ઈટલીના એક તળાવમાં ઘટ્યું પાણી અને દેખાવા લાગ્યું તળાવમાં ડુબેલું એક રહસ્યમયી ગામ

કોરોના સંક્રમણના કારણે અગાઉ ચર્ચામાં રહી ચુકેલું ઈટલી હવે ફરી એકવાર ચર્ચામાં છે. અહીં એક તળાવમાં પાણી ઓછું થવા પર વર્ષો પહેલા ડુબેલું એક ગામ ફરીથી દેખાવા લાગ્યું છે. આ ગામ 12મી સદીમાં વસાવવામાં આવ્યું હતું અને તેમાં લોઢાનું કામ કરતાં લોકો રહેતા હતા.

image source

આ ટસ્કન ગામની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જાણકારો અનુસાર અંદાજે 26 વર્ષ પહેલા પણ પાણી ઓછું થવાથી આ ગામ દેખાવા લાગ્યું હતું. સ્થાનિક લોકો આ ગામ પાણીમાંથી બહાર આવે તે ઘટનાને અપશુકન માને છે.

image source

આ અંગે છપાયેલા એક અહેવાલ અનુસાર આ ગામને આ વેલીમાં 12મી સદીમાં વસાવવામાં આવ્યું હતું. ઈટલીના આ વિસ્તારમાં લોકો આ ગામને ઘોસ્ટ વિલેજ કહે છે અને તે પાણીમાંથી બહાર આવે તેને અપશુકન માને છે. આ ગામ અંગે અન્ય એક વાયકા પણ પ્રસિદ્ધ છે જે અનુસાર ઈટેલિયન મુલીનોઈસોલા વેબસાઈટ અનુસારા વર્ષ 1947 સુધી આ ગામ આબાદ હતું અને થોડા લોઢાનું કામ કરતાં લોકો અહીં રહેતા હતા. આ ગામ નજીક એક બંધ બનાવવામાં આવ્યો છે પરંતુ આ પહેલા કોઈ કારણોસર આ ગામ ડુબી ગયું. જો કે જાણવા એમ પણ મળે છે કે આ ગામ પાણીમાં ડુબે તે પહેલા તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું એટલે તેમાં કોઈનો જીવ ગયો ન હતો.

Италия восстановит деревню-призрак на дне озера
image source

ઈટલીના મીડિયા રિપોર્ટ અનુસરા ફેબ્રિક ડી ક્રેઝિન નામના બંધમાં કોઈ કામ ચાલી રહ્યું છે જેના કારણે તળાવમાંથી પાણી ઘટાડવામાં આવ્યું છે. ઈટલીના આર્કિયોલોજિકલ સર્વે અનુસાર આ લેક પ્રાકૃતિક રીતે નહીં પરંતુ બંધ બનાવતી વખતે અસ્તિત્વમાં આવ્યું છે. આસપાસના લોકો આ ગામને લઈને અનેક વાર્તાઓ સંભળાવે છે અને તેનું દેખાવું તેને અપશુકન માને છે.

image source

સ્થાનિકોના જણાવ્યાનુસાર જ્યારે અહીં બંધ બનાવાયો ત્યારે આ ગામને બળજબરીથી ખાલી કરાવવામાં આવ્યું ત્યારથી આ ગામને મનહૂસ માનવામાં આવે છે. આ પહેલા અહીં તળાવમાં વર્ષ 1994માં પાણી ઘટ્યું હતું અને તળાવમાં ડુબેલું ગામ દેખાવા લાગ્યું હતું.

અન્ય એક સત્ય પણ છે કે છેલ્લીવાર જ્યારે આ ગામ તળાવમાંથી બહાર દેખાવા લાગ્યું હતું ત્યારે અંદાજે 10 લાખ જેટલા પ્રવાસીઓ આ નજારો જોવા આવ્યા હતા. બંધ બનાવતી કંપનીનું જણાવવું છે કે આ ગામ દેખાવું તે કોઈ અસામાન્ય બાબત નથી. હાલ બંધમાં કામ ચાલી રહ્યું છે તેથી ગામ દેખાવા લાગ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.