આટલું મોંઘું ઘર ખરીદ્યું જેનિફર લોપેજે, કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી…

હોલીવુડ અભિનેત્રી જેનિફર લોપેજ અને એના મંગેતર એલેક્સ રોડરિગ્ઝે મિયામીના સ્ટાર દ્વીપમાં એક હવેલી ખરીદી છે. હવેલીમાં 10 બેડરૂમ અને 12 બાથરૂમ છે. આ હવેલીની કિંમત 4 કરોડ ડોલર એટલે કે લગભગ 300 કરોડ રૂપિયા છે.જેનિફર અને એલેક્સની આ હવેલી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના મુંબઈ સ્થિત ઘર કરતા લગભગ 8 ઘણી કિંમતની છે.

image source

જેનિફર અને એલેક્સના નવા ઘરમાં એક ખૂબ જ મોટું સ્વિમિંગ પુલ છે. જ્યાંથી બીસ્કેન બે અને મિયામી શહેરના સ્કાઈલાઈનનો નજારો લઈ શકાય છે. 51 વર્ષની જેનિફર જ્યારે 45 વર્ષના એલેક્સ સાથે આ ઘરમાં પ્રવેશ કરશે ત્યારે એ બંને પણ એ ખાસ લોકોના લિસ્ટમાં સામેલ થઈ જશે જે આ અલ્ટ્રા ખાસ એરિયામાં રહે છે. આમાં ઘણા બિઝનેસ ટાયકુન અને અરબપતિ સામેલ છે. આ ઘરમાં મેનિકયોર ગાર્ડન પણ છે, જ્યાં એક ગરમ ટબ, ફુવારો, બાર અને બેસવા માટે જગ્યા પણ છે.

image source

સૂત્રો અનુસાર ઘરના ફર્શ પર ઉત્કૃષ્ટ પ્રકારના પથ્થર લગાવેલા છે. એ સિવાય દીવાલો પમ વિનિશિયન પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. એક લિફ્ટ પણ લગાવેલી છે. એ સિવાગ લિવિંગ રૂમની બાજુમાં જ એક ડાઇનિંગ રૂમ છે. અહીંયા ઔધ5 શૈલીના શેફની રસોઈ, પુસ્તકાલય, વાઇન રૂમ અને એક બીજો રૂમ છે જે પુલ સાઈડ ખુલે છે. બીજા મળે એક સુટ છે જેમાં સીટીંગ રૂમ, એક ઓફીસ અને બે મોટા મોટા ટેરેસ છે. અહીંયાંથી ખાડીનું દ્રશ્ય જોઈ શકાય છે.

image source

એ સિવાય સુઇટમાં એક વિશાળ બાથરૂમ છે. જેમાં ઓલેક્સ/ ગ્લાસ સ્ટીમ શાવર, મોટો વોક એરિયા અને કસ્ટમ સ્પા ટબ છે. માસ્ટર સુઇટમાં એક મોટો વોર્ડરોબ, આઉટડોર ટેરેસ અને સ્ટડી રૂમ અને બાથરૂમ છે. બાથરૂમમાં સ્ટીમ શાવરની સુવિધાની સાથે વિશાલ બાથટબ છે. એમાં એક ગેસ્ટ હાઉસ પણ છે જેમાં બે બેડરૂમ અને બે બાથરૂમ છે. એ સિવાય લોન્ડરી રૂમ સાથે જોડાયેલા બે સ્ટાફ રૂમ પણ છે.

image source

જેનિફર લોપેજ હોલીવુડ એક્ટ્રેસ હોવા સિવાય સિંગર, ડાન્સર, ફેશન ડિઝાઈનર, પ્રોડ્યુસર અને બિઝનેસવુમન પણ છે. એ 2017થી એલેક્સ સાથે રિલેશનમાં છે. ખબરો પરથી જાણવા મળ્યું છે કે નજીકના ભવિષ્યમાં બંને લગ્ન પણ કરવાના છે. જેનિફર જો એલેક્સ સાથે લગ્ન કરે છે તો આ એના ચોથા લગ્ન હશે. આ પહેલા એ ઓજાની નોઆ, ક્રિસ જુડ અને માર્ક એંથોની સાથે લગ્ન કરી ચુકી છે.

image source

જેનિફરના બે બાળકો છે. અને એલેક્સની વાત કરીએ તો બેઝબોલના આ પૂર્વ સ્ટારના આ બીજા લગ્ન હશે. એ પહેલાં એમને 2002માં સાઇકોલોજીસ્ટ સીંથિયા સાથે લગ્ન કર્યા હતા. સીંથિયાથી એમને બે બાળકો છે. 2008માં એમના અને સીંથિયાના છૂટાછેડા થઈ ચૂક્યા છે. એલેક્સના પોપ સિંગર મેડોના સાથે રિલેશનમાં પણ ખબર આવી હતી. જો કે મેડોનાએ એ ખબરને અફવા કહી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span