જાણો દિવાળી પર ફટાકડા ફોડવાની શરુઆત કોણે કરી અને કેવી રીતે થઈ

14 નવેમ્બરના રોજ દિવાળીનો પર્વ ઉજવાશે. દિવાળી પર્વની શરુઆત એકાદશીથી થાય છે. આ દિવસથી ઘરના આંગણે રંગોળી, પૂજા, દીવડાનો ઝગમગાટ અને મીઠાઈ બનાવવાની શરુઆત થઈ જાય છે. આ દિવસથી ભાઈબીજ સુધી દિપોત્સવી ઉજવાય છે.

image source

દિવાળીનો તહેવાર એવો છે કે જેમાં નાના-મોટા સૌ કોઈ માટે કંઈને કંઈ ખાસ હોય છે. પરંતુ દિવાળી સૌથી વધુ ખાસ હોય છે બાળકો અને યુવાનો માટે. કારણ છે કે આ દિવસોમાં શાળા-કોલેજોમાં રજા હોય છે અને તેઓ મિત્રો સાથે ફટાકડા ફોડી મજા માણે છે.

દિવાળીની રાત પહેલાથી જ ફટાકડા ફૂટવાની શરુઆત થઈ જાય છે. કોઈપણ વ્યક્તિનું ઘર એવું નહીં હોય કે જ્યાં ફટાકડા ફોડવામાં ન આવતાં હોય. બાળકો નાના હોય તો ફુલજર જેવા ફટાકડા કરે છે અને મોટા હોય તો આતશબાજીઓ થાય છે. પરંતુ દરેક ઘરમાં ધુમધડાકા તો હોય જ છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવાળીમાં ફટાકડા ફોડવાની પ્રથા કેવી રીતે અને ક્યારથી શરુ થઈ ? તો ચાલો જાણીએ કે દિવાળી પર ફટાકડા ફોડવાની શરુઆત કેવી રીતે થઈ હતી.

દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ

image source

જ્યારે દેશમાં મુગલોનું શાસન હતું ત્યારે ફક્ત દીવા પ્રગટાવી અને દિવાળી ઉજવાતી હતી. જો કે તે સમયે ગુજરાતના કેટલાક નાના વિસ્તારોમાં દિવાળીમાં ફટાકડા ફોડવાની શરુઆત થઈ ચુકી હતી. પરંતુ ઓરંદગઝેબએ દિવાળી પર દીવડા અને ફટાકડાનો ઉપયોગ સાર્વજનિક રીતે કરવા પર પાબંદી લગાવી હતી. પરંતુ ત્યારબાદ અંગ્રેજોનું શાસન આવ્યું અને તેમણે એક્સ્લોઝિવ એક્ટ પાસ કર્યો જે અંતર્ગત ફટાકડા બનાવવા, વેંચવા અને ફોડવા પર પ્રતિબંધ આવી ગયો.

અય્યા નાદર અને શંમુગા નાદરે કરી શરુઆત

image source

વર્ષ 1923માં અય્યા નાદર અને શંમુગા નાદરે આ દિશામાં પગલાં ભર્યા. બંને કામની શોધ કરતાં કરતાં કલકત્તા આવ્યા જ્યાં બંનેએ માચિસની એક ફેક્ટ્રી શરુ કરી. અહીં કામ કરી બંને પોતાના ઘર શિવકાશી પરત ફર્યા. અહીં તેમણે માચિસની ફેક્ટ્રી લગાવી. જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે શિવકાશી તમિલનાડુમાં આવ્યું છે.

1940માં શરુ થઈ ફટાકડાની પહેલી ફેક્ટ્રી

image source

વર્ષ 1940માં સરકાર દ્વારા એક્સ્લોસિવ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું. જેના કારણે એક સ્તરના ફટાકડા પરથી પ્રતિબંધ હટી ગયો. આ વાતનો લાભ લઈ અને નાદર બ્રધર્સે વર્ષ 1940માં ફટાકડાની પહેલી ફેક્ટ્રી શરુ કરી. ત્યારથી શિવકાશી ફટાકડાની ફેક્ટ્રીનું ગઢ બની ગયું.

image source

ફટાકડા બનવાની શરુઆત સાથે જ તેના માલિકોએ દિવાળી પર ફટાકડા ફોડવાની શરુઆત કરી. વર્તમાન સમયમાં શિવકાશીમાં ફટાકડાની 180થી વધુ ફેક્ટરીઓ કાર્યરત છે.