જાણો એવી જગ્યાઓના નામ જ્યાં ગુરુત્વાકર્ષણ પણ છે નકામુ

નમસ્તે મિત્રો, ફરી એકવાર આ લેખમાં આપનું સ્વાગત છે સ્કૂલ મા તમને શીખવવામાં આવ્યું હશે કે ગુરુત્વાકર્ષણ બધે હાજર હોય છે અને તે આખી પૃથ્વી પર એક સરખા સ્વરૂપમાં જ જોવા મળે છે ગુરુત્વાકર્ષણ ને ન્યુટન નામના વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યું હતું અને આજે ન્યૂટન દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતો ને અત્યાર સુધી કોઈ નકારી શક્યું નથી પરંતુ આપણી “પ્રકૃતિ મા” કેટલીક વાર આપણને આવી વિચિત્ર જગ્યાઓ સાથે રૂબરૂ કરવા માટે મજબૂર બનાવે છે જે વિજ્ઞાન ના કોઈ સિદ્ધાંતો ની પરવા કરતા નથી અને આજે અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ અને ઘટનાઓ બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમને એવું લાગશે કે જાણે સર્વત્ર રીતે ફેલાયેલી ગુરુત્વાકર્ષણ શક્તિ ઓ એ અમુક જગ્યાઓ થી મો ફેરવી લીધું હોય .

એવું નથી કે આ સ્થળોએ ગુરુત્વાકર્ષણ નથી હોતું પણ આવી કેટલીક અસરો ને લીધે આ સ્થળોએ ગુરુત્વાકર્ષણ ન હોવાની અનુભૂતિ થાય છે .

image source

1 ” માઉન્ટ એરેગેસ્ટ ” : –

માઉન્ટ એરેગસ્ટ એ ટર્કી ની બાજુમાં આવેલા. દેશ આરમેનિયા ની પશ્ચિમ બાજુ એ આવેલો છે આ પર્વત પર આવેલા રસ્તા પરનાં વાહનો આપમેળે ઉપરની તરફ જવા લાગે છે તમારે બસ તમારી કારનું એન્જિન બંધ કરવું પડશે અને તમારો પગ બ્રેક પર થી ઉંચો લઈ લેવો પડશે અને આટલું કર્યા પછી તમારી કાર ચમત્કારિક રીતે આપમેળે ટેકરી તરફ ચઢવાનું શરૂ કરશે આ એક એવો સવાલ છે કે જેનો જવાબ આજ સુધી કોઈ ની પાસે નથી . એટલું જ નહીં , માઉન્ટ એરેગસ્ટ ની આજુબાજુ કેટલીક નાની નદીઓ પણ છે જે ઉપર થી નીચે તરફ નહિ પરંતુ નીચેથી ઉપર તરફ વહે છે . આ રીતે વિરુદ્ધ દિશામાં પાણીનું વહેવું એક આશ્ચર્યજનક ઘટના છે , ત્યાંના લોકલ લોકો નું એવું કહેવું છે કે પર્વત પર થી નીચે ઉતરતી વખતે તેમને ખૂબ જ બળ પડતું હતું જ્યારે પર્વત પર ઉપર ચડવું તેમને ખૂબ જ સરળ લાગતું હતું આજ સુધી કોઈ નક્કર પુરાવા સાથે આ રહસ્યમય સ્થળો વિશે કોઈ સાબિતી આપી શક્યું ન હતું.

image source

2 ” ધ મિસ્ટ્રી સ્પોટ ” : –

મિસ્ટ્રી સ્પોટ સાન્તાક્રુઝ કેલિફોર્નિયા ના જંગલમાં આવેલું એક રહસ્યમય સ્થળ છે આ સ્થળ આજે પણ વૅજ્ઞાનિકો માટે વણઉકેલ્યો કોયડો બની રહ્યું છે આ રહસ્યમય સ્થળ ની શોધ જ્યોર્જ પ્રિજમ નામના વ્યક્તિ એ કરી હતી જ્યારે જ્યોર્જ પ્રિઝમ સેન્ટાક્રુઝ ના આજુ બાજુ ના વિસ્તારમાં ભટકતા હતા ત્યારે અચાનક તેના હોકાયંત્ર ની સોય તીવ્ર ગતિ એ ફરવા લાગે છે. આ ઉપરાંત જ્યોર્જ ને આ સ્થાન પર ઘણા વધુ રહસ્યમય અનુભવો પણ થયા હતા અને આથી જ્યોર્જે અહીંની જમીનનો થોડો ભાગ ખરીદી લીધો હતો અને થોડા સમય પછી ત્યાં જ્યોર્જે એક મકાન બનાવ્યુ પરંતુ જ્યોર્જ નું આ ઘર સામાન્ય ઘર ન હતું, આ ઘરની રચના એવી રીતે કરવામાં આવી છે કે આ ઘરની અંદરની ગુરુત્વાકર્ષણ ની અસર લગભગ નહિવત પ્રમાણ મા હતી, આ મકાન ની દીવાલ પર તમે તીવ્ર ખૂણા પર અવિશ્વસનીય રીતે ઉભા રહી શકો છો , જો ઘરમાં તમે બોલ ને નીચે સરકાવો છો , તો પછી તે બોલ નીચે જવાને બદલે ઉપર તરફ સરકવા લાગે છે આ બધા દ્રશ્યો જોતાં , એવું લાગે છે કે જ્યોર્જ ના ધરમાં ગુરુત્વાકર્ષણ જેવી કોઇ વસ્તુ જ નથી કેલિફોર્નિયા માં જ્યોર્જ નું ઘર પ્રવાસીઓ મા ખૂબ જ ચર્ચિત છે .

