જેઠાલાલની પત્ની બોલિવૂડની અભિનેત્રીઓને દેખાવમાં ટક્કર આપે એટલી છે સ્માર્ટ અને સ્ટાઇલિશ, તસવીરો પરથી નહિં હટે નજર…

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા 12 વર્ષથી લોકોને ફુલ મનોરંજન પુરુ પાડી રહી છે. ટીઆરપી ચાર્ટમાં તે સતત પોતાનું સ્થાન જમાવી રાખવામાં સફળ રહી છે. પછી ભલે તેમાંથી કોઈ પાત્ર ભજવનાર કલાકાર ગાયબ થઈ જાય કે નવું કોઈ ઉમેરાય પણ આ શોને જોનારાઓની સંખ્યામાં કોઈ જ ઘટાડો વર્ષોથી નથી થયો.

image source

2008ની 28મી જુલાઈએ આ સિરિયલનો પ્રથમ એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો. અને આવતાની સાથે જ શોના પ્રોડ્યુસર્સની આશા બહાર આ શોને ખૂબ જ સફળતા મળી. અને આ શોનું એક એક પાત્ર જાણે ઘરઘરનું પાત્ર બની ગયું હોય તેવું જાણીતુ બની ગયું. અને તેમાં સૌથી વધારે જાણીતું અને લોકપ્રિય પાત્ર છે જેઠાલાલ ગડાનું.

image source

જેઠાલાલ ગડા અને તેમના પત્ની દયા ગડા આ સિરિયલના મુખ્ય પાત્રો છે અને સિરિયલની વાર્તા પણ તેમની આસપાસ અને તેમની સોસાયટીમાં રહેતાં લોકોની આસપાસ ફરે છે. જેઠા લાલ અવારનવાર કોઈને કોઈ નાની મોટ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને તેમના પરમ મિત્ર એવા તેમના ફાયર બ્રિગેડ એટલે કે લેખક તારક મેહતા તરત જ તેમની વહારે આવે છે અને પછી સર્જાય છે હાંસ્ય છોળો, જેઠાલાલનું આ રમૂજી પાત્ર ગુજરાતી કલાકાર દિલીપ જોષી દ્વારા ભજવવામાં આવ્યું છે.

image soucre

છેલ્લા 12 વર્ષથી દિલીપ જોષી આ સિરિયલના શૂટિંગમાં બિઝિ રહ્યા છે અને તેના કારણે તેઓ બીજું કોઈ કામ પણ નથી કરી શકતા. તેમણે અભિનય ક્ષેત્રે 1989માં પ્રવેશ કર્યો હતો. તેમણે ગુજરાતી થિયેટરથી શરૂઆત કરી હતી. અને અભિનયમાં હાથ અજમાવવા માટે તેઓ મુંબઈ જઈને વસ્યા હતા.

image source

જો કે તેમણે પોતાની કારકીર્દીની શરૂઆતમાં ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો, અને ફિલ્મોમાં કામ કરવા છતાં તેમને ક્યાંય નોટીસ નહોતા કરવામાં આવતા જો કે તેમને તે વાતનું ક્યારેય કોઈ દુઃખ નથી રહ્યું. કારણ કે તેઓ એ સારી રીતે જાણતા હતા કે બોલીવૂડ એક સ્પર્ધાત્મક ક્ષેત્ર છે. પણ તેઓ હાર્યા વગર કામ કરતા રહ્યા અને છેવટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠા લાલનું પાત્ર ભજવીને તેમને જે નામના, ખ્યાતિ અને લોકપ્રિયતા મળી તે અદ્વિતિય રહી. આજે લોકો તેમને તેમના મૂળ નામ કરતાં જેઠાલાલથી વધારે ઓળખાય છે.

image source

જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વિષે તો બધા ઘણું જાણે છે પણ તેમના ધર્મપત્ની વિષે લોકો કંઈ ખાસ નથી જાણતા. અને તેઓ પણ જેઠા લાલની ઓનસ્ક્રીન પત્ની દયા જેટલા જ સુંદર છે. તેમનું નામ જયમાલા જોષી છે. તેઓ અવારનવાર પોતાના પતિ દિલીપ જોષી સાથે અવોર્ડ ફંક્શન તેમજ જાહેર કાર્યક્રમોમાં જોવા મળે છે. તેમના બે બાળકો છે ઋત્વિક જોષિ અને નિયતિ જોષી.

image source

દિલીપ જોષી મૂળે પોરબંદરના છે તેમનો જન્મ 26 મે 1968ના રોજ થયો હતો. તેમણે ટેલિવિઝન તેમજ ફિલ્મોમાં ખૂબ કામ કર્યું છે. તેમણે પોતાની એક્ટિંગ કેરિયરમાં સલમાનખાનથી લઈ શાહરુખ ખાન જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. છે તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ મેને પ્યાર કિયા અને હમ આપકે હૈ કોનમાં કામ કર્યું છે. તો શાહરુખ ખાન સાથે તેમણે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીમાં કામ કર્યું છે. પણ તેમની કિસ્મત ત્યારે ચમકી જ્યારે તેમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠા લાલ ગઢાનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો અને તે હીટ થઈ ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span