કોમેડિયન જગદીપના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક, ટ્વિટ કરીને સેલેબ્સે આપી શ્રદ્ધાજંલી!

જગદીપના અવસાનના સમાચારના કારણે આખાય બોલીવુડમાં દુખની લહેર પ્રસરી રહી છે. જોની લીવર, આયુષ્યમાન ખુરાના તેમજ અનુપમ ખેર સહિતના અનેક મોટા બોલીવુડ સ્ટારે એમના બોલીવુડમાં યોગદાનની પ્રસંશા કરી હતી તેમજ એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

Image Source

સુરમા ભોપાલી ૮૧ વર્ષની ઉમરે અલવિદા

આપને જણાવી દઈએ કે આજે જયારે બોલીવુડના પ્રખ્યાત કોમેડિયન સુરમાં ભોપાલી તરીકે જાણીતા થયેલા જગદીપ ૮૧ વર્ષની ઉમરે સંસારને અલવિદા કહી ચુક્યા છે. ત્યારે કહેવાઈ રહ્યું છે કે પાછળના ઘણા સમયથી તેઓ બીમાર હતા. જો કે જગદીપનું વાસ્તવિક નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. પણ, બોલીવુડમાં એમને જગદીપ જાફરી તરીકે જ ઓળખવામાં આવતા હતા. જગદીપે અનેક ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં એમનું શોલે ફિલ્મમાં નીભાવાયેલું સૂરમાં ભોપલીનું પાત્ર આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. એમના અવસાનથી આખાય ફિલ્મ જગતમાં દુખ જોવા મળી રહ્યું છે, ત્યારે આ સમયે જોહની લીવર, આયુષ્યમાન ખુરાના જેવા લોકોએ પણ એમને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Image Source

જહોની લીવર અને આયુષ્યમાન ખુરાનાએ આપી શ્રદ્ધાંજલિ

જગદીપને શ્રદ્ધાંજલિ આપતા જહોની લીવરે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “મારી પ્રથમ ફિલ્મ અને પ્રથમ વખત જ્યારે હું કોઈ ફિલ્મમાં કેમેરા સાથે આવ્યો હતો એ ફિલ્મ યે રીસ્તા ના તૂટે કભી પણ જગદીપ ભાઈ સાથે જ હતી. અમે આપને હંમેશા યાદ કરીશું. તમારી આત્માને શાંતિ મળે. અમારી દુઆ આપના પરિવાર સાથે છે.” તો બીજી તરફ આયુષ્યમાન ખુરાનાએ જગદીપના અવસાનને લઈને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “ઇન્ડસ્ટ્રીમાં તમારું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. અઢળક હાસ્ય સભર ક્ષણો માટે આભાર. એ યાદો આપવા માટે આપનો આભાર.”

Image Source

હસવું સરળ છે, હસાવવું ઘણું મુશ્કેલ

અનુપમ ખેરે જગદીપ જાફરીના નિધનને લઈને પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, “એક વધુ સિતારો ધરતી પરથી આકાશમાં જઈ પહોચ્યો છે. જગદીપ સાહેબ હિન્દી ફિલ્મ જગતના ઘણા સારા અને શ્રેષ્ઠ કલાકાર હતા. એક હાસ્ય કલાકાર તરીકે એમના સામે કોઈ હરીફ થઇ શકે એમ નથી. એક પાર્ટીમાં ઘણા વર્ષો પહેલા એમણે મને કહ્યૂ હતું કે ‘બરખુદાર! હસવું સરળ છે, હસાવવું ઘણું મુશ્કેલ છે.’ તમારી કમી બહુ યાદ આવશે.”

Image Source

જગદીપે ૪૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું

જગદીપે પોતાના ફિલ્મી જીવનમાં લગભગ ૪૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. જગદીપ જાફરીનો જન્મ ૨૯ માર્ચ ૧૯૩૯ના દિવસે થયો હતો. જો કે અત્યારે એમના દીકરા જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ બોલીવુડ સાથે જોડાયેલા છે. જગદીપે એમના ફિલ્મી જીવનની શરૂઆત બાળ કલાકાર તરીકે બી.આર. ચોપરાની ફિલ્મ અફસાના દ્વારા કરી હતી. જો કે ત્યારબાદ એમને અનેક ફિલ્મોમાં પોતાના અભિનયને વહેચ્યો હતો. આ યાદીમાં દિલ્લી દુર નહિ, મુન્ના, આરપાર, દો બીઘા જમીન અને હમ પંછી એક ડાલ કેમાં જોવા મળ્યા હતા.

Image Source

નહેરુએ એમને અંગત સ્ટાફ ઉપહારમાં આપ્યો હતો

આપને જાણીને નવાઈ લાગશે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જગદીપને એમના શ્રેષ્ઠ અભિનયના કારણે પોતાનો અંગત સ્ટાફ પણ ઉપહારમાં આપ્યો હતો. જવાહર લાલ નહેરુએ આ ઉપહાર એમને ફિલ્મ હમ પંછી એક ડાલ કે ફિલ્મના શ્રેષ્ઠ અભિનય બદલ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.