ઇરફાન ખાનને લઇને દિકરાએ કહી આ મોટી વાત, જાણો કઇ વસ્તુથી હારી ગયા હતા આખરે

બોલીવુડના દિગ્ગ્ઝ અભિનેતા ઈરફાન ખાન ૨૯ એપ્રિલના દિવસે સંસારને અલવિદા કહી ચુક્યા છે. જો કે ઈરફાન ખાનનું નિધન એ બોલીવુડ માટે મોટું નુકશાન ગણવામાં આવ્યું હતું. ઈરફાન ખાનના નિધન પછી એમના દીકરા બાબીલ ખાન હવે અવારનવાર પિતાને લગતી વાતો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. હવે જયારે સુશાંત સિંહના નિધન પછી બોલીવુડમાં નેપોટીઝમ વિશે ફરી એકવાર ચર્ચાઓ શરુ થઇ છે, ત્યારે બાબીલે એક વધારે મજબુત નોટ શેર કરી છે. આ નોટના આધારે બાબીલે જણાવ્યું હતું કે એમના પિતા એવી કઈ વસ્તુથી હારી ગયા હતા.

બાબીલે ઇમરાન ખાનની બે તસ્વીર શેર કરી

image source

બાબીલે પોતાના અંગત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા હાલમાં જ પિતા ઇમરાન ખાનની બે તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરોમાંથી એક તસ્વીરમાં નાનકડા બાબીલ પિતા ઇમરાન સાથે જોવા મળી રહ્યા છે, તો બીજી તસ્વીરમાં ઈરફાન ખાન સુતેલા જોવા મળે છે. આ તસ્વીર સાથેના કેપ્શનમાં બાબીલે લખ્યું હતું કે, “શું તમેને ખબર છે કે મારા પિતાએ મને સિનેમાના વિદ્યાર્થી બનવા થવાના સબંધે સૌથી જરૂરી વસ્તુ શું શીખવાડી હતી?”

ભારતીય સિનેમા વિશે મારે કઈક કહેવું જોઈએ

image source

સિનેમાના છત્ર થવાના વિષયે વધુમાં બાબીલ ખાને લખ્યું છે કે, ‘મારા ફિલ્મ સ્કુલમાં જવા પહેલા, એમણે મને એક ચેતવણી આપી હતી કે મારે પોતાને જ સાબિત કરવો પડશે, કારણ કે બોલીવુડની આ દુનિયામાં ક્યારેક ક્યારેક જ સન્માન મળે છે. તો એવામાં ભારતીય સિનેમા વિશે મારે કઈક કહેવું જોઈએ, જે બોલીવુડના કંટ્રોલમાં પણ નથી અથવા એમનાથી પરે છે. દુર્ભાગ્યવશ મારા સ્કુલ રૂમમાં પણ આવું જ થયું હતું. બોલીવુડ માટે કોઈ સન્માન નથી. તેમજ ૬૦-૯૦ના દશકની ભારતીય સિનેમાને લઈને કોઈ પ્રકારની જાગૃતતા નથી.

ભારતીય સિનેમાને લઇને માત્ર એક જ તાસ

image source

આ અંગે વધુમાં બાબીલ લખે છે કે, “ભારતીય સિનેમા વિશે વિશ્વ સિનેમાના સેગમેન્ટ પર માત્ર એક જ તાશ એ આધારે લેવામાં આવ્યો હતો. આ તાસનું નામ હતું બોલીવુડ એન્ડ બેયોંડ, જે ક્લાસમાં માત્ર મજાક બનીને રહી ગયો હતો. આ અભ્યાસમાં તો ‘સત્યજીત રે’ અને ‘કે આસિફ’ વિશે ભારતીય સિનેમાને લઈને વાત કરવી પણ ઘણી મુશ્કેલ બની રહી હતી. તમને ખબર છે એવું શા માટે છે? કારણ કે આપણે એક ભારતીય દર્શક તરીકે પોતાને વિકસિત કરવાથી જ મો ફેરવી લીધું છે”

આપણને બસ મનોરંજન જોઈએ છે

image source

આ સિવાય બાબીલે પિતાના સંઘર્ષ વિશે પણ લખ્યું હતું. એમણે લખ્યું હતું કે મારા પિતાએ પણ બોલીવુડની મુશ્કેલ સ્થિતિઓમાં અભિનયની કળા સમજાવવામાં આખું જીવન લગાડી દીધું હતું. પણ તેઓ એમની તમામ સફર દરમિયાન સિક્સ પેક એબ્સ સામે હારી ગયા.

image source

હાસ્યાસ્પદ એક લાઈનો બોલવા વાળાથી, ફીજીક્સના નિયમોને ચુનોતી આપનારાઓથી, ફોટોશોપ કરેલા અઈટમ સોંગથી તેમજ સેક્સીજ્મ અને પિતૃ સત્તાક પ્રવૃતિઓ સામે હારી ગયા હતા. કારણ કે આપણે એક દર્શક તરીકે આ જ બધું ઈચ્છીએ છીએ અને પસંદ પણ કરીએ છીએ. આપણને બસ મનોરંજન જોઈએ છે, અને આપણી વિચારધારામાં કોઈ જ બદલાવ આવવાનો નથી.

આપણે સૌએ એક સાથે ઉભા રહેવું પડશે

image source

કલ્કી વિશે વાત કરતા બાબીલે વધુમાં જણાવ્યું હતું કે, “હવે બદલાવની શરૂઆત થઈ રહી છે. યુવાઓ હવે નવા માર્ગોની તલાશ પણ કરી રહ્યા છે. આ માટે આપણે સૌએ એક સાથે ઉભા રહેવું પડશે. જેથી આ બદલાવને ફરીથી દબાવી ન શકાય અને વિકાસ માટેની કોશિશ કરતા રહેવું જોઈએ. એ કેટલું વિચિત્ર લાગ્યું હતું જયારે કલ્કીને વાળ નાના કરવા બાબતે એક બાળકની જેમ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ ઘટના પૂરી રીતે કોઈકની ક્ષમતાઓ દબાવી દેવાના પ્રયત્ન સમાન છે.”

જો સકારાત્મક બદલાવ આવે છે, તો એ સારું જ છે

image source

આપને જણાવી દઈએ કે બાબીલ પિતાના અવસાન પછી અવારનવાર પિતાને લગતી વાતોને લોકો સાથે શેર કરતા રહે છે. એમણે સુશાંતના નિધન સમયે પણ પોસ્ટ કરી હતી અને નેપોટીઝમ વિશે પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. જો કે અંતમાં એમણે એમ પણ કહ્યું હતું કે સુશાંત સિંહની મોતને હવે લોકોએ રાજનૈતિક મુદ્દો બનાવી લીધો છે. પણ, એનાથી સકારાત્મક સુધાર આવે છે તો એ પણ સારું જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.