એવું તો શું છે આ મંદિરમાં કે દેશ વિદેશના દરેક વ્યક્તિઓ જાય છે આની મુલાકાત લેવા માટે…

આમ તો દુનિયાભરમાં અનેક મંદિર છે. તેમની ચર્ચા પણ બહુ છે. પરંતુ આજે અમે તમને જે મંદિરની વાત કરીએ છીએ તે અનોખું છે. આપણા દેશની બહાર એક મંદિર એવું પણ છે, જેને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ ચુંબકની જેમ ખેંચાઈને આવે છે. આ મંદિર એક ઈસ્લામિક દેશમાં આવેલું છે, અને સમુદ્રની અંદર આવેલું છે.

image source

ઈન્ડોનિશેયાની એક મોટા સમુદ્રી પત્થર પર બનેલા આ મંદિરનું નામ તનાહ લોટ મંદિર છે અને આ મંદિર ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં જ છે.
સમુદ્રમાં આવેલા 7 મંદિરોમાંથી આ એક છે. સાતેય મંદિર એક બાદ એક બનેલા છે. બાલીના દક્ષિણ-પશ્ચિમ તટ પર એક શ્રૃંખલા જેવા લાગે છે.

આ મંદિર બાલીનું સૌથી પહેલુ ફોટોજેનિક પ્લેસ છે અને દર વર્ષે અહી લાખો પ્રવાસીઓ આવે છે. બાલીની પૌરાણિક વાર્તાઓમાં આ મંદિરનું વર્ણન કરાયું છે.

image source

ઈન્ડોનેશિયાના બાલી ટાપુના સમુદ્રી તટ પર વસેલું 15મી સદીનું આ હિન્દુ મંદિર મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

આ મંદિર દેનપસારથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે. દક્ષિણ પશ્ચિમ તટ પર સ્થિત આ મંદિર એક મોટી પહાડી પર બનેલું છે.

image source

આ મંદિરનું નિર્માણ એક નિરર્થ નામના પૂજારીએ માછીમારોની મદદથી કરાવ્યું હતું. બાલીના સમુદ્રી દેવતાને સમર્પિત આ મંદિર બાલીની પૌરાણિક સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

image source

સૂર્યાસ્તના સમયે આ મંદિરની જે આભા હોય છે, તે ખરેખર જોવા જેવી હોય છે. મુસાફરો તે જોઈને કહે છે કે, આવો અભૂતપૂર્વ નજારો તેમણે ક્યાંય નથી જોયો.
આ વિસ્તાર એવા જંગલમાં છે, જ્યાં હરણ, રીંછ, શિયાળ અને દુર્લભ પક્ષીઓ જોવા મળે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી જગ્યાઓની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.