જો તમે આ ટ્રિક અજમાવશો તો ઇન્ટરનેટ ડેટા નહિં થઇ જાય જલદી પૂરો, જાણો જલદી આ વિશે

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે આપણે બધા પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છીએ અને હજી પણ લાંબો સમય પસાર કરવો પડશે. આ દરમિયાન ના તો કોઈને મળવાનું અને નહી જ બહાર રમવા માટે જઈ શકો છો. અંતે બંધ રૂમમાં કરવું શું ? એવામાં ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ જ એકમાત્ર ઉપાય ધ્યાનમાં આવી રહ્યો હોય છે. એટલા માટે તો પોર્નહબ, એમેઝોન, અને અન્ય એપ દ્વારા પણ ફ્રીમાં સેવાઓ આપવાની શરુ કરી દીધી છે.

પરંતુ આ બધું ઈન્ટરનેટ વગર ચાલી શકે નહી. જયારે ઈન્ટરનેટ ડેટા તો આખો દિવસ ચાલી એમ છે નહી.

image source

એટલા માટે અહિયાં અમે આપને કેટલાક ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી આપ આપના ફોનમાં ઈન્ટરનેટ ડેટાને સેવ કરી શકો છો. આમ કરવાથી આપને ઘણી હદ સુધી મદદ મળશે.

image source

જો આપ આ ઉપાય અપનાવશો તો આપને એક્સ્ટ્રા રીચાર્જ કરાવવાની પણ જરૂરિયાત પડશે નહી અને આપ આખો દિવસ ઓનલાઈન મસ્તી કરતા કરતા પસાર કરી શકશો.

મોબાઈલ/ લેપટોપ યુઝર્સએ શું ના કરવું જોઈએ?

image source

આપ જે પણ માધ્યમથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો. આપને કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ. આપ ઓફીસ, યુનીવર્સીટીના વાઈ- ફાઈનો જેવી રીતે ઉપયોગ કરી રહ્યા હતા તેવી રીતે ઘરે રહીને કરવું જોઈએ નહી. એટલે કે, છુટ્ટા હાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. જરૂરિયાત મુજબ જ વેબસાઈટ ખોલવી જોઈએ.

ઘણા વધારે ટેબ ખોલીને રાખવા જોઈએ નહી. વિડીયો સ્ટ્રીમીંગ વેબસાઈટથી બચવું જોઈએ.

image source

આપે વોટ્સ એપ, ફેસબુક, મેસેન્જર એપ માંથી બાય ડીફોલ્ટ ડાઉનલોડિંગને બંધ કરી દેવું જોઈએ. ઓનલાઈન વિડિયોઝ ઓછા જોવાનો પ્રયત્ન કરવો.

image source

ઓનલાઈન ગેમ રમવાનું પણ ઘટાડી દેવું જોઈએ.

મોબાઈલ પર કરી શકાતા કામને ડેસ્કટોપ વર્જનમાં કરવું જોઈએ નહી.

કૈશ (Cache) ક્લિયર કરવું જોઈએ કે નહી?

image source

કૈશ (Cache) ક્લિયર કરવું જરૂરી છે નહી. જો આપને આ આદત છે તો થોડાક સમય માટે આપે પોતાની આ આદતને છોડી દેવી જોઈએ. કેમ કે, આમ કરવાથી પહેલાથી એડેડ જાણકારીને કલેક્ટ કરવામાં ફરીથી ઈન્ટરનેટ વધારે ખર્ચ થઈ જશે. એટલા માટે આપે કૈશ કરવાથી બચવું જોઈએ.

ઓછા ડેટા ખર્ચ કરીને વિડીયો જોવો.

image source

યુ ટ્યુબ કે પછી અન્ય કોઈ વેબસાઈટ પર વિડીયો જોઈ રહ્યા છો તો એની ગુણવત્તાને ઘટાડી દેવી જોઈએ. એના સિવાય આપે તે વિડીયોની ગુણવત્તામાં ઘટાડો કરીને ડાઉનલોડ કરી લો અને પરિવારની સાથે પણ જોઈ શકો છો.

સોશિયલ મીડિયા યુઝર્સએ શું કરવું જોઈએ?

image source

કેટલાક લોકો ઘણો વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આપે ઉપયોગ કરો પરંતુ ઓટો પ્લે વિડીયોને બંધ કરો, કામ વિનાના લાઈવ વિડીયોને જોવા નહી, વિડીયો અપલોડ કરવાથી બચવું જોઈએ. જો આપ આમ કરશો તો ઓછો ડેટા ખર્ચ કરીને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશો.