IPL 2020 CSK vs RCB: વિરાટ કોહલીની જડબાતોડ બેટિંગ જોઇને અનુષ્કાએ આપી દીધી મસ્ત ફ્લાઇંગ કિસ, શું તમે જોયો આ વિડીયો?

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવેલ આઇપીએલની ૨૫મી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ ત્રણવારની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સને ૩૭ રનથી હરાવી દીધી. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ નોટઆઉટ ૯૦ રનની જોરદાર પારી રમી.

તેમણે પોતાની આ પારી દરમિયાન ચાર ચોક્કા અને ચાર છકકા માર્યા. આ મેચની ખાસ વાત આ હતી કે, આ મેચને જોવા માટે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સ્ટેડિયમમાં હાજર હતી. કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર પર્ફોમન્સ જોઈને અભિનેત્રી અનુષ્કા શર્મા તેમને ફ્લાઈંગ કિસ આપે છે. કેપ્ટન વિરાટ કોહલીને ફ્લાઈંગ કિસ આપતા અભિનેત્રી અનુષ્કા શર્માના ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

અભિનેત્રી અનુષ્કા શર્મા જયારે ફ્લાઈંગ કિસ આપી રહી હતી, ત્યારે કેપ્ટન વિરાટ કોહલી પણ તેમની તરફ સ્માઈલ કરતા જોવા મળ્યા છે. ત્યાં જ ફેંસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના આ ક્ષણને શેર કરતા અનુષ્કા શર્માને જીતનો શ્રેય આપી રહ્યા છે.

ખરેખરમાં, જયારે પણ વિરાટ કોહલી કે પછી તેમની ટીમનું ખરાબ પ્રદર્શન રહે છે તો અનુષ્કા શર્માને એના માટે ટ્રોલ કરવામાં આવે છે એટલા માટે આ વખતે ફેંસએ આરસીબીની જીત પર અને વિરાટ કોહલીના શાનદાર પર્ફોમન્સ માટે અનુષ્કા શર્માને ક્રેડિટ આપી રહ્યા છે. હવે વાત કરીએ તો મેચની તો વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ ચાર વિકેટ પર ૧૬૯ રન બનાવ્યા છે.

image source

આના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમએ ૨૦ ઓવરમાં આઠ વિકેટ પર ૧૩૨ રન જ બનાવી શકે છે. આ બંને ટીમને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને બંને ટીમ પોતાની જીતને નોંધવા માટે આતુર હતી. તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ બાજી મારી લીધી, તેમની છ મેચોમાં આ ચોથી જીત છે.

image source

ત્યાં જ ચેન્નઈ સુપર કિંગ્સ માટે અંબાતી રાયડુ (૪૨ રન, ૪૦ બોલમાં ચાર ચોક્કા) અને કેદાર જાધવને બદલે પ્લેઈંગ ઈલેવનમાં ઉતારવામાં આવેલ એન જગદીશન (33 રન, ૨૮ બોલ)એ ત્રીજા વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી નિભાવી. પરંતુ આ બંને સિવાય કોઈ અન્ય બલ્લેબાજ મેચની પીચ પર બોલરની સામે ટકીને રમી શકયા નહી અને સાત મેચોમાં તેમને પાંચમી હારને સહન કરવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span