જાણો દિવાળી પર ઘરમાં દિવડા પ્રગટાવવાના ટોટકા વિશે, સાથે જ જાણો શું છે આ ટોટકાનું રહસ્ય

આ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીની રાત્રે ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે. લોકો ઘરની બહાર પણ રોશની કરી અને ઘરને ઝળહળતું કરી દેતા હોય છે. શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે આ દિવસે ઘરના કોઈપણ ખૂણામાં અંધારું રાખવું જોઈએ નહીં. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવા માટે એક અલગ દીવો પણ કરવામાં આવે છે.

image source

આ દિવસો પીત્તળ કે સ્ટીલના પાત્રમાં કરવામાં આવે છે. આ સિવાય શાસ્ત્રોમાં 5 દીવાના ટોટકાનો પણ ઉલ્લેખ મળી આવે છે. તો આજે તમે પણ જાણો કે દિવાળી પર દીવડા સાથે જોડાયેલા કયા કયા ટોટકા તમને લાભ કરાવી શકે છે.

image source

શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે યમરાજને દીપદાન કરવામાં આવે છે. આ દિવો કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. ધનતેરસ પર સામાન્ય રીતે લોકો ઘરમાં દીવા તો કરે છે પરંતુ ખૂબ ઓછા લોકો યમનો દીવો કરે છે. જો કે યમનો દીવો ઘરના બધા જ સભ્યો ઊંઘી જાય પછી કરવાનો હોય છે.

image source

આ સિવાય ધનતેરસની સાંજે ઘરના મુખ્ય દ્વાર પર 13 દીવા અને ઘરની અંદર 13 દીવા કરવાના હોય છે. પરંતુ યમનો દિવો કરવા માટે જૂના દીવડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવામાં સરસવના તેલનો ઉપયોગ કરવાનો હોય છે. આ દિવો ઘરની બહાર દક્ષિણ દિશામાં કરવામાં આવે છે.

કેટલાક ઘરોમાં આ રાત્રે ઘરના વડીલો એક દિવો કરે છે જેને આખા ઘરમાં ફેરવી અને પછી મુખ્ય દરવાજાની બહાર રાખી દેતા હોય છે. ઘરના બાકીના સભ્યો આ ક્રિયા દરમિયાન ઘરમાં જ રહે છે અને દિવાને જોઈ શકતા નથી. માન્યતા છે કે ઘરમાં આ રીતે દિવો ફેરવી અને બહાર મુકવાથી ઘરમાં ફરતી બુરાઈઓ પણ ઘરની બહાર જતી રહે છે.

image source

દિવાળીની રાત્રે ઘરમાં અને ઘરની આસપાસ ખાસ જગ્યાઓએ દીવડા કરવાની પણ પ્રથા છે. કહેવાય છે કે દિવાળીની રાત્રે ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. તેનાથી કરજમાંથી મુક્તિ મળે છે અને આર્થિક તંગી પણ દૂર થાય છે.

image source

આ સિવાય ઘણા લોકો દિવાળીની પૂજા બાદ ઘરમાં આખી રાત અખંડ દિવો કરે છે સાથે જ જાગરણ પણ કરે છે. આ રાત્રે ઘરના મુખ્ય દરવાજા પાસે પણ દિવડા કરવામાં આવે છે.