વાંચો આ મહિલા આઇપીએસ અધિકારીની સંઘર્ષ અને સફળતાની કહાની, જેમના નામથી ગુનેગારો પણ ડરે છે

મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાને રાખતા સરકારે એક સાથે 19 જીલ્લાના એસપીની બદલી કરતા 39 આઈપીએસ અધિકારીઓનું ટ્રાન્સફર થયું છે. જ્યારે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આઈપીએસ સિમાલા પ્રસાદને બૈતૂલના એસપી બનાવાયા છે. તમને જણાવી દઈએ કે સિમાલા બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન તેમની એક કવિતા પણ ઘણી વાઈરલ થઈ હતી. આજે અમે તમને આઇપીએસ સીમાલા પ્રસાદ વિશે વધુ વિગત જણાવવા જઈ રહ્યા છે.

image source

2010ની આઈપીએસ અધિકારી સિમાલા પ્રસાદને સુંદર અને દબંગ મહિલા અધિકારીઓમાંથી એક ગણવામાં આવે છે. તેમનું નામ સાંભળી ઘણા ગુનેગારો ધ્રૂજતા હોય છે. તેઓ આઈએએસ અધિકારી અને સાસંદ ડૉ. ભાગીરથ પ્રસાદ તથા સાહિત્યાકાર મેહરુન્નિસા પરવેઝની દીકરી છે.

image source

તમને જણાવી દઈએ કે સિમાલાએ આઈપીએસ બનવા માટે કોઈ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનો સહારો નહોતો લીધો અને જાતે જ અભ્યાસ કરી એમપીપીએસસી ક્લિયર કર્યું હતું. તેમની પ્રથમ પોસ્ટિંગ ડીએસપી તરીકે થઈ હતી. પછી તેમણે રાત-દિવસ નોકરી કરતા પોતાની શિક્ષાને આગળ વધારતા સિવિલ સર્વિસેઝની તૈયારીઓ શરૂ કરી અને વર્ષ 2011માં તેમનું સિલેક્શન આઈપીએસમાં થયું.

સિમાલાએ સ્કૂલનું શિક્ષણ ભોપાલના સેન્ટ જોસફ કોએડ સ્કૂલ ઈદગાહ હિલ્સમાં લીધું હતું. એ પછી સ્ટુડન્ટ ફોર એક્સીલન્સથી બીકોમ તથા બીયુથી પીઝી કર્યું. તેમણે બરકતુલ્લા યુનિ.થી સોશિયોલોજીમાં પીજી દરમિયાન ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહ્યા છે.

image source

એક ઈન્ટરવ્યૂ દરમિયાન સિમાલા પ્રસાદએ કહ્યું હતું કે, તે શાળામાં હતી ત્યારે ડાન્સ અને એક્ટિંગમાં ભાગ લેતી હતી. તેમણે તે વખતે ક્યારેય સિવિલ સર્વિસીઝમાં જવાનું વિચાર્યું નહોતું. ઈન્દોરમાં સીએસપી વિજય નગર અને એએસપી ઈસ્ટના પદ પર રહી ચૂકેલી સિમાલા બોલિવૂડ ફિલ્મ અલિફમાં લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેમણે એવા બાળકની બહેનનો રોલ કર્યો હતો જે મદરસામાં ભણતો હતો અને ડૉક્ટર બનવા માગતો હતો. આ રીતે સિમાલાએ પોતાની એક્ટિંગની કલા પર પણ હાથ અજમાવી જોયો છે.

image source

ડિરેક્ટર જૈગમ ઈમામ પોતાની ફિલ્મ અલીફ માટે કાસ્ટિંગ કરતા હતા તે સમયે જ દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમની મુલાકાત સિમાલા સાથે થઈ હતી.સિમાલાની સાદગી અને સુંદરતા જોઈ જૈગમે તેમની પાસે મુલાકાત માટે થોડો સમય માંગ્યો હતો. ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવ્યા બાદ જ તેમણે સિમાલાને આ રોલ ઓફર કર્યો હતો.

image source

સિમાલાએ આ વિશે આગળ જણાવ્યું હતું કે, તેમણે સ્કૂલ અને કોલેજ દરમિયાન ઘણા નાટકોમાં પમ કામ કર્યું હતું, તેઓ થિએટર સાથે પણ જોડાયેલા હતા. તેમને ફક્ત એક્ટિંગનો શોખ હતો એટલું જ નહીં પણ એમને વાસ્તવમાં એક સારી એક્ટ્રેસ છે તેમ પણ દર્શાવ્યું. એક્ટિંગ વિશે તેમની અંદર પહેલાથી જ સારી એવી સમજ હતી. તેમણે લોકોમાં જાગૃકતા લાવવા માટે ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો.

image source

આ ફિલ્મ નવેમ્બર 2016માં ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ક્વિન્સલેન્ડમાં વર્લ્ડ પ્રીમિયર તરીકે દર્શાવાઈ અને ફેબ્રુઆરી 2017માં રીલિઝ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.