જોજો આ 5 હોરર ફિલ્મો ક્યારે પણ ના જોતા રાત્રે, જે બની છે સત્ય ધટના પર
ભૂત આયા
હોરર ફિલ્મોનો ઉલ્લેખ થતા જ કેટલાક વ્યક્તિઓના શરીરમાં કંપન ઉત્પન્ન થઈ જાય છે. એનાથી ઊંધું કેટલાક એવા લોકો પણ છે, જેમને હોરર ફિલ્મો જોવી ખુબ જ પસંદ છે.હવે જો કોઈ હોરર ફિલ્મ કોઈ સત્ય ઘટનાથી પ્રેરિત હોય કે પછી જુના જમાનામાં બની ગયેલ કોઈ ઘટના પર હોરર ફિલ્મ બનાવવામાં આવી હોય તો કેટલાક લોકો તેને વધારે ઉત્સાહિત અને મજા લઈને જોવે છે. આવામાં અમે આપને દુનિયાની કેટલીક આવી જ ડરામણી અને ભૂતિયા ફિલ્મો વિષે જણાવીશું, જે કોઈને કોઈ સત્ય ઘટના પર આધારિત હતી.

વર્ષ ૨૦૧૧માં આવેલ હોરર ફિલ્મ ‘સાઈલેન્ટ હાઉસ’ પણ ખુબ જ ડરામણી ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિનેત્રી એલિઝાબેથ ઓલ્સનએ ફિલ્મ દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. આ હોરર ફિલ્મમાં એક મહિલાની વાર્તા બતાવવામાં આવી છે, જેમાં આ મહિલા કેટલીક અલૌકિક શક્તિ સાથે લડી રહી છે. ખાસ વાત એ છે કે, આ મહિલાની વાર્તા ઉરુગ્વેમાં બની ગયેલ એક ઘટના પર આધારિત હતી.

વર્ષ ૧૯૭૭માં વેસ ક્રૈવનની હોરર ફિલ્મ ‘ધ હિલ્સ હૈવ આઈઝ’ તે સમયની ખુબ જ ડરામણી ફિલ્મો માંથી એક ફિલ્મ હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ સાવેની બીન કબીલામાં ૧૫મી સદીમાં પ્રચલિત એક દંતકથા પર આધારિત હતી.

વિલિયમ ફ્રિડકીનના નિર્દશનમાં બનેલ વર્ષ ૧૯૭૩માં રીલીઝ કરવામાં આવેલ હોલીવુડ ફિલ્મ ‘ધ એગ્જોરસિસ્ટ’ પોતાના સમયની સૌથી ડરામણી ફિલ્મોમાં તેની ગણના કરવામાં આવી છે. આ ફિલ્મ વિલિયમ પીટર બ્લૈટીના આ નામથી પ્રકાશિત નવલકથા પર આધારિત બનાવવામાં આવી હતી. આ ફિલ્મ એવી વ્યક્તિ પર આધારિત છે, જેની અંદર આત્મા આવી જાય છે અને પછી એક ચર્ચના પાદરી તે વ્યક્તિમાંથી આત્માને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.

વર્ષ ૨૦૦૭માં રીલીઝ થયેલ હોલીવુડ હોરર ફિલ્મ ‘પેરાનોર્મલ એક્ટીવીટી’ની ખુબ જ ચર્ચા થઈ હતી. ફિલ્મ ‘પેરાનોર્મલ એક્ટીવીટી’નું નિર્દેશન ઓરેન પેલીએ કર્યું હતું. આ ફિલ્મ એવા કપલની વાર્તા પર બનાવવામાં આવી હતી જેઓ પોતાના ઘરમાં કેટલીક સુપર નેચરલ એક્ટીવીટીઝ થતી હોવાનો અનુભવ કરે છે. આ કપલ પછીથી નક્કી કરે છે કે તેઓ આ ઘટનાઓને પોતાના કેમેરામાં શૂટ કરશે.

વર્ષ ૧૯૯૯માં રીલીઝ થયેલ હોલીવુડ હોરર ફિલ્મ ‘ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ’ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ત્રણ નવ યુવકો ફિલ્મમેકર્સની વાર્તા જોવા મળી હતી, જો કાળી પહાડીમાં છુપાઈ જાય છે પરંતુ પછીથી તેઓ ગાયબ થઈ જાય છે. પાછળથી આ નવયુવકોના કેટલાક વિડીયો અને સાઉન્ડ ઇક્વિપમેન્ટ્સ તે જગ્યાએ મળી આવે છે, જેના આધારે પોલીસ તેઓની શોધખોળ શરુ કરે છે. અંદાજીત એક વર્ષ પછી આ નવયુવકોની વિડીયો ફૂટેજ ત્યાંથી રીકવર કરવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.