અંદરથી આવો દેખાય છે અમિતાભનો બંગલો, જેમાં રૂમનુ ફર્નિચર અને લાકડાનો દરવાજો છે ખાસ જોવા જેવો

અમિતાભ બચ્ચન સહિત તેમના પરિવારના અન્ય 3 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે ત્યારથી દેશભરના ફિલ્મ ચાહકો અને બોલિવૂડ સિલેબ્સમાં ચિંતાનું વાતાવરણ છે. શનિવારે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ટ્વીટ કરી આ અંગેની પુષ્ટિ કરી હતી. ત્યારબાદથી બંનેની મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો છે.

image source

બીજી તરફ બચ્ચન પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવતાં બીએમસીએ પ્રોટોકોલ અનુસાર કામગિરી શરુ કરી અમિતાભ બચ્ચનના જૂહુમાં આવેલા ઘર જલસાને સેનિટાઈઝ કરવામાં કર્યું હતું. ત્યારે તમને આજે દેખાડીએ જલસાની કેટલીક અંદરની તસવીરો.

image source

જલસા બંગલો ડાયરેક્ટર રમેશ સિપ્પીએ અમિતાભ બચ્ચનને ભેટ કર્યો હતો. અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ સત્તે પે સત્તામાં કામ કર્યા પછી રમેશ સિપ્પીએ આ તેમને ભેટ આપી હતી. જલસા બંગલાનું બાંધકામ લગભગ 10,125 ચોરસ ફૂટ વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

image source

આ બે માળના બંગલામાં અમિતાભ બચ્ચન તેની પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે રહે છે. તેની પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને શ્વેતાનાં બાળકો નવ્યા નવેલી નંદા અને અગસ્થ્યા નંદા પણ અહીં આવીને રહે છે.

image source

અમિતાભ બચ્ચનના બંગલાનું નામ જલસા રાખવામાં આવ્યું જેનો અર્થ ઉજવણી થાય છે. આ બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો છે. જેની બહાર ઘણા ચાહકો અને પ્રવાસીઓની ભીડ અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા એકત્ર થાય છે. તેનો લાકડાથી બનેલો મુખ્ય દરવાજો તેની ઓળખ છે.

image source

દર રવિવારે અમિતાભ બચ્ચન જલસાની બહાર ઉભતા તેના ચાહકો સાથે મુલાકાત કરે છે અને સંવાદ કરે છે. જો કે કોરોનાનું સંક્રમણ થયું ત્યારથી તેમણે લોકોને એકત્ર થવાની ના કહી હતી. તેના ઘરના દરવાજાની બંને બાજુ અનેક વૃક્ષો છે. 1982 માં અમિતાભ જ્યારે કુલી ફિલ્મ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ સ્વસ્થ થયા ત્યાર પછીથી ચાહકો તેમને મળવા માટે એકત્ર થાય તે શરુઆત થઈ હતી. અમિતાભ પણ ચાહકોની સામે આવી તેમનો આભાર માનતા.

image source

જલસાનું ઈન્ટીરીયલ અલગ અલગ પ્રકારનું અને સુંદર છે. આ બંગલામાં ખૂબ જ સુંદર ફર્નિચર અને ડેકોરેશન કરવામાં આવ્યું છે. જે કોઈનું પણ મોહી શકે છે. અમિતાભ બચ્ચનના ઘરે કૂતરાઓ છે જે તેમના પાલતૂ છે.

image source

જલસા પહેલા અમિતાભ બચ્ચન પ્રતિક્ષા નામના બંગલામાં રહેતા હતા. તે જલસાથી 1 કિલોમીટર દૂર છે. પ્રતિક્ષા બંગલા માટે બચ્ચનના મનમાં એક અલગ જ સ્થાન છે કારણ કે તે ત્યાં તેમના માતાપિતા સાથે રહેતા હતા. જલસાની વાત કરીએ તો આ બંગલાની કિંમત 100 થી 120 કરોડ માનવામાં આવે છે. આ ભવ્ય ઘર ખૂબ જ સુંદર છે.

image source

જલસામાં બચ્ચન પરિવાર સાથે તેમના ઘરનો સ્ટાફ પણ રહે છે. આ બંગલો બોલિવૂડના સૌથી પ્રખ્યાત ઘરોમાંથી એક છે.

image source

જલસામાં ફર્નિચર અને સજાવટ પણ ઘણા પ્રકારની છે. આ સાથે તેમાં ખૂબ જ સુંદર આર્ટ અને પેઇન્ટિંગ્સ પણ જોવા મળે છે.

image source

અમિતાભ બચ્ચનના બંગલામાં રેકોર્ડિંગ કરવા માટેની પણ ખાસ રુમ બનાવાયો છે, જ્યાં તે પોતાના શો, કવિતા અને અન્ય પ્રકારના પોતાના રેકોર્ડિંગ કરે છે.

આ સિવાય બંગલાની અનેક તસવીરો વાર-તહેવાર પર સામે આવી છે જેમાં તેની ભવ્યતા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span