જોઇ લો તસવીરોમાં ખાસ, જેમાં ઇરફાન ખાનની આ ઓનસ્ક્રીન દીકરી કેટલી છે રૂપાળી

રફાન ખાનની ઓનસ્ક્રીન દીકરીના બધા જ લુક છે ખૂબ જ સુંદર, ફોટા જોશો તો તમે પણ થઈ જશો ઘાયલ.

બૉલીવુડ અભિનેતા ઈરફાન ખાન જેમનું થોડા દિવસ પહેલા જ નિધન થયું છે તેમની છેલ્લી ફિલ્મ હતી “અંગ્રેજી મીડીયમ”. આ ફિલ્મમાં ઈરફાન ખાનની દીકરીનો રોલ રાધિકા મદને ભજવ્યો હતો. રાધિકા મદને નાના પડદાથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને હવે મોટા પડદા પર પણ પોતાની એક્ટિંગના જોરે છવાઈ ગઈ છે.. તમને જણાવી દઈએ કે રાધિકા મદન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

IMAGE SOURCE

તે અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફોટોશૂટના ફોટો શેર કરતી રહે છે. અને આ ફોટામાં રાધિકાનો બ્યુટીફૂલ અને ગ્લેમરસ લુક જોવા મળે છે. તો ચાલો જોઈએ રાધિકા મદનના આવા જ સુંદર અને ગ્લેમરસ ફોટા.

IMAGE SOURCE

સ્ટાઇલ અને ગ્લેમરની બાબતે રાધિકા મદન કોઈપણ મોટી હિરોઇનને ટક્કર આપી શકે છે. સિલ્વર ગ્રે કલરના ગાઉનમાં સજ્જ રાધિકા મદન ફોટોશૂટ માટે તૈયાર છે. આ ફોટામાં રાધિકાનો લુક ઘણો જ ઇમ્પ્રેસિવ લાગી રહ્યો છે.

IMAGE SOURCE

પાછલા દિવસોમાં કોરોના વાયરસના કારણે ચાલેલા લોકડાઉન ખુલ્યા પછી અને ફ્લાઇટ શરૂ થઈ પછી રાધિકા મદન પોતાના ઘરે દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી અને હવે એ ત્યાંથી જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટો શેર કરતી રહે છે. રાધિકા મદન સાદા લુકમાં પણ ખૂબ જ સુંદર નજરે પડી રહી છે.

IMAGE SOURCE

આ ફોટામાં રાધિકાએ બ્લેક કલરનું સ્ટ્રેપી ગાઉન પહેર્યું છે, જેમાં રાધિકાનો લૂક ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહ્યો છે. આ ફોટામાં રાધિકા લેકમે ફેશન વિક માટે તૈયાર થઈને કરીના કપૂર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

IMAGE SOURCE

તમને જણાવી દઈએ કે રાધિકા મદને પોતાના કરિયરની શરૂઆત નાના પડદાના શો ” મેરી આશકી તુમસે હી”થી કરી હતી. જેમાં એમની સાથે શક્તિ અરોરા મુખ્ય કલાકારમાં હતા. અને એ શો માટે રાધિકાને ઝી ગોલ્ડ એવોર્ડમાં બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. રાધિકાએ ઝલક દિખલા જા સિઝન-8માં પણ ભાગ લીધો હતો. રાધિકાએ ફિલ્મ “પટાખા”થી બોલીવુડમાં પગ મૂક્યો હતો. એ પછી એમને મર્દ કો દર્દ નહિ હોતા” અને “અંગ્રેજી મીડીયમ” જેવી ફિલ્મો કરી છે.

IMAGE SOURCE

વેસ્ટર્ન જ નહીં રાધિકા ટ્રેડિશનલ લુકમાં પણ એટલી જ સુંદર લાગે છે. ગ્રે કલરની પ્રિન્ટેડ સાડી સતુંએ સિલ્વર બ્રાલેટ બ્લાઉઝ અને નેકપિસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જો વાત કરીએ મેકઅપની તો રાધિકા મદન મોટાભાગે મિનિમમ મેકઅપ પર જ વિશ્વાસ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.