ન તુટી મંદિરની પરંપરા, ભગવાન જગન્નાથ મંદિરમાં કરાઈ નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ
પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટની રોક બાદ અમદાવાદની રથયાત્રા પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે. તેવામાં ભગવાનનો રથ તો બહાર જશે નહીં પરંતુ સાથે જ રથયાત્રાની વિધિઓની પ્રથા પણ જળવાયેલી રહેશે. હાઈકોર્ટના આદેશ બાદ મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે મંદિરની અંદર થતી પૂજા દર વર્ષની જેમ થતી રહેશે.
આજે રથયાત્રા પહેલા થતી પરંપરાગત પૂજા અર્ચના પૂર્ણ કરવાની શરુઆત પણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે થતી નેત્રોત્સવ, સોનાવેશ, પહિંદવિધિ દર વર્ષની જેમ યોજવામાં આવી રહી છે. આ સાથે જ ધ્વજા રોહણ, રથપૂજા અને ભગવાનને મહાપ્રસાદ તરીકે અપાતી ખીચડીનો ભોગ પણ ધરાવવામાં આવશે.

જેના ભાગરુપે જ્યારે કંકણાકૃતિ સૂર્યગ્રહણ પૂર્ણ થયું ત્યારબાદ જગન્નાથ મંદિરના દ્વાર ખુલવામાં આવ્યા હતા છે. ગ્રહણ બાદ મંદિરને સ્વચ્છ કરવામાં આવ્યું અને ત્યારબાદ નેત્રોત્સવ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જણાવી દઈએ કે જેઠ માસની અમાસે ભગવાન મોસાળથી નિજ પરત આવે છે. મોસાળથી આવ્યા બાદ ભગવાનને આંખો આવી જાય અને તેથી તેમની નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે.

સૂર્યગ્રહણના કારણે નેત્રોત્સવની પૂજાનો સમય સાંજનો થયો હતો. આ વર્ષે સૂર્યગ્રહણના કારણે પ્રથમવખત સાંજે નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. જો કે નેત્રોત્સવમાં મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી તેથી તમામ વચ્ચે સોશિયલ ડિસ્ટંસ જળવાય રહે તેની વ્યવસ્થા કરવામાં આવી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ સિવાય રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરે ધ્વજારોહણ વિધિ પણ કરવામાં આવી હતી. મંદિરમાં જ વાતજે ગાજતે ધ્વજારોહણ વિધિ મંદિરના સભ્યો દ્વારા જ કરવામાં આવી. જ્યારે દર વર્ષે આ વિધિ મેયરના હસ્તે કરવામાં આવે છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં રથયાત્રા કાઢવા પર હાઇકોર્ટે રોક લગાવી છે ત્યારે પહિંદવિધી અંગે ટ્રસ્ટ સરકાર સાથે ચર્ચા કરશે. પહિંદવિધી પણ દર વર્ષે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. પહિંદવિધી, રથપૂજા કરવા માટે હવે સરકારની મંજૂરી માગવામાં આવશે. મંદિર પરિસરમાં દ રથ ફેરવવાની મંજૂરી પણ લેવામાં આવશે.

જો કે આ હાલ પ્રશ્ન એ પણ છે કે અનલોક 1માં મંદિરો ખુલવાની મંજૂરી હોવાથી રથયાત્રાની વિધિઓ જે મંદિરમાં જ કરવામાં આવનાર છે તેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે. આ જોતાં પ્રશાસન શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.