જાણો કયા પ્રકારના હેર કલરથી વાળને નથી થતુ નુકસાન, સાથે જાણો હેર કલર કરાવવાની સાચી રીત
હાલના સમય મુજબ હેરકલર કરવો એ એક સામાન્ય બાબત બાબત બની ગઈ છે જેટલું વારંવાર હેરકટિંગ કરવું જરૂરી છે એટલુ જ હેર કલર કરવું જરૂરી બની ગયું છે. અને તેમાં પણ જો દિવાળી જેવો ખાસ તહેવાર આવતો હોય તો તમે તમારા લૂક માટે વધારે સજાગ બનો છો. આ સમયે દરેક વ્યક્તિએ હેરકલર કરતાં પહેલાં એ વિચારવું જરૂરી છે કે હેરકલર તમારા વાળને સૂટ થાય છે? હેરકલર કરતાં પહેલાં અને પછી કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે?

જાણો હેર કલર કેટલા પ્રકારના હોય છે.
પર્મેનન્ટ કલર ઇન્ડિયન સ્કિનને સારા નથી લાગતા

સામાન્ય હેરકલરના બે પ્રકાર હોય છે, એક પર્મનન્ટ અને બીજો સેમી-પર્મેનન્ટ. ‘પર્મેનન્ટ કલરમાં આપણી ઇન્ડિયન સ્કિનને બહુ બ્લૉન્ડ કલર સારા નથી લાગતા. લાઇટ બ્રાઉન, બર્ગન્ડી, કૉપર જેવા કલર જ આપણી સ્કિનને સૂટ થાય છે.
સેમી-પર્મનન્ટ કલર દસથી પંદર દિવસ જ ટકે છે

સેમી-પર્મેનન્ટમાં પિન્ક, બ્લુ, ગ્રીન વગેરે. સેમી-પર્મનન્ટ કલર દસથી પંદર દિવસ જ ટકે છે. આ કલર કરતાં પહેલાં વાળને બ્લીચ કરાવવું જરૂરી છે, જેથી વાળમાં કલર પકડાય. સેમી-પર્મનન્ટ અને પર્મનન્ટ કલર સિવાય બીજો એક કલર છે અમોનિયા-ફ્રી કલર.
જાણો એમોનિયા કલર વાળ માટે કેવા રહે છે

એમોનિયા કલરની વાત કરીએ તો તે વાળને માટે હાર્મફુલ પણ નથી હોતો અને બહુ લોન્ગ-લાસ્ટિંગ પણ નથી હોતો. જેના વાળ બહુ તૂટતા હોય એવા વાળ માટે આ કલર વાપરવામાં આવે છે. બીજા હોય છે પાઉડર-બેઝ્ડ કલર. આ પાઉડર-બેઝ્ડ કલર સસ્તા હોય છે, પણ એ તમારા વાળને પણ ઘણા હાર્મફુલ હોય છે.
હેર કલર કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબત.

હેરકલર કરતાં પહેલાં ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે, હેરકલર કરતાં પહેલાં કોઈ પણ પ્રકારના વાળ હોય એના પર કોઈ પણ પ્રકારનું સિરમ કે પછી તેલ ન લગાડવું. તમારા વાળ ખાલી શૅમ્પૂ કરેલા હોવા જોઈએ. વાળમાં કન્ડિશનર પણ ન લગાવવું. કન્ડિશનર કે ઑઇલ માથામાં હશે તો કલર બરાબર પકડાશે નહીં. હેરકલર કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે તમને કોઈ ચીજની ઍલર્જી તો નથી ને, કેમ કે કોઈ પણ કલર તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. તમને કોઈ પણ પ્રકારની ઍલર્જી કે વાળમાં ખોડો હોય તો હેરકલરથી દૂર જ રહેવું. જો તમે જાતે હેરકલર કરવાના હો તો સૅલોંમાં પૅચ-ટેસ્ટ કરવી. આ ટેસ્ટ પ્રોડક્ટના રીઍક્શનને જાણવા માટે કરવામાં આવે છે.
હેરકલર કર્યા પછી શું કરવું જોઈએ. ?

વાળમાં કલર કર્યા પછી દરેકને એક જ સવાલ હોય છે કે કલર તો કરી દીધો પણ કલર કર્યા પછી વાળને કેવી રીતે સંભાળવા. કલર કર્યા પછી વાળની સંભાળ માટે કલર પ્રોટેક્ટિંગ શૅમ્પૂ, કલર પ્રોટેક્ટિંગ સિરમ અને કન્ડિશનર આ ત્રણ વસ્તુ મહત્વની હોય છે. કલર કર્યા પછી અઠવાડિયામાં ત્રણ વાર વાળ ધોવા. પહેલાં શૅમ્પૂથી વાળ ધોવા અને પછી કન્ડિશનર કરવું અને એના પછી કલર પ્રોટેક્ટિંગ સિરમ લગાડવું.
નુકસાન અને ફાયદો
/__opt__aboutcom__coeus__resources__content_migration__mnn__images__2017__05__woman_washing_conditioning_hair-51c959cd0c084fd0bd604e5e9b04ad8a.jpg)
હેરકલર કરવાથી વાળને નુકસાન પણ નથી અને ફાયદો પણ નથી. બન્ને હેરકલર વાળ માટે એટલા જ હાર્મફુલ હોય છે. હેરકલર ફૅશન માટે કરવામાં આવે છે. આમાં કેમિકલ હોય તો થોડું નુકસાન તો થવાનું છે. એવું નથી કે તમારા વાળ ખરાબ થઈ જાય, પણ તમે જો કોઈ પણ કેમિકલ વાળમાં કે સ્કિન પર લગાડો તો એનું પાંચ ટકા ડૅમેજ થવાના ચાન્સિસ હોય જ છે. એટલે વાળ થોડા ડ્રાય ફીલ થાય જ. વાળ ખરે, પણ સ્કૅલ્પ બળી જાય કે વાળ આખા ને આખા ખરાબ થઈ જાય એવું ક્યારેય નથી થતું. એમાં તમારે આફ્ટર કૅર રાખવી પડે.