જાણી લો મનુષ્યની આ 10 આદતો વિશે, જેને શાસ્ત્રોમાં માનવામાં આવે છે ખરાબ અને જેના કારણે થાય છે નાશ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમનું ઘર ધન- દોલત અને એશો આરામની બધી સુખ સુવિધાઓથી ભરેલ રહે. એના માટે સુખ અને ઐશ્વર્ય
આપનાર દેવી લક્ષ્મીના આ ઘર પર કાયમી રૂપે વાસ કરવું જરૂરી હોય છે. એવી માન્યતા છે કે, દેવી લક્ષ્મી જે ઘરમાં નિવાસ કરે છે ત્યાં ક્યારેય કોઈ વસ્તુની ખામી રહેતી નથી. પરંતુ દેવી લક્ષ્મી એ ઘરોને પસંદ કરે છે જ્યાં હંમેશા પવિત્રતા, ધર્મના માર્ગ પર ચાલનાર લોકો અને તેમન અંદર સારી આદતો હોય છે. ચાલો જાણીએ વ્યક્તિની કઈ કઈ આદતોથી ધનની દેવી લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે.

image source

-હિંદુ ધર્મમાં દાન, ભોગ અને નાશનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જો કોઈ મનુષ્ય સુવિધા સંપન્ન હોવા છતાં પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન નથી કરતા તો નિશ્ચિત રીતે થોડાક સમય પછી તેમનું ધન નષ્ટ થઈ જાય છે. આવી રીતે જો ધન હોવા છતાં પણ તે એને
ખર્ચ નથી કરી રહ્યા તો પણ તે નષ્ટ થઈ જાય છે.

image source

-શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આળસને મનુષ્યનો સૌથી મોટો શત્રુ માનવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, આળસુ વ્યક્તિને ત્યાં ક્યારેય પણ લક્ષ્મી દેવી નિવાસ કરતી નથી. જો કોઈ વ્યક્તિ આજના કામને કાલના દિવસ પર ટાળી દેવાની પ્રવૃત્તિ વાળા હોય છે, તો આવા વ્યક્તિની પાસે ક્યારેય પણ ધન ટકતું નથી. દેવી લક્ષ્મી હંમેશા કર્મ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓને ત્યાં જ માતા લક્ષ્મી નિવાસ કરે છે, જયારે આળસુ વ્યક્તિની પાસે જે ધન પહેલાથી હોય છે તે પણ નાશ થઈ જાય છે.

image source

-દિવસમાં આરામ કરનાર વ્યક્તિના ઘરમાં પણ દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરશે નહી. આવા વ્યક્તિનું ધન ઘણી જ જલ્દી સમાપ્ત થઈ જાય
છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જો ધનની ઈચ્છા હોય તો ક્યારેય પણ દિવસમાં સુવું જોઈએ નહી.

-એવી માન્યતા છે કે, કામુક વ્યક્તિના ત્યાં પણ માતા લક્ષ્મી રહેતા નથી. આવા વ્યક્તિની પાસે કેટલુય પણ ધન હોય તે ખુબ જલ્દી જ નાશ
થઈ જાય છે. પૌરાણિક કથાઓમાં કામુક વ્યક્તિના તમામ ઉદાહરણ રહેલા છે. જ્યાં દેવરાજ ઈન્દ્રએ કેટલીક વાર કામ ભાવના કારણે પોતાની  સત્તા ગુમાવવી પડી છે ત્યાં જ રાવણના વિનાશનું કારણ પણ બની હતી.

image source

-ક્રોધ પણ મનુષ્યના ધનને નાશ થવાનું કારણ બને છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વિપરીત પરિસ્થિતિમાં ક્યારેય પણ પોતાના મિજાજને
ગુમાવવો જોઈએ નહી. વિપત્તિ દરમિયાન જે વ્યક્તિ સંયમ ગુમાવી દે છે અને ક્રોધ કરે છે, તેમનો અને તેમના ધનનું મોટાભાગે નાશ થાય છે.
શાસ્ત્રોમાં ક્રોધને અસુરોનો ગુણ કહેવામાં આવ્યો છે અને આ કારણે અસુર હંમેશા દેવતાઓથી હારતા રહે છે.

-ધનનું ક્યારેય પણ ભૂલીને પણ અભિમાન કરવું જોઈએ નહી. કોઇપણ પ્રકારનું ઘમંડ આપના વિનાશનું કારણ બને છે.

image source

-કોઈના પ્રત્યેની ઈર્ષ્યા વ્યક્તિની પ્રગતિમાં અડચણ રૂપ બને છે અને આ તેમના નાશનું કારણ બને છે. સાચા અર્થમાં ઈર્ષ્યા કરનાર વ્યક્તિ
પોતાને બાળે છે.

-કોઇપણ વસ્તુને લઈને વધારે મોહ અહિતકાર સાબિત થાય છે. સુખ- સંપત્તિ અને ધનના વિનાશનું કારણ મોહ પણ બને છે. ખરેખરમાં,
જયારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુથી વધારે મોહ થઈ જાય છે તો તેઓ તે વસ્તુને મેળવવા માટે સાચી અને ખોટી વસ્તુઓ વચ્ચે તફાવત નથી કરી શકતા. પરિણામ સ્વરૂપ તેઓ અધર્મના માર્ગે ચાલવા લાગે છે, અંતે પોતાનું બધું જ લુટાવી દે છે.

image source

-શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સંતોષમ પરમ સુખમ! અર્થાત સંતોષ જ જીવનનું સૌથી મોટું સુખ છે. જયારે લાલચ મનુષ્યને વિનાશની
તરફ લઈ જાય છે. લોભના કારણે વ્યક્તિ તે બધું ગુમાવી દે છે જે તેમની પાસે હોય છે. એટલા માટે કોઈ બીજાના ધનને જોઈને લાલચ કરવી
જોઈએ નહી. કૌરવોએ પાંડવોના ધનનો લોભ કર્યો પરંતુ અંતે ધન અને જન બંનેનું નુકસાન થયું.

image source

-પારકી મહિલાઓ પર ખરાબ દ્રષ્ટિ રાખનાર વ્યક્તિનું માન- સમ્માન અને ધન સહિત અન્ય વસ્તુઓ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ પારકી
મહિલા સાથે સંબંધ રાખે છે કે પછી અનૈતિક સંબંધ બનાવે છે, તેમને જીવનમાં ક્યારેય પણ સમ્માન પ્રાપ્ત થતું નથી. આવા ચાલ- ચલન ના
ફક્ત કલંક હોય છે પરંતુ ધન અને જીવન બંનેના નાશ થવાનું કારણ બને છે.