બિભીતાકી અને અમલાકી જેવા સૂકા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ત્રિફલા બનાવવા માટે આ ત્રણેયને એક સાથે મિલાવવામાં આવે છે. આ જડી-બુટીઓ શરીરમાંથી વીષાણું યુક્ત પદાર્થોને દુર કરવામાં મદદ કરી શકે છે. ત્રિફલા પાચનને મજબુત બનાવવામાં મદદરૂપ થાય છે અને પાચનશક્તિમાં વધારો પણ કરે છે. આ પેટ પર જામેલી ચરબીથી છુટકારો મેળવવા માટે મદદરૂપ થાય છે.

image source

3. મેદસ્વીતા ઘટાડવા અને પેટ પર જામેલી ચરબી ઓછી કરવા માટે મલબાર આમલી ખાઓ

મલબાર આમલી ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ ફળ છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ફળમાં એવા ગુણધર્મો હોય છે, જે તમારા શરીરની ચરબી બનાવવાની ક્ષમતાને અવરોધિત કરે છે. આ પાચનક્ષમતાને વધારવામાં પ્રોત્સાહન આપીને ભૂખને ઓછી કરી શકે છે. મલબાર આમલી પેટ પર જામેલી ચરબીને જ નહી તણાવને પણ ઓછો કરવામાં, રક્ત શર્કરા એટલે કે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે.

image source

4. પેટ પર જામેલી ચરબી ઘટાડવા માટે ઉપયોગી છે ગુગ્ગ્લ

ગુગ્ગુલુ એક પ્રાચીન ઔષધિ છે, જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં અસંતૃપ્ત સ્ટેરોઇડ ગુગ્યુલોસ્ટેરોન હોય છે – જે પાચનતંત્રની ક્રિયાને વેગ આપી શકે છે. આ વજન ઓછું કરવામાં સહાયક થાય છે અને પેટ પર જામેલી ચરબી ઓછી કરવામાં પણ સહાયક થાય છે. તમે તમારી ચામાં ગુગ્ગુલુ ઉમેરી શકો છો અને અસરકારક પરિણામો માટે તેને સવારે પણ ઉપયોગમાં લઈ શકો છો.

Protein weight loss diet plan: Low calorie foods can burn belly ...
image source

5. પુનર્નવાનો ઉપયોગ વજન ઘટાડવા અને પેટની ચરબી ઘટાડવા માટે કરવામાં આવે છે.

પુનર્નવા વજન ઘટાડવામાં અને પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં મૂત્રવર્ધક ગુણધર્મો પણ હોય છે, જે મૂત્રાશય અને કિડનીને સ્વસ્થ રાખી શકે છે. પુનર્નવા પાણી જમા થવાની સમસ્યાથી પણ રાહત આપી શકે છે.

image source

6. પેટ પર જામેલી બિનજરૂરી ચરબી ઓછી કરવા માટે મેથીના દાણા ખાઓ

મેથીના દાણા તેના પાચકક્રિયાને વધારવા અને વજન ઘટાડવાના ગુણધર્મો માટે જાણીતા છે. મેથીમાં ગેલેક્ટોમેનાન હોય છે જે પાણીમાં ભળી જનારું તત્વ છે. આ તત્વ ભૂખને ઓછી કરે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ કરાવે છે. તે શરીરના પાચનક્રિયાના પ્રમાણને પણ વધારે છે, જેના દ્વારા પેટ પર જામેલી ચરબીને દુર કરવાનું વધુ સરળ બની જાય છે.

( નોધ : અહીં આપેલી સામગ્રી અથવા સલાહ માત્ર સામાન્ય માહિતી આપે છે. કોઈપણ રીતે એ સર્વોત્તમ તબીબી ઉપચારનો વિકલ્પ નથી. આ અંગે વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. અમારી સાઈટ આ માહિતી માટેની જવાબદારી બાબતે કોઈ દાવો કરતી નથી.)

Source : NDTV Hindi

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.