જીયો કરી રહ્યું છે 5G ફોનની તૈયારી, આટલી કિંમતે મળી શકે છે તમને આવી જોરદાર સુવિધા

જિયોના ટેલીકોમ સેક્ટરમાં પ્રવેશતાં જ દેશના ગામડે ગામડે, ગલીએ ગલઈ, ખૂણે ખૂણે ઇન્ટરનેટ પહોંચી ગયું છે. આજે ભારત દેશ દુનિયાના સૌથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ ધરાવતા દેશમાં બીજા ક્રમે આવે છે. જેમાં ઘણો બધો હાથ રિલાયન્સનો પણ છે. અને હવે ફરી એકવાર જિયો ધમાલ મચાવવા જઈ રહ્યું છે.

image source

મળેલી માહિતી પ્રમાણે રિલાયન્સ હવે ભારતવાસીઓ માટે સૌથી સસ્તા 5G સ્માર્ટફોન બજારમાં લાવી રહ્યું છે. હાલ તેના પર ખૂબ જ જોરશોરથી કામ ચાલી રહ્યું છે, આ સ્માર્ટ ફોનની કીંમત લગભગ 5 હજાર રૂપિયા સુધીની હશે. જો રિલાયન્સ પોતાના અન્ય પ્રયોગની જેમ આમાં પણ સફળ રહેશે તો ભારતીય સ્માર્ટફોન બજારમાં એક તરખાટ મચી જશે જેમાં કોઈ જ શંકા નથી.

image source

રિલાન્યસ દ્વારા એ પણ કહેવામા આવ્યું છે કે તેઓ શરૂઆતના ધોરણે પોતાના આ સ્માર્ટ ફોનની કીંમત 5000 રૂપિયા રાખશે, પણ ત્યાર બાદ જો તેમને સફળતા મળી અને આ ફોનની ડિમાન્ડ વધી તો તેઓ ફોનની કીંમતને અરધી પણ કરી શકે છે. એટલે કે તેઓ આ ફોનને પછીથી 2500થી 3000માં પણ વેચી શકે છે.

5જી માટે છે 20 કરોડ યુઝર્સનો ટાર્ગેટ

image source

મળેલી માહિતી પ્રમાણે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ પોતાના આ પ્રોજેક્ટ માટે 20 કરોડ ફોન યુઝર્સને લક્ષમાં રાખી રહ્યા છે અને તેમને ધ્યાનમાં રાખીને જ તેઓ 5જી સ્માર્ટ ફોન યોજના પર કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈ કે હાલના યુઝર્સ પાસે 2જીનો બેસિક ફોન છે. અને કેટલાક લોકોને તેના કારણે સ્પીડમાં પણ સમસ્યા નડતી હોય છે.

image source

હાલ ઇન્ટરનેટનો જમાનો છે. લોકો ઇન્ટરનેટ વગર એક ડગલું પણ આગળ નથી વધી શકતાં. પહેલાં ફોનનો ઉપયોગ માત્ર વાતચિત પુરતો અને સંદેશા પુરતો જ મર્યાદીત રહેતો હતો પણ હવે ફોન પર જાણે આખું જગત આવી ગયું છે. મોટા ભાગન લોકો હવે ઓનલાઈન જ પોતાનું કામ કરતા થઈ ગયા છે, કોઈ વસ્તુ ખરીદવી હોય, વેચવી હોય, કોઈના ખાતામાં રૂપિયા જમા કરાવવા હોય, બધું જ ઇન્ટરનેટના ઉપયોગથી થાય છે. અને જ્યારથી જીયો ભારતમાં આવ્યું છે ત્યારથી ઘણું બધું બદલાઈ ગયું છે.

આ સંજોગોમાં રિલાયન્સ હવે લોકો માટે 5જી સ્માર્ટ ફોનનો સસ્તો વિકલ્પ ઉપલબ્ધ કરાવા માટે લાગી ગયું છે. હાલના સમયમાં 5જી ફોનની કિંમત ખૂબ વધારે છે. બીજી બાજુ હજુ સુધી ભારતમાં 5જી નેટવર્ક પણ નથી આવ્યું.

માઇક્રોસોફ્ટ પાસેથી મેળવશે 5જી ફોન માટેની ઓપરેટિંગ સિસ્ટમ

image source

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ થોડા દિવસો પહેલાં પોતાની 43મી એજીએમ આયોજીત કરી હતી જેમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ હતું કે તેઓ અમેરિકન ટેક કંપની સાથે મળીને સસ્તી એન્ડ્રોઇડ સ્મોર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છે. અને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે રિલાયન્સ પોતાના 5જી સ્માર્ટ ફોનની ઓપરેટિંગ સિસ્ટન માટે માઇક્રોસોફ્ટની મદદ લેશે.

તમને જણાવી દઈએ કે હજુ સુધી ભારત સરકાર દ્વારા દેશમાં 5જી નેટવર્કનું એલોટમેન્ટ કવરામાં નથી આવ્યું. તો બીજી બાજુ રિલાયન્સે 5જી નેટવર્ક ટેસ્ટિંગ માટે સરકારની મંજુરી માંગી છે.

image source

આ પહેલાં રિલાયન્સ 4જી માર્કેટમાં ધમાલ મચાવી ચુક્યું છે જેમાં તેને અપાર સફળતા મળી છે. રિલાન્યસ આજે ભારતના લોકોને સસ્તો 4જી સ્માર્ટ ફોન અત્યંત સસ્તા ભાવે વેચી રહી છે, લોકો માત્ર 699 રૂપિયામાં 4જી સ્માર્ટ ફોન રિલાયન્સ પાસેથી ખરીદી શકે છે. આ સિવાય બીજો પણ એક જીયોફોન 2 રિલાયન્સ વેચે છે જેની કિંમત 2999 રૂપિયા છે. પણ હવે 5જી ફોન બનાવીને રિલાયન્સ ફરી એકવાર ટેલિકોમ માર્કેટમાં તરખાટ મચાવશે તેમાં કોઈ જ શંકા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.