તમે ભૂલી તો નથી ગયા ને મહોબ્બતે ફિલ્મનો લીલી આંખો વાળો એ હીરો?
શુ તમને “મહોબ્બતે” ફિલ્મનો લીલી આંખો વાળો એ હીરો યાદ છે, કઈક આવું થયું હતું આ એકટર સાથે.
જુગલ હંસરાજ, કદાચ ફક્ત નામથી તમને આ વ્યક્તિની એક્દમથી ઓળખાણ નહિ પડે, પણ એનો એ આકર્ષક ચહેરો જોશો તો તરત જ એને લગતી ઘણી વાતો તમારા દિમાગમાં આવી જશે.

આ સુંદર અને આકર્ષક આંખોવાળો અને કેટલીય છોકરીઓના દિલ ઘાયલ કરનારો એકટર બોલિવુડને મળ્યો ને જાણે તરત જ ખોવાઈ ગયો. આ એક્ટરની કહાનીથી અત્યારસુધી સૌકોઈ વંચિત હતા. પણ એક સમયના અભિનેતા અને હાલ નોવેલીસ્ટ બની ચૂકેલા જુગલ હંસરાજે પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની બૉલીવુડ સફર વિશે વાત કરી હતી. અને સાથે સાથે એવી પણ કેટલીક વાતો જણાવી જે એમના ફેન્સ કદાચ આ પહેલા નહિ જાણતા હોય.

જુગલ હંસરાજની બૉલીવુડ સફર જેમાં ચડાવ ઓછા અને ઉતાર વધારે રહ્યા છે.આ અભિનેતાએ પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 1982માં આવેલી સુપરહિટ ફિલ્મ માસુમથી કરી હતી. જુગલે આ ફિલ્મમાં નસરૂદિન શાહના ગેરકાયદેસરના દીકરાનો રોલ કર્યો હતો.આ ફિલ્મને એ સમયે ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.એ પછી “આ ગલે લગ જા” ફિલ્મમાં પણ જુગલ દેખાયા હતા અને એ પણ હિટ રહી હતી. એ પછી જુગલ સીધા જ વર્ષ 2000માં આવેલી રોમેન્ટિક ફિલ્મ “મ્હોબબતે”માં દેખાયા હતા.રોમેન્ટિક છોકરાની છબી ઉભો કરતો જુગલનો દેખાવ જોઈ એવું લાગતું હતું કે બોલિવુડમાં જુગલ એનો પગ જમાવી લેશે.

જુગલ ડિરેકટર તરીકે પણ હાથ અજમાવી જોયો. પણ નસીબ હંમેશા બધાને સાથ નથી આપતું અને ધીમે ધીમે આ અભિનેતા લોકોમાં ભુલાતા ગયા.તેની આવી રીતે થયેલી ગેરહાજરી અને એ ક્યાં જતા રહ્યા હતા એ સવાલ પર જુગલ કહ્યું કે “હું ક્યાંય નહોતો ગયો. હું અમુક વસ્તુઓ સાથે વ્યસ્ત થઈ ગયો હતો.”જુગલ આગળ જણાવે છે કે ” મને તે વખતના જાણીતા ફોટોગ્રાફર ગૌતમ રાજધ્યક્ષ એ શોધ્યો હતો. મારા બીજા જન્મદિવસના લગભગ અઠવાડિયા પહેલા મેં પહેલીવાર એક કમર્શિયલ શૂટ માટે કેમેરાનો સામનો કર્યો હતો.માસૂમ ફિલ્મ પછી, મેં મનમોહન દેસાઈની એક ટીનએજ લવસ્ટોરી વાળી ફિલ્મ સાઈન કરી હતી. પણ કમનસીબે એ ફિલ્મ રિલીઝ જ ન થઈ પણ એ મારી પહેલી ફિલ્મ હતી જ્યાંથી મેં મારી સફર શરૂ કરી હતી”“જુગલના લગભગ 40 જેવા પ્રોજેકટ ક્યારેય આગળ વધ્યા જ નહીં અને એના લીધે ઘણી ખોટ જુગલને પડી.

જુગલ જણાવ્યું કે ” મારી જિંદગીમાં ઘણા ઉતારચડાવ આવ્યા છે. મારા કમનસીબે મને ઘણી એવી ફિલ્મો ઓફર થઈ હતી જેમાં મારી મુખ્ય ભૂમિકા હતી પણ એ ફિલ્મો ક્યારેય શરૂ જ ન થઈ. જો હું ગણવા બેસું તો એવી ફિલ્મોની સંખ્યા 40 જેવી હતી જે મને મળી હતી, મેં એને સાઈન કરી હતી પણ ફિલ્મ શરૂ જ ન થઈ શકી. મેં ઘણા ટીવી પ્રોજેકટ પણ કર્યા હતા અને થોડીક ફિલ્મોનું ડાયરેક્શન પણ કર્યું. આમ મારી સફર ઘણી રસપ્રદ રહી. હું ઘણા લોકોને મળ્યો છે એમાંથી મોટાભાગનાં લોકોનું વર્તન મારી સાથે સારું રહ્યું છે”

