જાતે આ રીતે શીખી લો હથેળીની રેખાઓ જોતા, અને જાણો ભવિષ્યની મહત્વની વાતો
જ્યોતિષ શાસ્ત્રની મદદથી કોઈ પણ વ્યક્તિ વિશે ઘણુ બધું જાણી શકાય છે. કોઈ હથેળી જોઈને તેની લવ લાઈફ, કારર્કિદીના ગ્રોથ, ભવિષ્ય અને અન્ય જાણકારી વિશે જાણી શકે છે. આ બાબતો એવી હોય છે કે તેના વિશે જાણવા વ્યક્તિ હંમેશા ઉત્સુક જ રહે છે.

હાથની રેખાઓના જાણકાર કોઈ પણ વ્યક્તિ અન્યની હથેળી જોવે તો તુરંત જ તેને વ્યક્તિત્વ, સંબંધો, સ્વાસ્થ્ય. કારર્કિદી, યાત્રા વગેરે વિશે જણાવી દે છે. આજે તમને જણાવીએ કે તમે જાતે જ કેવી રીતે તમારી હથેળીની રેખાઓને જોઈ અને કેવી રીતે પોતાના જીવનની મહત્વની ઘટનાઓ વિશે જાણી શકો છો.

– સામાન્ય રીતે લોકો આ વાતથી અવગત હોતા નથી કે તેમની આંગળીઓની સાઈઝ અને તેની સ્થિતિ હસ્તરેખા શાસ્ત્રમાં મહત્વ ધરાવે છે. તમારી આંગળીની લંબાઈ વ્યક્તિત્વ વિશે જાણકારી આપે છે. જો તમારી આંગળીઓ લાંબી છે તો તેનો અર્થ થાય છે કે તમે ખતરનાક પ્લાનર છે અને દરેક બાબતે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરો છો.

– તમારી સ્વાસ્થ્ય રેખા અને લાઈફ લાઈનની મદદથી સ્વાસ્થ્ય અને શક્તિ વિશે જાણી શકાય છે. હેલ્થ લાઈન જેટલી સીધી હોય છે તેટલી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી હોય છે. બીજી તરફ, લાઈફ લાઈન એટલે કે જીવન રેખા જેટલી ગાઢ હોય તેટલી તમારી શક્તિ તીવ્ર હોય છે. હેલ્થ લાઈન જીવન રેખામાંથી નીકળી પસાર થતી હોય તો જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
– જો તમારી હૃદય રેખા સાફ અને સીધી અંક સુધી જાતી હોય તો તે દર્શાવે છે કે તમે પરફેક્ટ માણસ છો. બીજી તરફ હૃદય રેખા નાની હોય તો તે દર્શાવે છે કે તે વ્યક્તિ સ્વાર્થી છે અને તેની પોતાની જાતથી જ મતલબ હોય છે. આવા લોકોને સમજી શકવા પણ અશક્ય હોય છે.

– તમારા હાથના અંગૂઠાના બેઝ પાસે બનેલી રેખા તમારા અને તમારા પરીવાર વચ્ચેના સંબંધને દર્શાવે છે. આ રેખા જેટલી મોટી હોય છે એટલા જ તમારા સંબંધ પરીવાર સાથે મજબૂત હોય છે.
– જો તમારી જીવન રેખા સાંકળ જેવી હોય એટલે કે તેના પર તુટવાના, કપાવાના નિશાન હોય તો તે તમારા જીવન માટે સારું સંકેત નથી. આવી રેખા હોય તેને જીવનમાં અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. શારીરિક તેમજ માનસિક તાણ અને પરેશાનીઓ સહન કરવી પડે છે. આવી જીવન રેખા જીવનમાં આવનાર બાધાનો સંકેત કરે છે.

– કેટલાક લોકોની હથેળીની મુખ્ય રેખાઓ એકબીજા પરથી પસાર થતી હોય છે. આ રીતે પસાર થતી રેખાથી હથેળી પર ક્રોસ એટલે કે એક્સ કે ચોકડીનું નિશાન બને છે. આવી નિશાની ધન સંપત્તિ તરફ સૂચક કરે છે. આવા લોકો જે સપના જુએ છે તે પૂરા થાય છે. તેમના જીવનમાં ધનની તંગી રહેતી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.