બોલીવુડની એવી અભિનેત્રીઓ જેમણે સફેદ સાડીમાં નિભાવ્યો દમદાર રોલ…

પોતાના જીવનસાથીને ખોઈ દીધા પછી કોઈપણ સ્ત્રીની સામાજિક, આર્થિક અને માનસિક સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. આવી સ્ત્રીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર છેલ્લા નવ વર્ષથી વિધવા દિવસ મનાવે છે અને એમને અન્યાય અને ગરીબીને કારણે થતી તકલીફો દૂર કરવામાં મદદ કરે છે.

image source

ફિલ્મ જગતની ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેમમવા પડદા પર વિધવાનું પાત્ર ખૂબ જ જબરદસ્ત રીતે ભજવ્યું છે. હોટસ્ટાર પર થોડા સમય પહેલા જ પ્રસારિત થયેલી વેન સિરીઝ આર્યામાં પણ સુસ્મિતા સેને આવું જ પાત્ર ભજવ્યું છે. આ પાત્રોના આધારે એ અભિનેત્રીઓએ વિધવાઓને એમના હક અને એમના પર સમાજમાં થઈ રહેલા અન્યાય સામે સવાલ ઉઠાવવામાં ઘણી મદદ કરી છે. આજે અમે તમને એવા જ કેટલાક વિધવાના પાત્રો વિશે જણાવીશું.

આશા પારેખ

ફિલ્મ – કટી પતંગ

image source

ફિલ્મ જગતની વરિષ્ઠ અભિનેત્રી આશા પારેખે વર્ષ 1971માં શક્તિ સામંતાના નિર્દેશન અને નિર્માણમાં બનેલી ફિલ્મ “કટી પતંગ” માં એક વિધવાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની વાર્તામાં આશાનું પાત્ર માધવી વિધવા નથી પણ એ પોતાની એક મિત્રની ગેરહાજરીમાં વિધવા હોવાનું નાટક કરે છે. માધવીના જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને છે જેનો એ ખૂબ જ સંયમ રાખીને સામનો કરે છે. આ પાત્રમાં આશા પારેખના અભિનયના ખૂબ વખાણ થયા હતા. આ પાત્ર માટે એમને એમના કરીયરનો પહેલો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

જ્યાં બચ્ચન

ફિલ્મ- શોલે

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન શોલે ફિલ્મ આવી ત્યારે જયા ભાદુરી સાથે લગ્ન કરી ચુક્યા હતા અને એટલે જ એ જયા ભાદુરી માંથી જયા બચ્ચન બની ચુકી હતી. વર્ષ 1975માં આવેલી બોલીવુડની સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોમાંથી એક “શોલે”માં જયા બચ્ચને એક વિધવા રાધાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનો ખલનાયક ગબબર ફિલ્મના મુખ્ય કલાકારમાંથી એક ઠાકુરને આખા પરિવારને મારી નાખે છે જેમાં રાધાના પતિનો પણ સમાવેશ થાય છે. જયાએ ઠાકુર પરિવારની શાંત, સુશીલ વિધવાનું પાત્ર ખૂબ જ શાનદાર રીતે નિભાવ્યું હતું.

પદ્મિની કોલ્હાપુરી

ફિલ્મ – પ્રેમ રોગ.

image source

વર્ષ 1982માં રાજ કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ “પ્રેમ રોગ”નો તો આધાર જ એક વિધવાના ફરી લગ્ન કરવા અંગેનો હતો. આ ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરીએ એક મોટા ઘરની વિધવા મનોરમાનું પાત્ર ભજવ્યું છે. મનોરમાનું લગ્ન એક ઠાકુર પરિવારમાં થાય છે પણ થોડા જ સમયમાં એનો પતિ મરી જાય છે. એ પછી મનોરમાની જિંદગીમાં એનો બાળપણનો મિત્ર દેવધર આવે છે અને એ એને પ્રેમ કરવા લાગે છે. અને પછી સમાજના બધા બંધનોને તોડીને એ બંને લગ્ન કરી લે છે. આ પત્ર માટે પદ્મિની કોલ્હાપુરીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

માધુરી દીક્ષિત

ફિલ્મ- મૃત્યુદંડ.

image source

બોલિવુડ જગતની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતએ પણ પ્રકાશ જાના નિર્દેશનમાં વર્ષ 1997માં આવેલી ફિલ્મ મૃત્યુદંડમાં એક વિધવા સ્ત્રી કેટકીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં માધુરીનો અભિનય એના સર્વશ્રેષ્ઠ અભિનયમાનો એક હતો. એ એક વિધવાના રોલમાં પોતામાં ગામના જમીનદારો સામે અન્યાયની લડાઈ લડે છે. અને એ જમીનદારો સામે પોતાના પતિને મોતનો બદલો પણ લે છે. આ પુરુષવાદી સમાજમાં એક દમદાર સ્ત્રીનો રોલ કરવા બદલ માધુરી દીક્ષિતને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો.

લિજા રે

ફિલ્મ- વોટર

image source

દીપા મહેતાની વર્ષ 2005માં આવેલી ફિલ્મ “વોટર” ભારતની વર્ષ 1938ની વાર્તા છે. એ એવો સમય હતો જ્યારે દેશમાં વિધવા થવું એક શ્રાપ સમજવામાં આવતું હતું. દીપાની વાર્તામાં અભિનેત્રી લિજા રેએ એક વિધવા કલ્યાણીની ભૂમિકા ભજવી હતી જે નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા બાદ પોતાના પતિને ખોઈ બેસે છે. પછી કલ્યાણીને એક આશ્રમમાં મોકલી દેવામાં આવે છે. ત્યાં કલ્યાણી એક વિધવાની ભૂમિકા નિભાવતા સમાજની અડચણો ખતમ કરવાનો પ્રયાસ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.