અહીં બન્યું છે વિશ્વનું પ્રથમ ન્હાવા માટેનું “સોનાનું બાથ ટબ”, એક કલાકના ચૂકવો માત્ર આટલા રૂપિયા અને માણો મજા,PICS
સોનું એ ભારતની સૌથી લોકપ્રિય ધાતુ છે અને સદીઓથી તેનો ઉપયોગ સૌંદર્ય માટેના આભૂષણો બનાવવા અને રાજા રજવાડાઓના વૈભવ માટે થતો આવ્યો છે.

ખાસ કરીને મહિલાઓમાં સોનાને લઈને ખાસ પ્રેમ હોય છે સોનું એના માટે દુનિયાની સૌથી મહત્વની વસ્તુઓ પૈકી એક છે. મહિલાઓ પોતાની નાની નાની બચત કરીને પણ જવેલરી બનાવે છે. પ્રાચીન ઇતિહાસમાં ભારતને ” સોને કી ચીડિયા ” પણ કહેવામાં આવતું. ભારતીયોને સોના પ્રત્યેનો આટલો પ્રેમ હોવા છતાં હજુ સુધી કોઈએ ન્હાવા માટે સોનાનું બાથ ટબ બનાવ્યું હોય તેવો દાખલો નોંધાયો નથી. પરંતુ વિશ્વમાં એક જગ્યા એવી છે જ્યાં ન્હાવા માટે સોનાનું બાથ ટબ બની ચૂક્યું છે.
જાપાનના નાગાસાકી ખાતે આવેલા હોટ સ્પ્રિંગ રિસોર્ટએ પોતાના ગ્રાહકોને લકઝરી અને રાજાશાહી યુગનો અનુભવ કરાવવા સોનાનું બાથ ટબ બનાવ્યું છે. ટબ બનાવનાર હુઇસ ટેન બૉચએ એવો દાવો કર્યો છે કે આ ટબ ખાસ છે કારણ કે દુનિયાભરમાં આ પ્રકારનું બીજું કોઈ ટબ બનાવવામાં નથી આવ્યું.
ટબની બનાવટ પણ છે દમદાર

હોટ સ્પ્રિંગ રિસોર્ટમાં સ્થિત આ બાથ ટબ નાનું એવું નહીં પણ દમદાર છે. ટબનું કુલ વજન 154.2 કિલોગ્રામ જેટલું ભારે છે. એ સિવાય ટબ 130 સેંટીમીટર પહોળું અને 55 સેંટીમીટર ઊંડાઈ ધરાવે છે. ટબનો આકાર એવડો મોટો છે કે તેમાં એક સાથે બે વયસ્ક વ્યક્તિ નહાઈ શકે છે. ખાસ વાત એ કે ટબ બનવવા જે સોનાનો ઉપયોગ કરાયો છે તે 18 કેરેટનું સોનું છે.
આ સોનાનું ટબ બનાવનાર કંપનીના કહેવા અનુસાર આખું બાથ ટબ બનાવવા પાછળ લગભગ 7.15 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભારતીય ચલણ મુજબ તેની કિંમત અંદાજીત 50 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. ગ્રાહકોને આ બાથ ટબમાં એક કલાક સુધી ન્હાવા માટેનો ચાર્જ 48 યુએસ ડોલર એટલે કે લગભગ 3400 ભારતીય રૂપિયા રાખવામાં આવ્યો છે. અહીં વધુમાં વધુ 10 કલાક સુધી નહાવાનો સમય બુક કરાવી શકાય છે.

ગીનીઝ બુકમાં પણ મળ્યું સ્થાન
જાપાનના આ અનોખા સોનાનાં બાથ ટબને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.
source : catch news
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.