ભારત-ચીન બોર્ડર, ITBP જવાનોએ માઇનસ ડિગ્રીમાં ઉજવ્યો યોગ દિવસ, તસવીરોમાં જોઇ લો તમે પણ

ભારત-ચીન બોર્ડર – ITBP જવાનોએ 18000 અને 14000 ફૂટની ઉંચાઈ પર માઇનસ ડિગ્રીમાં ઉજવ્યો યોગ દિવસ – તસ્વીરો જુઓ

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવમાં આવે છે. આ વખતે કોરોના વાયરસની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનું આયોજન યોગ દિવસની ઉજવણી માટે કરવામાં આવ્યું નહોતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020નું થીમ આ વાતને ધ્યાનમાં રાખતા ‘યોગ ફોર હેલ્થ – યોગ ફ્રોમ હોમ’ રાખ્યું હતું.

Image
image source

પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીન સાથે થયેલા ઘર્ષણ વચ્ચે સરહદ પર આઈટીબીપી જવાનોએ યોગ કરીને દરેક દેશવાસીનું દીલ જીતી લીધું છે. આ અત્યંત દુર્ગમ વિસ્તારમાં જવાનોએ 18000 અને 14000 ફૂટની ઉંચાઈ પર યોગ કર્યા છે. આ જવાનોના અત્યંત સાહસ અને યોગ પ્રત્યેની નિષ્ઠા જોઈ દરેક ભારતીય તેમને સલામ કરી રહ્યો છે.

18000 ફૂટની ઉંચાઈ પર યોગ

Image
image source

ભારત તિબેટ સરહદ પોલીસ એટેલે કે ITBPના લગભઘ 2000 કરતાં પણ વધારે જવાનોએ લદ્દાખમાં ભારત- ચીન બોર્ડર પર અગ્રિમ સ્થળો પર સાવચેતી વધારવા માટે તેનાત કરવામાં આવ્યા છે. અહીં માઇનસ ડિગ્રી તાપમાનમાં 18000 ફૂટની ઉંચાઈ પર જવાનો યોગ કરતા જોવા મળ્યા છે.

માઇનસ ડીગ્રી તાપમાનમાં યોગ

ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથ મંદીરથી થોડે દૂર વસુધારા ગ્લેશિયર છે. અહીં ઇન્ડિયા-ચાઈના બોર્ડર છે. અહીં પણ આઈટીબીપીના જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ ઉંચાઈ જમીનથી 14000 ફૂટ પર છે. અહીં ગ્લેશિયર પર જવાનો યોગ કરી રહ્યા છે. જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

બરફથી ઢંકાયેલા પહાડો પર જવાનો યોગ કરી રહ્યા છે

આ વખતનું યોગા ડેનું થીમ રહ્યું છે ‘સ્વાસ્થ્ય માટે યોગ – ઘરેથી યોગ’ લોકો દ્વારા પણ આ થીમને ફોલો કરવું જરૂરી છે કારણ કે તેનાથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે મદદ મળે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાખવામાં આવેલા થીમનો ઉદ્દેશ પણ સાર્થક નિવડે. જો કે આપણા સૈનિકો ઘરે નથી. તે ભારતની દરેક બૌર્ડર પર તેનાત છે. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે બોર્ડર પર હાજર સૈનિકો બરફના પહાડ પર યોગ કરી રહ્યા છે.

હિમાલયના ખોળામાં કરવામાં આવેલા આ યોગ તમને ચકિત કરી દેશે

Image
image source

સિક્કિમ હિમાલયમાં 18800 ફૂટ પર યોગનો અભ્યાસ કરનારા આઈટીબીપીના હીમવીરોની તસ્વીરો જોઈ તમે ચકિત રહી જશો. આ તસ્વીરોમાં બરફથી ઢંકાયેલા પહાડ પર જવાનો યોગ કરી રહ્યા છે.

ખારદુંગ લા માં યોગ

Image
image source

લદ્દાખમાં આવેલું ખારદુંગ લા સમુદ્ર સપાટીએથી 18000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. અહી વર્ષનો મોટા ભાગનો સમય તાપમાન માઇનસ ડીગ્રી પર રહે છે. અહીં ફરજ બજાવી રહેલા આઈટીબી પોલીસના જવાનો કેટલાએ ફૂટ બરફથી ઢંકાયેલા પહાડો પર યોગ કરી રહ્યા છે જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

21 જૂન 2015માં પ્રથમ વાર આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવમાં આવી હતી. નવી દિલ્લીના રાજપથમાં 21 જૂન 2015ના રોજ પ્રથમ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તે વખતના આંકડા જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લગભગ 35,985 લોકોએ એકસાથે 35 મિનિટ સુધી લગભઘ 21 પ્રકારના યોગાસનો કરીને એક રેકોર્ડ બનાવ્યો હતો.

Image
image source

JKLI બટાલિયનનો યોગ

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈન્યની જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફ્રેન્ટરી જેને JKLI કહે છે તે બટાલિયને ઇટરનેશનલ યોગ દિવસ પર શ્રીનગરના રંગરેથમાં યોગ કર્યો હતો. આ દરમિયાન બધાએ માસ્ક પણ પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું હતું.

image source

આપણે આપણા ઘરે બેસીને પણ આંતરરાષ્ટ્રિય યોગ દિવસને સમ્માન આપવા માટે પંદર મિનિટ પણ યોગ નથી કરી શકતાં તેની સામે ભારતીય જવાનો માઇનસ ડીગ્રી પર પણ આપણી સંસ્કૃતિને સમ્માન આપીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ગર્વ છે આવા ભારતીય સૈનિકો પર.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.