image source

3 ” ધ ઈનવરટેડ વોટરફોલ ” : –

ભારત અને વિશ્વના ઘણા ભાગોમાં તમે સુંદર અને મનમોહક ધોધ જોયા હશે, પરંતુ તમે આજ સુધી જોયેલા તમામ ધોધ ઉપર થી નીચે તરફ વહી રહ્યા હશે પરંતુ રિપબ્લિક ઓફ ચિલી નો આ ધોધ બીજા બધા ધોધ કરતા અસામાન્ય છે આ ધોધ હંમેશા નીચે થી ઉપર તરફ વિરુદ્ધ દિશામાં વહેતો જોવા મળે છૅ આ આશ્ચર્ય જનક કુદરતી ઘટના જોઈને દરેક જણ ના મો આશ્ચર્ય થી પહોળા થઈ જાય છે આ ધોધ ના ઉપર થી નીચે તરફ વહેવાને બદલે નીચે થી ઉપર વહેવાની ઘટના જ તમને આશ્ચર્ય પમાડવા માટે પૂરતી છે તમે આ ધોધ ને ઉલટો વહેતો જોવા માટે રૂબરૂ મુલાકાત પણ લઇ શકો છો માત્ર ચીલી મા જ નહીં પરંતુ આવા અપવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા માં પણ જોવા મળે છે. આ રહસ્ય મય ધોધ નું કારણ જેટલું લાગે છે તેટલું વિચિત્ર નથી, ઉંચી ટેકરી ઓ પર કેટલીક વખત તળિયે થી ઉપર સુધી ખૂબ જ તીવ્ર પવન વાતો હોય છે જેના લીધે ઝરણા નું પાણી પવન સાથે ઉપર તરફ વહી જાય છે પરંતુ આ દ્રશ્ય જોવા વાળા લોકો ને આ ધોધ ગુરતવાકર્ષણ ની અસર થી બાકાત રહી ગયો હોય એવું લાગે છે.

image source

4 ચુંબકીય ટેકરી : – ભારત મા આવેલું લેહ લદ્દાખ એ ભારતનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે, અહીં ની સુંદર વાદી ઓ અહીંના આકર્ષણ નું મુખ્ય કારણ છે, પરંતુ આ સ્થાન પર પણ આવો જ એક રહસ્યમય પ્રાકૃતિક ચમત્કાર જોવા મળે છે, જે ઘણા લોકો માટે એક ગુંચળા ની જેમ વણ – ઉકેલાયેલો છે આ મેગ્નેટિક હિલ ઉપર સરકાર દ્વારા બનાવવા માં હાઇવે લાઇન પર જો કોઈ કાર મુકવામાં આવે તો તે આપો આપ નીચેના બદલે ચઢાણ પર ચડવા લાગે છે આ ઘટના જોવા વાળા લોકો ને એવું લાગે છે કે આ જગ્યા એ ગુરુત્વાકર્ષણ ને બદલે મેગ્નેટિક બળ છે અને આ કારના આપો આપ ઉપર ચડવા ને લીધે એવું પ્રતીત થાય છે કે મેગ્નેટિક ફોર્સ ગ્રેવીટેશનલ ફોર્સ પર ભારે પડ્યો હોય. આ જગ્યા પર લગાવવા માં આવેલું બોર્ડ પણ આવી જ ઘોષણા કરે છે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી શોધખોળ મા વૈજ્ઞાનિકોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે , આપણને સામાન્ય રીતે વૃક્ષો પરથી ઉંચાઈ નો ખ્યાલ આવે છે, પણ વૃક્ષો પણ જો એવા ખૂણે ઉગેલા હોય અને બંને બાજુએ પર્વતો આવેલા હોય , તો આવો ભ્રમ થવો સામાન્ય છે. આ થિયરી બધા સવાલના જવાબ આપી શકતી નથી. લેહ લડાખ માં શા માટે માત્ર એક જ માર્ગ ગુરૂત્વાકર્ષણ વિરોધી છે ? અન્ય સવાલ એ છે કે લેહ લદાખના અન્ય રસ્તાઓ પર આ પ્રકાર ની ચુંબકીય અસર કેમ નથી ? લેહ ઉપર આકાશ માંથી પસાર થતા વિમાન ને આંચકો કેમ અનુભવાય છે ? આ પ્રશ્નોના જવાબ હજી સુધી શોધવાના બાકી છે.

image source

તમારું આ રહસ્યમય ઘટનાઓ વિશે શું કહેવાનું છે , તે તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો . અને ગુરુત્વાકર્ષણ વિરોધી જગ્યાઓ વિશે આજનો અમારો લેખ પસંદ આવ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે પણ શેયર કરો અને જો તમે પણ તમારી આસપાસ મા આવેલી આવી કોઈ જગ્યાની મુલાકાત લીધી હોય તો અમને કમેન્ટ મા જણાવવાનું ચૂકશો નહિ .