બૉલીવુડ રિયલ લાઈફ જીજા સાળીની આ જોડી છે બહુ ફેમસ અને નટખટ…

ફિલ્મ જગતમાં અવારનવાર અલગ જોડીઓ પોપ્યુલર બનતી હોય છે. જો કે આજે અમે આપને કપલ જોડી વિશે નથી જણાવી રહ્યા. આજે અમે તમને ફિલ્મ જગતની ફેમસ જીજા-સાળીની જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જીજા અને સાળીનો સંબંધ સામાન્ય રીતે ખૂબ જ નટખટ અને મસ્તીથી ભરેલો હોય છે. આ સબંધમાં હસી મજાક તો ચાલતી જ હોય છે, જેમ બે ભાઈ બહેન વચ્ચે થાય છે. બોલિવૂડમાં પણ આ સબંધો આવા જ હોય છે, અને ફિલ્મ જગતમાં તો અમુક જીજા સાળી ફિલ્મોમાં એકસાથે રોમાન્સ પણ કરી ચુક્યા છે.

શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરે | સાળી – પદ્મિની કોલ્હાપુરે

image source

શક્તિ કપુર એ બોલિવૂડમાં ઘણા જાણીતા સ્ટાર છે. શક્તિ કપૂર પોતાના કોમિક અને વિલનના અભિનયથી ખ્યાતી પામ્યા છે. શક્તિ કપૂરે ૧૯૮૨માં ઘરેથી ભાગી જઈને શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા હતા. શિવાંગી એક જમાનામાં અભિનેત્રી હતી. પરંતુ તેમનું ફિલ્મ કરિયર કઈ ખાસ રહ્યું નથી. જો કે શક્તિ કપૂરની સાળી એટલે કે પદ્મિની કોલ્હાપુરે બોલિવૂડમાં સારું એવું નામ મેળવ્યું છે.

રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી | સાળી – શમિતા શેટ્ટી

image source

શિલ્પા શેટ્ટી માટે ફિલ્મ જગતનું કરિયર ખૂબ સારું રહ્યું છે. લગ્ન પછી હવે તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે. શિલ્પાએ વર્ષ ૨૦૦૯માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા હતા. જો કે રાજને પણ શિલ્પાના લીધે સારી એવી ઓળખ મળી છે. રાજની સાળીનું નામ શમિતા શેટ્ટી છે. શમિતા પોતાની બહેન શિલ્પાની જેમ જ બોલિવૂડમાં નામ કમાવી શકી છે. તેણે વર્ષ ૨૦૦૦માં “મહોબતતે” ફિલ્મથી બોલિવૂડમાં પગ મુક્યો હતો. હાલમાં તે એક્ટ્રેસ સાથે ઇન્ટીરીયર ડિઝાઈનીંગનું કામ પણ કરે છે.

સેફ અલી ખાન અને કરીના કપૂર ખાન | સાળી – કરિશ્મા કપૂર

image source

સૈફ અલી ખાન અને કરીનાના લગ્ન ૨૦૧૨માં થયા હતા. જો કે એમના લગ્ન પહેલા આવેલ ફિલ્મ હમ સાથ સાથ હે માં કરિશ્માએ સૈફ સાથે એક રોમેન્ટિક કપલની ભૂમિકા ભજવી હતી. જો કે કરીનના લગ્ન પછી હવે તે સૈફની સાળી છે. આ સબંધ પછી એમની કોઈ ફિલ્મ એક સાથે જોવા મળી નથી.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના | સાળી – રિંકી ખન્ના

image source

અક્ષય કુમાર હાલમાં બોલીવુડમાં પ્રથમ હરોળના અભિનેતા છે, જેમણે વર્ષ ૨૦૦૧માં બોલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન પછી ટ્વિન્કલે પોતાની ફિલ્મો ખુબ જ ઓછી કરી નાખી હતી. તેમની એક બહેન પણ છે, જેનું નામ રિંકી ખન્ના છે. રિંકી ખન્નાને “પ્યાર મેં કભી કભી” ફિલ્મ બોલીવૂડમાં કામ કર્યું હતું, પરંતુ તે એક સફળ અભિનેત્રી બની શકી નહિ.

અજય દેવગન અને કાજોલ | સાળી – રાની મુખરજી અને તનિષા મુખર્જી

image source

અજય દેવગન બોલિવૂડ સદાબહાર અભિનેતાઓમાંથી એક છે. એમણે વર્ષ ૧૯૯૯માં સહ અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા હતા. જો કે સળીઓ બાબતે તે લકી છે, કારણ કે એમને એક જ નહીં પણ બે સાળીઓ છે. એમની પહેલી સાળી તનિષા મુખર્જી છે, તનિષા કાજોલની સગી બહેન છે. એણે શરૂઆતમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા પ્રયત્ન કર્યો હતો પણ તે નિષ્ફળ રહી હતી. જ્યારે બીજી સાળીનું નામ રાની મુખર્જી છે. એ કાજોલની સગી નહિ પણ સબંધે કાકાની દીકરી છે. રાની મુખર્જીનું નામ તો બોલિવૂડમાં ઘણું મોટું છે, એમને લગભગ બધા જાણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.