આ સમયે જહાન્વી કપૂરની લોકોએ ઉડાવી હતી જોરદાર મજાક, કારણકે કપડા પર…જોઇ તમે તસવીરો?

અભિનેત્રી અવારનવાર પોતાના બોલ્ડ રૂપને કારણે સોશિયલ મીડિયામાં અનેક લોકોના ટ્રોલનો શિકાર બને છે. જો કે આ એક વખતે તો એમને એટલા માટે ટ્રોલ થવું પડી ગયું હતું, કારણ કે એ એમના કપડા પરથી કીમત લખેલ ટેગ હટાવવાનું ભૂલી ગયા હતા. જો કે એ વાતમાં કોઈ જ બેમત નથી કે જહાનવી કપૂર એ યંગ અને સૌથી વધારે ફેશનેબલ અભિનેત્રી છે.

image source

જો કે આ અભિનેત્રી જયારે માત્ર સ્ટાર કીડ હતી, ત્યારે પણ પોતાની સ્ટાઈલ અને ફેશન દ્વારા અનેક મોટી મોટી અભિનેત્રીને ટક્કર આપતી હતી. જો કે એમના ફિલ્મમાં ડેબ્યુ થયા પછી લોકોનું ધ્યાન હવે એમના ક્લોથીંગ ચોઈસ પર પણ રહે છે. આ કારણે હવે એમની જરા સરખી લાપરવાહી પણ ટ્રોલ થવાનું કારણ બની જાય છે. આવું જ ત્યારે પણ થયું હતું, જ્યારે જહાનવી કપૂર એમના નવા ખરીદેલા કપડા પરથી કિમતનું ટેગ હટાવવાનું ભૂલી ગઈ હતી.

જીમ ક્લાસની બહાર જોવામાં આવ્યા હતા

image source

આ પૂરી ઘટના ત્યારે સામે આવી હતી જયારે જહાન્વીને એક વખત જીમ ક્લાસની બહાર જોવામાં આવ્યા હતા. આ સમયે જહાન્વીએ મસ્ટર્ડ યેલો રંગનો સુટ પહેર્યો હતો. જેમાં નેકલાઈન પર સુંદર ફોલોરલ કામ કરવામાં આવ્યું હતું. આ જ થ્રેડ કામને એમના દુપટ્ટા પર પણ બોર્ડર રૂપે રીપીટ કરવામાં આવ્યું હતું. આ ડ્રેસ સાથે જહાન્વીએ સુંદર ઝૂમકા પહેર્યા હતા અને પોતાના ટ્રેડીશનલ દેખાવને પૂર્ણ કરવા માટે પગમાં જુતી પણ પહેરી હતી. તેમજ ચહેરાને મેકપ ફ્રી અને વાળને ખુલ્લા રાખ્યા હતા. આ સાથે જહાન્વી ચનેલનું કાળું પર્સ લઇ જતી નજરે પડી હતી.

પપરાજીએ એમની કેટલીક તસ્વીરો લીધી હતી

image source

જહાન્વીને કલાસથી બહાર આવતા જોઇને ત્યાં હાજર રહેલા પપરાજીએ એમની કેટલીક તસ્વીરો લીધી હતી. એમાંથી કેટલીક સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવી હતી. ઈન્ટરનેટ પર ફોટો જોઇને લોકોનું ધ્યાન એમના દુપટ્ટા પર ગયું હતું, જેના પર હજુ સુધી કિમતનું ટેગ લટકેલું હતું. બસ આટલી જ વાત હતી. આ વાત પર વપરાશકર્તાઓએ એને લઈને જહાન્વીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું અને એમણે અલગ અલગ રીતની કમેન્ટ કરી હતી. કોઈકે લખ્યું હતું કે ‘લાગે છે બિચારી વધારે જ જલ્દીમાં હશે’, તો કોઈકે કમેન્ટ કરી હતી કે ‘સ્ટાઇલીસ્ટ આને ચોરીને લાવી છે કે શું?’

અગાઉ પણ જહાનવી કપૂરને ડ્રેસની કોપી માટે ટ્રોલ કરાઈ હતી

image source

જહાનવી કપૂર પોતાની સ્ટાઈલ માટે ત્યારથી પ્રખ્યાત છે, જ્યારે એ માત્ર સ્ટાર કીડ હતી. ગ્લેમરથી લઈને સાધારણ દેખાવના કપડા સુધી એમની પાસે એવું શ્રેષ્ઠ કલેક્શન હોય છે કે દરેક સ્ત્રી એને પોતાના કબાટનો એક ભાગ બનાવવા ઈચ્છશે. જો કે કેટલીક વાર ફેશન લવર સેલેબ્રેટી આ જ વસ્તુના કારણે ફેન્સ દ્વારા ટ્રોલિંગનો શિકાર પણ બનતા હોય છે. આવું જ ત્યારે થયું હતું, જ્યારે જહાનવી કપૂરની એક એવી તસ્વીર સામે આવી હતી. આ તસ્વીરમાં એમના કપડા કોઈ પ્રતિષ્ઠિત બ્રાન્ડની ડ્રેસ સાથે મળતા આવતા હતા.

image source

ફોટોશુટ સાથે જોડાયેલી હતી આ ઘટના

વાસ્તવમાં આ આખી ઘટના એક ફોટોશુટ સાથે જોડાયેલી છે. એમાં જહાનવી એક અલગ જ અંદાઝમાં નજરે આવી હતી. આ ફોટામાંથી એમણે ઇલેક્ટ્રિક બ્લુ રંગની શોર્ટ ડ્રેસ પહેરી છે. આ સફેદ અને બ્લુ હોલોગ્રામ વાળી ડ્રેસને મુંબઈના ડીઝાઈનરે તૈયાર કરી હતી. આ શોર્ટ ડ્રેસમાં તેઓ ઘણા જ લાજવાબ લાગતા હતા.

image source

સસ્તી કોપી અને ગંદી કોપી પણ કહ્યું હતું

જો કે આ ફોટો સામે આવ્યા પછી જહાન્વીના કપડાઓ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. એક ઇસ્ન્ટાગ્રામ પેજે આ વાતને હાઈલાઈટ કરી હતી કે આ અભિનેત્રીએ જે ડ્રેસ પહેરી છે એ બાલ્મેઇન બ્રેડની આઉટફિટની કોપી હતી. એની સાબિતી આપતા એમણે વાસ્તવિક તસ્વીર પણ પોસ્ટમાં સાથે જ શેર કરી હતી. આ પોસ્ટ સામે આવતા જ લોકોએ જહાન્વીને ટ્રોલ કરવાનું શરુ કર્યું હતું. એમણે અભિનેત્રીની આ અદાને ડ્રેસની કોપી, સસ્તી કોપી અને ગંદી કોપી પણ કહ્યું હતું. આ કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા, પણ જહાન્વીએ આ મુદ્દે કોઈ જ રીએક્શન આપ્યું ન હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span