પિતાને બેસાડીને 1200 કિલોમીટર સાઇકલ ચલાવનારી જ્યોતિની ઇવાન્કા ટ્રમ્પે કર્યા વખાણ

ઇવાંકા ટ્ર્મ્પે ટ્વીટ કરીને કહ્યું કે ૧૫ વર્ષની જ્યોતી કુમારી પોતાના દિવ્યાંગ પિતાને સાયકલ પર લઈને સાત દિવસમાં ૧૨૦૦ કિલોમીટર અંતર કાપી પોતાના ગામ લઇ ગઈ.

નયી દિલ્લી: લોકડાઉનમાં અનેક મજૂરોની કરુણ કહાનીઓ અવારનવાર આપણી સામે આવી રહી છે. ત્યારે આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એજ દીકરીની કહાની, જેની સરાહના છેક અમેરિકા સુધી થઇ રહી છે. આપને જણાવી દઈએ કે લોકડાઉનના સમયમાં ગુરુગ્રામથી પોતાના દિવ્યાંગ પિતા મોહન પાસવાનને સાઇકલ પર બેસાડીને ૧૨૦૦ કિલોમીટર દુર દરભંગા જે બિહારમાં આવ્યું છે, ત્યાં લઇ ગઈ હતી. આ બાળકીની સરાહના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પે પોતાના ટ્વીટ દ્વારા કરી હતી.

image source

ઇવાંકા ટ્રમ્પે ટ્વીટ કરીને કરી હતી સાહસ ગાથાની પ્રશંસા

ઇવાંકા ટ્રમ્પે આ બાબતે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે ૧૫ વર્ષની જ્યોતિ કુમારીએ એના જખમી પિતાને સાઇકલ પર બેસાડી સતત સાત દિવસ સુધી એને ચલાવી ૧૨૦૦ કિલોમીટરનું અંતર પાર કરીને પોતાના ગામ સુધી લઇ ગઈ હતી. ઇવાંકાએ આગળ જણાવતા કહ્યું કે આ હદે સહનશક્તિ અને પ્રેમની આ ઉદાહરણ સ્વરૂપ સાહસ ગાથાએ તમામ ભારતીયો તેમજ સાઇકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

Feat of endurance and love': Ivanka Trump praises Bihar girl who ...
image source

ઘાયલ પિતાને ગુરુગ્રામથી દરભંગા લઇ જવા નીકળી હતી જ્યોતિ કુમારી

તમને જણાવી દઈએ કે કોરોના રોગચાળાના કારણે અત્યારે દેશભરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. દેશની અલગ અલગ જગ્યાએ પ્રવાસી મજુરો ફસાયેલા છે. ટ્રેન સહીત લગભગ દરેક પ્રકારના આવાજાહીના સાધનો બંધ કરી દેવામાં આવ્યા છે એવી સ્થિતિમાં હજારો મજુર પગપાળા જ પોતાના વતન તરફ નીકળી પડયા છે. જો કે જ્યોતિના પિતા મોહન પાસવાન કોરોના પહેલા જ એક અકસ્માતમાં ઘાયલ થયેલા હતા, એટલે તેઓ પોતાની રીતે ઘરે પહોચી શકવામાં સક્ષમ ન હતા.

image source

7 દિવસ સતત સાઇકલ ચલાવી જ્યોતિ પિતા સાથે વતન પહોચી

લોકડાઉનના કારણે જ્યારે બધા જ મજુરો પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયા છે ત્યારે પિતાના ફસાઈ જવાનું વિચારી જ્યોતિ ચિંતામાં હતી. જો કે લાંબો સમય વિચાર કર્યા પછી એક દિવસ જ્યોતિ સાઇકલ ઉપાડીને પિતા સાથે જ નીકળી પડી. જ્યોતિએ કહ્યું કે પપ્પાને સાઈકલ પર બેસાડીને એ ૧૦ મેના દિવસે ગુરુગ્રામથી નીકળી ગઈ હતી અને ૧૬ મેની સાંજે તે પોતાના વતન દરભંગા, બિહાર પહોચી ગઈ હતી. જો કે ચાલી શકવામાં અસક્ષમ પિતાને લઇ જતી વખતે માર્ગમાં અનેક સમસ્યાઓનો સામનો જ્યોતિને કરવો પડયો હતો. જો કે કેટલાક લોકોએ એને ઘરે પહોચવામાં સહાય પણ કરી હતી.

image source

જૂની પડેલી સાઇકલ દ્વારા કાપ્યું હતું 1200 કિલોમીટરનું અંતર

1200 કિલોમીટર અંતર કોઈ સાઇકલ દ્વારા કાપી નાખે આ વિચાર જ માન્યામાં આવે એવો નથી, જો કે આ અશક્યને જ્યોતિએ શક્ય કરી બતાવ્યું છે. જ્યોતિના પિતા મોહન પાસવાન ગુરુગ્રામમાં રહીને રીક્ષા ચલાવે છે. સડક દુર્ઘટનામાં પિતાના ઘાયલ થયા પછી જ્યોતિ 30 જાન્યુઆરીના દિવસે મા સાથે ગુરુગ્રામ આવી હતી. માના ગામ પાછા ફર્યા પછી તે પિતાની સેવામાં લાગી ગઈ હતી. આ વચ્ચે માર્ચના ત્રીજા અઠવાડિયામાં સરકારે લોકડાઉન લગાડી દીધું હતું. પાસે હતી એ મૂડી પણ ખર્ચાઈ ચુકી હતી.

image source

દીકરીની જીદ પર પિતાએ 500 રૂપિયામાં ખરીદી હતી જૂની સાઇકલ

લોકડાઉનના કારણે પિતાની આવક સંપૂર્ણ પણે બંધ હતી. કેટલાક દિવસોથી સાચવેલી મૂડી ખર્ચાઈ ગયા પછી ત્યાં રહેવાનો કોઈ માર્ગ ન દેખાતા જ્યોતિએ સાઇકલ દ્વારા ઘરે પાછા ફરવાનો નિર્ણય લીધો. દીકરીએ પકડેલી જીદના કારણે પિતા મોહન પાસવાને પાંચસો રૂપિયામાં જૂની સાઈકલ ખરીદી અને દિવ્યાંગ પિતાને એના પર બેસાડીને જ્યોતિ 10મે ની રાત્રે ગુરુગ્રામથી ઘરે જવા માટે નીકળી હતી. લગભગ આઠમાં દિવસે જ્યારે તે પોતાના ઘરે પહોચી ત્યારે આસપાસના લોકો પણ દંગ રહી ગયા હતા.

Source: Jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.