જો તમે આ રીતે શિયાળામાં રાખશો બાળક અને માતાની કેર, તો ક્યારે નહિં થાય શરદી-ઉધરસ

શિશુ એટલે માત-પિતાનું વિશ્વ..!! શિશુ એટલે લાખો સ્વપ્નોનો સરવાળો !! ધરતી પર આ નાનકડા જીવનું પરિવારમાં આગમન એક નવો જ અહેસાસ છે. આનંદની છોળો અને આશીર્વાદના વરસાદ વચ્ચે માતા- પિતા પર આ બાળકના સર્વાંગી વિકાસની જવાબદારી પણ આવે છે. જોકે આપણાં દેશમાં હવે અનેક લોકજાગૃતિ કાર્યક્રમો અને એજ્યુકેશનને કારણે બાળકના ઉછેરમાં આધુનિક મેડિકલ સાયન્સનું મહત્વ ઉમેરાયું છે. છોકરા-છોકરી વચ્ચેનો ભેદભાવ દૂર થઈ રહ્યો છે, જે ખૂબ જ આવકારદાયક બાબત છે.

image source

વર્તમાન સમયમાં બાળકના જન્મ, ઉછેર, આવશ્યક્તાઓ, પોષણ વિગેરે સંબંધિત અનેક એવી બાબતો છે જેના વિશે માતા- પિતા અને પરિવારજનોએ અવશ્ય ધ્યાન રાખવું પડે છે. નવજાત શિશુની સંભાળ એક મોટી જવાબદારી સમાન છે. શિશુની માવજતમાં પ્રત્યેક તબક્કે માતા પિતાએ સાવધાન રહી તેની વિશેષ સંભાળ લેવી પડે છે. વાતાવરણ, આહાર, નીરોગી તન અને સ્વસ્થ મન, હકારાત્મક વિચારધારા વિગેરે બાબતોની સાથે સ્વચ્છતા, સમય-સારણી, જરૂરી મેડિકેશન, નિયમિત કસરતો વિગેરે બાબતો સીધી નવજાતના તન-મન પર અસર કરે છે.

ચેપથી રક્ષણ

image source

ચેપ નવજાત બાળક માટે ગંભીર કે જીવલેણ નિવડી શકે છે. બાળક ગર્ભમાં હોય ત્યારે અથવા બાળકની આજુબાજુનું પ્રવાહી લિક થાય ત્યારે ચેપની શક્યતા વધી જાય છે. જન્મ પછી પણ નવજાતને ચેપ ન લાગે તે માટે ખાસ તકેદારી રાખવી પડે છે. અગત્યની બાબત એ છેકે, બાળકને  સીધો સ્પર્શ કરતા પહેલાં હાથ સાબુ (બને તો મેડિકેટેડ સોપ) થી ધોવા જોઈએ. શરદી-ઉધરસ થઈ હોય તેવા પરિજનો કે મહેમાનોને બાળકથી દૂર રાખવા.

શરદી-ઉધરસ

image source

જો માતાને શરદી-ઉધરસ થયા હોય તો બાળકને ધવડાવતી વખતે મોં પર માસ્ક પહેરવું હિતાવહ છે. કારણ કે જે વાયરસ અથવા બેક્ટેરિયા મોટી ઉંમરની વ્યક્તિને પરેશાન કરે છે તેનાથી નવજાત શિશુને  ન્યુમોનિયા પણ થઈ શકે છે કેમકે નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. નવજાતના જન્મથી જ તેને અનેક રોગોથી રક્ષણ આપતી રસીઓ ચાલુ થઈ જાય છે. નિયમિત રસીકરણથી શિશુને અનેક જીવલેણ રોગોથી બચાવી શકાય છે અને તેનું સ્વસ્થ ભવિષ્ય નિશ્ચિત કરી શકાય છે.  યાદરાખો – નવજાત શિશુની નાળ પર કોઈપણ પ્રકારનો પદાર્થ લગાવવો નહી અને તેને આપમેળે જ સૂકાવા દેવી. બાળકની નાળ પર લગાવલો પદાર્થ બાળકને ચેપ કરી શકે છે.

વિટામીન ડી

image source

માતાના ધાવણમાં આ વિટામીન પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેને ડૉક્ટરની સલાહ અનુસાર આપવું જરૂરી હોય છે. વિટામીન-ડીથી હાંડકાં મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કેલ્શિયમની ખામી હોય તો દૂર કરી શકાય છે. પરિણામે, કેલ્શિયમની ઉણપથી થતી ખેંચ વિગેરેથી પણ બાળકને બચાવી શકાય છે. અલબત્ત, નિયત માત્રામાં જ આપવું જરૂરી હોય છે વધારે માત્રા પણ હાનિકારક બની શકે છે, તેથી ડૉક્ટરની સલાહ લઈને જ ઉપચાર કરવો જોઈએ.

