શોલેના સુરમા ભોપાલી, બોલીવુડના કોમેડિયન અભિનેતા જગદીપનું 81 વર્ષે નિધન

પાછળના ઘણા સમયથી બોલીવુડમાં જાણે કે એક પછી એક સ્ટાર અલવિદા કહી રહ્યા છે. આવા સમયે હવે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મશહુર કોમેડિયન એવા જગદીપનું 81 વર્ષની ઉમરે નિધન થયું છે. આપને જણાવી દઈએ કે ફિલ્મ જગતમાં ઈતિહાસ સર્જી ચુકેલી ફિલ્મ શોલેમાં સૂરમાં ભોપાલીના પાત્ર દ્વારા તેઓ ઘણા લોકપ્રિય કોમેડિયન બની ગયા હતા. જો કે પાછળના ઘણા સમયથી તેઓ ઉમર સબંધી સમસ્યાના કારણે પથારીવશ હતા.

શોલે ફિલ્મમાં સુરમા ભોપાલીનું પાત્ર નિભાવ્યું

image source

ઉલ્લેખનીય છે કે બોલીવુડના ફિલ્મી પડદે જગદીપ નામથી પ્રખ્યાત બનેલા કોમેડિયનનું વાસ્તવિક નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેઓ મધ્ય પ્રદેશના વાતની છે. જો કે વર્ષ 1975માં રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મમાં એમણે સુરમા ભોપાલીની ભૂમિકા નિભાવી હતી.

image source

જેમાં તેઓ ફિલ્મના એક સીનમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સાથે જગદીપ જોવા મળ્યા હતા. શોલે બોલીવુડમાં એમની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં એમણે નિભાવેલ સુરમા ભોપાલીનું પાત્ર નિભાવ્યું હતું, ત્યાર પછી તેઓ ફિલ્મ જગતમાં ઘણા જ પ્રતિષ્ઠીત સ્થાન પર આવ્યા હતા.

જાવેદ જાફરી અને નાવેદ જાફરી ફિલ્મોમાં સક્રિય

image source

શોલે ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કરનારા જગદીપે 400 કરતા વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ યાદગાર ફિલ્મોમાં શોલે, કુરબાની, અંદાઝ અપના અપના, નગીના જેવી અનેક ફિલ્મો સામેલ છે. જગદીપની બોલવાની વિશિષ્ટ લઢણને કારણે તેઓ ફિલ્મ જગતમાં ઘણા પ્રખ્યાત થયા હતા. દર્શકોની દ્રષ્ટીએ તેઓ ઘણા લોકપ્રિય થયા હતા. જો કે આજે પણ એમના પુત્ર જાવેદ જાફરી અને નાવેદ જાફરી બોલીવુડની ફિલ્મોમાં સક્રિય છે.

વાયરલ થયેલ વિડીયો 29 માર્ચ, 2018નો

જગદીપના મૃત્યુ પછી એક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ પોતાનો સૂરમાં ભોપાલી વાળો ડાયલોગ બોલી રહ્યા છે. જો કે આ વિડીયો હાલનો નથી. આ વાયરલ થયેલ વિડીયો 29 માર્ચ, 2018નો છે. આ વિડીયોને જાવેદ જાફરીએ ટ્વીટ કર્યો હતો. જો કે આ વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે – “આવો હસતા હસતા અને જાઓ હસતા હસતા”

400 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું છે

image source

જગદીપ પોતાની પહેલી ફિલ્મ અફ્સાનાથી બોલીવુડ જગતમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મ વર્ષ 1951માં આવી હતી. આ ફિલ્મમાં તેઓ ચાઈલ્ડ એક્ટર તરીકે આવ્યા હતા,

image source

જો કે એમને વાસ્તવિક ઓળખ શોલે ફિલ્મથી મળી હતી. આ સિવાય એમણે દો બીઘા જમીનના કોમેડી રોલ નિભાવ્યો હતો. જો કે એમણે પોતાના જીવનકાળમાં લગભગ 400 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.