જુગલે ઇન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું હતું કે “મને એમ લાગે છે કે મને મારા ચાહકોએ ઘણું પ્રોત્સાહન આપ્યું છે. હા કદાચ મીડિયાએ મારી હાજરીની ખાસ નોંધ નથી લીધી પણ એની પાછળ પણ એ કારણ હોઈ શકે કે હું ખાસ મીડિયા સામે આવતો નહોતો. પણ આ સિવાય મને મારા કામ માટે હંમેશા હકારાત્મક પ્રતિભાવ જ મળ્યા છે.”
ડિરેક્શન ક્ષેત્રે પણ જુગલનું નસીબ ન ચમકયું.
ડિરેકટર તરીકેની જુગલની સફરની વાત કરીએ તો, જુગલે સારી રીતે શરૂઆત કરી હતી. જુગલે ડાયરેકટ કરી હોય એવી પહેલી ફિલ્મ હતી એક એનિમેટેડ.રોડ સાઈડ રોમિયો નામની આ ફિલ્મે ત્રણ નેશનલ એવોર્ડ જીત્યા હતા. જુગલે ડાયરેકટ કરેલી બીજી ફિલ્મ હતી “પ્યાર ઇમ્પોસીબલ” જેમાં પ્રિયંકા ચોપરા અને ઉદય ચોપરા એ ભૂમિકા ભજવી હતી. આ વિષય પર જુગલ જણાવે છે કે ” હું એક્સએલ એન્ટરટેઈનમેન્ટ માટે લગભગ એક ફિલ્મ ડાયરેકટ કરવાનો જ હતો ત્યાં જ કાયદાકીય તકલીફના કારણે ફિલ્મ માળિયે ચડી ગઈ. આશુતોષ ગોવારીકર સાથે ફિલ્મ ડાયરેકટ કરતી વખતે ફરી એકવાર આવું જ થયું. એક અભિનેતા અને ડાયરેકટર તરીકે મારી સાથે આવું ઘણીવાર થયું હતું”

એમને પિંકવિલાને આગળ જણાવ્યું કે ” જો નસીબની ઉજળી બાજુ જોઈએ તો મને મળેલો નેશનલ એવોર્ડથી મને પ્રોત્સાહન મળ્યું. એ મારા માટે ખૂબ જ ખાસ હતો. હું પૂરેપૂરી રીતે શાનભાન ભુલાવી ચુક્યો હતો જ્યારે મને ખબર પડી કે મારી પહેલી જ ફિલ્મને ત્રણ ત્રણ એવોર્ડ મળ્યા છે”

નસીબનું પાંદડું પલટયું ને જુગલ હંસરાજ એક નોવેલીસ્ટ તરીકે ફરી આપણી સામે આવી ગયા.તમને આશ્ચર્ય થશે કે અભિનેતા માંથી ડિરેકટર બનેલા જુગલ હંસરાજ લેખક કઈ રીતે બની ગયા? જુગલનું પુસ્તક “ક્રોસ કનેક્શન: ધ બિગ સર્કસ એડવેન્ચર” એ એમની બીજી એનિમેશન ફિલ્મની વાર્તા છે. આ વિશે જુગલ જણાવે છે કે ” મારો આ પ્રસ્તાવ સૌને ગમ્યો હતો અને આ વાર્તા YRF અને ડિઝની બન્ને દ્વારા પસંદ કરવામાં આવી હતી પણ અમુક વ્યવસાયિક કારણોને લીધે ફિલ્મનું કામ આગળ ન વધ્યું.એટલે મારી પાસે સ્ક્રીપટ અને ડાયલોગ મારી પેન ડ્રાઇવમાં હતા જ. 2015ની શરૂઆતમાં હું એક કામ કરતો હતો ત્યારે મારા હાથમાં આ પેન ડ્રાઈવ આવી અને ત્યારે મને અહેસાસ થયો કે આ વાર્તા પર ફિલ્મ નહોતી બની શકી, પણ આ વાર્તા લોકો સુધી પહોંચે એવું હું ઇચ્છતો હતો એટલે મેં એને નવલકથા રૂપે લખવાનું નક્કી કર્યું અને મને એમાં ઘણી મજા પણ આવી”

જુગલ આગળ જણાવે છે કે “મારી સાથે એવું ઘણીવાર બન્યું કે મેં તે સમયના જાણીતા પ્રોડ્યુસર અને ડિરેકટર સાથે ફિલ્મ સાઈન કરી પણ એ ફિલ્મ પર કામ શરૂ જ ન થયું અને એ કારણે હું ખૂબ જ ઉદાસ અને ડિપ્રેસ થઈ ગયો હતો. હું મારા રૂમમાં ભરાઈ રહેતો અને કોઈની સાથે વાત નહોતો કરતો. પણ જેમ જેમ હું મોટો થતો ગયો ,મેં એ વિશે વિચારવાનું છોડી દીધુ.મારા જીવનમાં બીજી પણ ઘણી અગત્યની વાતો હતી. અને હવે એ બધી વાતો મને જરાય અસર નથી કરતી. હું ઘણી જ ઝડપથી આગળ વધી ગયો”
જુગલે એની બીજી નવલકથા લગભગ પુરી કરી લીધી છે અને જલ્દી જ એ પબ્લિશ પણ થઈ જશે. કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એને પબ્લિશ કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.