જાંબુનો હલવો – આજે ભગવાન જગન્નાથને તમારા હાથથી બનાવીને જાંબુનો હલવો બનાવીને ખાવ….

સૌ પ્રથમ આજે ક્ચ્છી સમાજ નું નવું વર્ષ અને અષાડી બીજ..રથયાત્રા…

 • ” મઠો અસાયો કચ્છ”
 • ” મઠી અસાયી ગાલીયું”
 • “મઠા અસાયા માંડું “
 • “મઠી અસાયી પ્રીત”
 • “હલો હલો આવઈ “
 • ” આષાડી બીજ “

દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથયાત્રા હવે દેશ માટે અનોખી કોમી એકતા, પ્રેમ, આસ્થા અને સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. વર્ષોથી નીકળનારી રથયાત્રાની યાદો આજે પણ દરેક નાગરિકનાં હૃદયમાં અંકબંધ છે..

અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. વર્ષમાં એક વાર બહેન સુભદ્રાજી ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.

આજે જગન્નાથ જી ના રથયાત્રા માં પ્રસાદ માં ખાસ “જાંબુ “અને “મગ” ની પ્રસાદી ચઢાવવા માં આવતી હોય છે.. તો આજે ખાસ ભોગ માટે જાંબુ હલવો અને ફણગાવેલા મગ ના લાડુ બનાવ્યા છે..

તો ચાલો ફ્રેંડસ જલ્દીથી સામગ્રી જોઈ લો અને તમે પણ પ્રસાદ માં બનાવો જાંબુ હલવો….

“જંબુ નો હલવો”

 • 1 બાઉલ – જાંબુ કટ કરીને કૃશ કરેલા
 • 4 ચમચી – મિલ્ક પાવડર
 • 3 ચમચી – ખાંડ
 • 3 ચમચી ઘી
 • 2 ચમચી – રવો (સોજી)
 • અર્ધો કપ – દૂધ
 • 1 ચમચી – ઈલાયચી પાવડર
 • 3 ચમચી – કાજુ બદામ ની કતરણ
 • 2 – તુલસીના પાન

રીત :-

સૌ પ્રથમ પ્યાન ગરમ કરી 1 ચમચી ઘી ગરમ કરવું.

તેના જાંબુ ની પેસ્ટ નાખી શેકી લેવું.

હવે શેકાઈ જય એટલે તેમાં 2 ચમચી મિલ્કપાવડર અને 1 ચમચી ખાંડ ઉમેરવી.

હવે સરખું મિક્સ કરી એક બાઉલ માં કાઢી લેવું.

હવે એજ પ્યાન માં ફરી 2 ચમચી ઘી ગરમ કરવું ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરવો રવાને સરખું શેકી લેવું.

ઘી ઉપર આવે ત્યાંસુધી શેકવું.પછી તેમાં દૂધ ઉમેરવું.

દૂધ એકદમ બળી જય અને ઘી છૂટે ત્યારે 2 ચમચી ખાંડ અને મિલ્ક પાવડર ઉમેરવું.સરખું મિક્સ કરી લેવું.

પછી તેમાં જાંબુ નું મિશ્રણ નાખી એકદમ બધું સરસ મિક્સ કરી લેવું.

હવે તેમાં ઈલાયચી પાવડર અને બદામ ની કતરણ ઉમેરવી…

હવે એક બાઉલ માં લઈ તુલસી નું પાન મૂકી ભગવાન જગન્નાથજી ને ભોગ ચઢાવવો……

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.