ઈશા અંબાણી થી લઇ ને એશ્વર્યા સુધી, મોટી મોટી સેલિબ્રિટીઓ માં ફેમસ છે આ મેકઅપ આર્ટિસ્ટ ! વાંચો।.

સેલિબ્રિટિઝ દિવાને અપ્સરા જેવી સુંદર બનાવનાર વરદાન નાયક વિશે જાણો રસપ્રદ વાતો…

સ્વર્ગની અપ્સરાઓ કેવી લાગતી હશે? એ તો આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ ફિલ્મી હિરોઈન પણ એથી ઓછી રૂપસુંદરીઓ તો નથી જ લાગતી. જેમને આપણે થિયેટર અને ટી.વી.ના પડદે જોઈએ છીએ એ અભિનેત્રીઓના ઇન્ટરવ્યૂઝ સાંભળીએ તો ખ્યાલ આવશે કે એમણે મેકઅપ અને ડ્રેસિંગ માટે દિવસમાં કલાકો બેસી રહેવું પડતું હોય છે. મેકઅપ આર્ટિસ્ટએ સતત ફિલ્મોના સેટ પર અભિનેતા – અભિનેત્રીના મેકઅપનું ટચઅપ કરવા ત્યાં હાજર રહેવું પડે છે. દરવખતે નવું નવું લૂક આપવું એમના માટે ઊંચી જાતના મોંઘામાયલા મેકઅપ ટૂલ્સ અને મેકઅપ કીટ વિશે જાણકારી મેળવીને એનો ઉપયોગ કરતાં શીખવું અને એનો પ્રયોગ આ સેલિબ્રિટિઝ આર્ટિસ પર કરવો એક ખરેખર તો જોખમકારક કામ છે. પોતાના કામમાં સો ટકા પરફેક્ટ રીઝલ્ટ આપવાની ગેરંટી આપતાં હોય છે. હેરસ્ટાઈલ અને મેકઅપના દમ પર ગોળ અને ભરાવદાર ચહેરાને સુડોળ અને લંબગોળ બતાવવો અથવા તો શ્યામ ચહેરાને રુપાળો કરી દેવો એ જાણે તેમના માટે જાદુના ખેલ જેવું હોય છે. આ એક પ્રકારની કળા છે. જે મેકઅપ આર્ટિસ્ટ એમની સેવાના બદલામાં ખૂબ જ સારી કમાણી કરે છે.

આવો આપણે પરિચય મેળવીએ એવા જ એક મેકઅપ આર્ટિસ્ટને, જે કમાય છે લાખોમાં અને જેના ફેન્સ અનેક ફિલ્મી સિતારા છે.

વરદાન નાયક, હિન્દી ફિલ્મી સિતારાઓ માટે બીલકુલ અજાણ્યું નામ નથી રહ્યું હવે. એમણે પ્રોફેશન મેકઅપ આર્ટિસ્ટનો કોર્ષ કર્યો છે અને મુંબઈમાં એવી કોઈ સેલિબ્રિટિ એક્ટ્રેસ નહીં હોય જેમને એમણે મેકઅપ કરી ન આપ્યો હોય. વરદાન નાયકને યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટર પર મેકઅપ ટીપ્સ અને નવી ફેશનના મેકઅપની જાણકારી આપતા પોસ્ટ પણ જોવા મળે છે. જેને સારી એવી લોકોની ફેન ફોલોશીપ પણ મળે છે.

આ મેકઅપ આર્ટિસ્ટ ફકત હિરોઈનના પસંગીદા નથી, હાલમાં અંબાણી પરિવારમાં થયેલી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના સગાઈના પ્રસંગે ઈશા તથા બધીજ પરિવારની મહિલાઓને પણ એણે મેકઅપ કરીને નવો લૂક આપેલો હતો જેની સોશિયલ મીડિયા પર તસ્વીર આવી છે.

મુંબઈ શહેરમાં જ કામ કરવાનું હોય તો તે ૫૦ હજાર રૂપિયાથી તેનો ચાર્જ શરુ કરે છે. અને જો મુંબઈની બહારના શહેરોમાં જવું હોય તો તેનો ચાર્જ બમણો થઈને લાખ રૂપિયાથી વધુ થાય છે. ફકત સેલિબ્રિટિ એક્ટ્રેસ જ નહીં બિઝનેસ ક્લાસના પરિવારોની મહિલા પણ આ ફેમસ મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવવનું પસંદ કરે છે. તેની પાસે પોતાની ટીમ છે. જે તેની સાથે બધો જ સામાન લઈને સાથે જતા હોય છે.

બોલિવૂડની એક્ટરેસીઝને જોઈને સામાન્ય છોકરીઓને થતું હશે કે એમની ખુબસુરતીનું શું રાઝ હશે? તેઓ કેવો મેકઅપ ઉપયોગમાં લેતી હશે? તેમને કોણ આટલું સુંદર તૈયાર કરતું હશે? પરંતુ ઘણીવખત બનતું એવું હોય છે કે વરદાન જેવા કેટલાય મેકઅપ આર્ટિસ્ટને લીધે સામાન્ય દેખાવવાળી સ્ત્રીઓ પણ ખૂબ જ આકર્ષક દેખાઈ શકે છે. તેમના કરેલા મેકઅપને લીધે તેમને કેમેરામાં ખૂબ જ સરસ રીતે કેપ્ચર કરી શકાય છે. જેથી તેમનો ચહેરો અતિઆકર્ષક લાગે છે. આવા મેકઅપ આર્ટિસ્ટોની હરોળમાં વરદાન નાયક આજના સમયમાં નંબર ૧ છે. જેમની પાસે મોટી મોટી એક્ટરેસ પણ એપોઈન્ટમેન્ટ લઈને જતી હોય છે.

વરદાન પાસે મેકઅપ કરાવનાર ટોપની હિરોઈનમાં પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ જાહ્નવી કપૂર, અનુષ્કા શર્મા અને જેકલીન ફર્નાન્ડિસ જેવા નામ તેના ટોપના રેગ્યુલર ક્લાયન્ટસ છે. જેમને તેનું મેકઅપનું કામ ખૂબ જ ગમે છે. જેને લીધે વરદાન કેટલીય હિટ ફિલ્મોમાં મેકઅપ હેડ તરીકે કામ કરી રહ્યા છે.

ફિલ્મ ‘સંજૂ’માં દરેક સ્ટાર્સને એણે બહેતરીન લૂક આપવા ખૂબ જ સારી મહેનત કરી હતી. હાલમાં આવેલી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપુરની ‘ધડક’ ફિલ્મમાં અને એના પ્રોમોશલ ઇવેન્ટ્સમાં પણ એણે મેકઅપ કરીને તૈયાર કરેલ છે.

મોટા બીઝનેસમેનના પરિવારો અને હાઈ ક્લાસ વેડિન્ગ્સમાં બ્રાઈડલ મેકઅપ અને મહેંદી માટે વરદાન નાયકનું નામ મોખરે છે. તેને સરળતાથી સંપર્ક કરી શકાય છે. જેના માટે તેણે એક ઓફિશિય વેબસાઈટ પણ બનાવી છે. સાથે તેણે એક યંગ સ્ટાર આર્ટિસ્ટ તરીકે સોશિયલ મીડિયા પર સારા એવા ફોલોઅર્સ પણ મેળવ્યા છે.