પ્રસૂતિ પછી માતાની સંભાળ:

image source

સંશોધન બતાવે છે કે ૫૦%થી વધારે માતા મૃત્યુ પ્રસૂતિ બાદના સમયગાળા દરમિયાન થાય છે. રૂઢિ પરંપરાથી, સુવાવડ પછી પ્રથમ ૪૨ દિવસ (૬ અઠવાડિયા) પ્રસૂતિ બાદનો સમયગાળો કહેવાય. આમાં પ્રથમ ૪૮ કલાક અને ત્યારબાદ ૧ અઠવાડ્યું જે માતા અને તેના નવજાત શિશુના આરોગ્ય અને જીવિત રહેવા માટે સૌથી નિર્ણાયક સમય છે, કારણ કે, માતા અને બાળકને લગતી ઘાતક સમસ્યાઓ આ સમય માં થાય છે.માતૃત્વ અને બાળ આરોગ્ય સંભાળના તમામ ઘટકોને લેતા પ્રસૂતિ બાદની સંભાળ અને નવા જન્મેલા બાળકની સંભાળ સૌથી ઓછું મહત્વ અપાયેલા ઘટકો છે. ભારતમાં માત્ર ૬માંથી ૧ મહિલા ને પ્રસૂતિ બાદના સમયગાળામાં દેખરેખ મળે છે.

image source

નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે (એન.એફ.એચ.એસ)ની માહિતી મુજબ, માત્ર ૧૭% સ્ત્રીઓ ઘરે સુવાવડ કર્યા બાદ ૨ મહિનાની અંદર ચેક અપ કરાવે છે. જે ઘરે સુવાવડ કરાવે છે તેમાંથી ફક્ત ૨%ને બે દિવસની અંદર પ્રસુતિ બાદની સંભાળ મળે છે અને ફક્ત ૫%ને પહેલા ૭ દિવસમાં. આ નાની માત્રામાં મહિલાઓમાંથી પણ મોટાભાગની મહિલાઓને સમગ્ર શ્રેણીની માહિતી અને સેવાઓ જે પ્રસુતિ બાદની મુલાકાતમાં મળવી જોઈએ તે નથી મળતી. આ સમયગાળા દરમિયાન તબીબી તકલીફો ગર્ભાશય અને આસપાસના પેશીઓનો ચેપ, મૂત્રાશયનો ચેપ, સર્વિક્સ અને પ્રસૂતિકાળની માનસિક બીમારીની તીવ્ર સ્થાનચ્યુતિ (પ્રોલૅપ્સ). તે મહત્વનું છે કે આ પરિસ્થિતિનું નિદાન અને સારવાર જેટલી જલ્દી થાય એટસુ સારું . આમાંથી કેટલીક વધુ ગંભીર / જીવલેણ જટિલતાઓનું સ્વરૂપ લઈ શકે છે.

આહાર અને આરામ

image source

બાળકના જન્મ બાદ, સ્ત્રીઓને સારી રીતે ખાવું જરૂર – પોતાની તાકાત મેળવવા માટે અને સુવાવડ પછી તબિયત સુધારવા જરૂરી છે. જો સ્ત્રી સ્તનપાન કરાવી રહી હોય તો તેમના આહારમાં વધારાના ખોરાક અને પીણાનો સમાવેશ કરવો જોઇએ. સ્તનપાન કરાવતી માતાએ ગર્ભાવસ્થા વખતે લેવાતા ખોરાક કરતા વધારે ખોરાક લેવો જોઈએ, કારણ કે સ્તનપાન પોષકતત્વોના સંગ્રહ પર મોટી માંગણીઓ કરે છે. કેલરી, પ્રોટીન, લોહતત્વની, વિટામિન અને અન્ય સૂક્ષ્મ પોષણ તત્વો સમૃદ્ધ ખોરાક લેવો જોઇએ. ઉદાહરણ તરીકે, અનાજ દૂધ અને દૂધ ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી અને અન્ય શાકભાજી, ફળો, મરઘાં, માંસ, ઇંડા અને માછલી. સુવાવડ પછી અને સ્તનપાન કરાવતા રહેવાની સમયાવધિમાં ખોરાક પર ગર્ભાવસ્થા વખત કરતા વધારે પ્રતિબંધ હોય છે. આને પ્રોત્સાહન ના આપવું જોઈએ. તેઓએ ચોક્કસાઈથી ભારે માત્રામાં પ્રવાહી લેવા જોઈએ. સ્ત્રીને પ્રસુતિ બાદના સમયગાળા દરમિયાન પુરતો આરામ, પોતાની તાકાત મેળવવા માટે, જરૂરી છે. તેમણે અને તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યોને સલાહ આપવી કે તેમણે તેમના પોતાના અને પોતાના બાળકની દેખરેખ સિવાય કોઇ ભારે કામ ના કરવું જોઇએ.