આ ખૂબસુરત અભિનેત્રીઓને છે ધુમ્રપાનની આદત, ત્રીજા નંબરની અભિનેત્રીનું નામ શાંભળીને તમને વિશ્વાસ નહિં આવે

મિત્રો, બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા થોડા મહિના પહેલા જ મિયામી બીચ પર માતા અને પતિ સાથે સિગારેટ પીતી જોવા મળી હતી. પ્રિયંકાની આ તસવીર બહાર આવતાની સાથે જ ચાહકો ચોંકી ઉઠ્યા હતા અને તેમને ટ્રોલ કરી હતી. ખાસ વાત એ છે કે, લોકો પ્રીયંકાના એ ટ્વીટને લઈને લોકો આ તસવીર શેર કરી રહ્યા છે જેમા પ્રિયંકાએ ધૂમ્રપાનને આરોગ્ય માટે જોખમી ગણાવ્યું હતું. પ્રિયંકાની આ તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો.

પ્રિયંકા ચોપડા આ કારણે ટ્રોલ થઈ

image source

જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા ચોપડા આ કારણે ટ્રોલ થઈ કેમ કે તેને અસ્થમા છે અને તે ઘણી વખત સોશિયલ મીડિયા પર ધૂમ્રપાન વિરુદ્ધ અભિયાન ચલાવતી જોવા મળી હતી. પરંતુ જ્યારે તે પોતે સિગારેટ પીતી જોવા મળી ત્યારે લોકોએ તેને દંભી કહેવાનું શરૂ કર્યું. પ્રિયંકા પહેલા ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેઓ સિગારેટ પીતા સ્પોટ થઈ ચુકી છે. જાણો કઈ અભિનેત્રીઓને સિગારેટની લત છે.

સારા ખાન

image source

ટીવી સીરિયલ બિદાઈમાં તેની ભૂમિકા બાદ સારા ખૂબ લોકપ્રિય થઈ હતી. આ ઉપરાંત, તેણે અનેક રિયાલિટી શોમાં ભાગ લીધો છે અને વિજેતા પણ બની છે. અભિનેત્રી સારા ખાન પણ ધૂમ્રપાનની વ્યસની છે. સારા ઘણી વાર પાર્ટીઓમાં ધૂમ્રપાન કરતી જોવા મળી છે.

રૂપા ગાંગુલી

image source

મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા ભજવનારી રૂપા ગાંગુલીએ ટીવી સિરિયલો ઉપરાંત ઘણી બોલિવૂડ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. રૂપા એક લોકપ્રિય અભિનેત્રી છે, આજકાલ તે રાજકારણમાં છે. રૂપા ગાંગુલી જાહેરમાં ઘણી વખત ધૂમ્રપાન કરતી જોવા મળી છે.

મનીષા કોઈરાલા

image source

બોલિવૂડ ફિલ્મ ‘દિલ સે’ પછી અભિનેત્રી મનીષા કોઈરાલાની કારકિર્દીએ જોર પકડ્યું. મનીષા કોઈરાલાને જાહેર સ્થળો પર પણ ઘણી વખત સિગારેટ પીતી જોવા મળી હતી. મનીષાએ કેન્સર સામે લડ્યા બાદ સિગરેટની લતથી છૂટકારો મેળવ્યો.

મહિરા ખાન

image source

પાકિસ્તાની અભિનેત્રી મહિરા ખાન સિગારેટ પીવે છે. મહિરા રણબીર કપૂર સાથે ન્યુ યોર્કના રસ્તાઓ પર ધૂમ્રપાન કરતી જોવા મળી હતી. તે સમયે મહિરા અને રણબીરના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા.

સુષ્મિતા સેન

image source

આ સૂચિમાં મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનનો પણ સમાવેશ થાય છે. સુષ્મિતા સેન બોલિવૂડની સૌથી વધુ ધૂમ્રપાન કરનારી અભિનેત્રીઓમાંની એક છે, તેણી ફિલ્મના સેટ પર શૂટિંગ પૂર્ણ કરીને ધૂમ્રપાન કરતી જોવા મળી છે અને ઘણી પાર્ટીઓમાં પણ તે ધુમ્રપાન કરતી હોય તેવી તસવીરો સામે આવી ચુકી છે.

કરિશ્મા

image source

કરિશ્માનો જન્મ 1984 માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. કરિશ્માએ તેની કારકિર્દીની શરૂઆત “ક્યોકિ સાસ ભી કભી બહુ થી” સિરિયલથી કરી હતી. ટીવી જગતની આ સુંદર અભિનેત્રીને પણ ધૂમ્રપાનની ખરાબ આદત છે. તેમના હેન્ડબેગમાં હંમેશાં સિગરેટનું પેકેટ હોય છે.

સુમોના ચક્રવર્તી

image source

સુમોના ચક્રવર્તીને તમે ખૂબ સારી રીતે જાણશો જ છો. સુમોનાએ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે ફિલ્મ માનથી કરી હતી. જોકે, તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલી સફળતા મળી નથી. જો કે, તે નાના પડદા પર એકદમ પ્રખ્યાત છે. ધ કપિલ શર્મા શો અને ઘણાં અન્ય શોમાં કોમેડી કરીને લોકોને હસાવતી સુમોના ચક્રવર્તીને પણ ધૂમ્રપાન કરવાની ટેવ છે. એવું કહેવામાં આવે છે કે સિગરેટનું પેકેટ હંમેશાં તેના પર્સમાં હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.