જો તમે કરશો આ વસ્તુનું સેવન, તો નખ આપોઆપ જ બનશે મજબૂત અને સુંદર

હાથની સુંદરતામાં  વધારો  કરતા નખની વ્યવસ્થિત સાર-સંભાળ જરૃરી  છે. ફેશનપરસ્ત માનુનીઓને  નખ વધારવાનો  શોખ હોય છે.  જો કે તેઓ નખ તૂટવાની, નખ પીળા કે  બટકણા  થઈ જવા જેવી  ફરિયાદો  અવારનવાર કરતી હોય છે.  તમને પણ  નખની  સમસ્યા  હોય તો તમે કેટલાક ઘરગથ્થુ ઊપચાર અપનાવીને નખનાં  આયુષ્ય અને દેખાવમાં  સુધારો કરી શકો છો. નખ મહિલાઓની સુંદરતાને વધારવાનું કામ કરે છે.

image source

મહત્તમ છોકરીઓ અને મહિલાઓને નખ વધારવા અને તેમને શાઈની રાખવાનું પસંદ કરે છે. તે માટે તે વારંવાર પાર્લર જઈ
મેનિક્યોર કરાવે છે, પરંતુ શું તમને ખબર છે કે, નખને સુંદર અને હેલ્દી રાખવા માટે પાર્લર નહી, પરંતુ પોષણ અને પ્રોટીનથી ભરપૂર આહારનું સેવન કરવુ ફાયદાકારક માનવમાં આવે છે. નખને સુંદર બનાવવા માટે સૌ પ્રથમ નખની પાસેની ડાર્ક સ્કિન પર તમારે ધ્યાન આપવુ જોઈએ. કારણ કે, નખ સુંદર ત્યારે જ દેખાય છે. જ્યારે તમારી સ્કિન હેલ્દી હોય છે. નખને સુંદર બનાવવા માટે આ સુપરહેલ્દી ફૂડ્સને પોતાની ડાયટમાં સામેલ કરો. તો આવો અમે તમને જણાવીએ કે, નખને સુંદર રાખવા માટે ક્યાં ફૂડ્સનું સેવન કરવું જોઈએ.

કોળાં ના બીજ

image source

કોળાના બી નખને પીળા અને ક્રેક થવાથી બચાવવાનું કામ કરે છે. નખને હેલ્દી રાખવા માટે જિંકનું સેવન કરવુ ફાયદાકારક માનવામાં આવે છે અને કોળાના બીમાં ભરપૂર પ્રમાણમાં જિંક મળી આવે છે. જે તમને હેલ્થ અને નખ માટે લાભદાયક બની શકે છે.

ઈંડુ

image source

ઈંડાના વ્હાઈટ ભાગને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. નખને હેલ્દી રાખવા માટે સૌથી વધારે જરૂરી છે પ્રોટીનનો વપરાશ. નખને હેલ્દી રાખવા માટે તમારે ઈંડાનું વ્હાઈટ ભાગનો વપરાશ કરી શકો છે.

દહીં

image source

દહીંને કેલ્શિયમનો એક સારો સોર્સ માનવામાં આવે છે. દહીં સ્કિનને પોષણ આપવાની સાથે રંગતમાં પણ સુધારો લાવવાનું કામ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે નખને શાઈની બનાવવા અને ડેડ સ્કિનને હટાવી ગ્લોઈંગને વધારવામાં મદદ કરે છે.

દાળ

image source

નખને મજબૂત બનાવવા માટે પોતાની ડાયટમાં દાળને સામેલ કરો. કારણ કે, દાળ ન માત્ર તમારા નખને, પરંતુ તમારી આખી હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દાળમાં આયરન, ઝિંક, પ્રોટીન અને બાયોટિનના તત્વ હાજર હોય છે.

અમુક જાળવણીના ઉપાયો

દરરોજ રાત્રે સૂતા પહેલાં નખ અને ક્યુટિકલ્સ પર ગરમ જૈતુનના   તેલથી પાંચ મિનિટ મસાજ કરો.  અને એના પર હાથના મોજા પહેરીને સુવાથી નખ ઝડપથી વધે છે.  જો તમારી પાસે  સમય હોય તો તમે થોેડીવાર  ગરમ તેલમાં   નખને ડૂબાડીને  પણ રાખી શકો છો.

અઠવાડિયામાં  એક વખત એરંડિયાથી હાથની આંગળી અને નખની મસાજ  કરવાથી પણ નખની સુંદરતામાં વધારો થાય છે અને  નખ ચમકીલા  બને  છે.

image source

જો  તમારા નખ કડક થઈ ગયા હોય તો તમે વાટકામાં ગરમ પાણી લઈ એમાં પાંચ – છ ટીપાં  ગ્લિસરીન અને  થોડું સિંધવ મીઠું  નાખીને પાંચ મિનિટ હાથને ડૂબાડી રાખવાથી નખ મુલાયમ   બને છે. તેમજ નખને   સરળતાથી   આકાર આપી શકાય છે.