બધો સમયનો ખેલ છે સાહેબ, નહિતર આજે ત્રણ ખાનની જગ્યાએ હોત આ બોલીવુડ અભિનેતાઓ.

બધો સમયનો ખેલ છે સાહેબ, નહિતર આજે ત્રણ ખાનની જગ્યાએ હોત આ બોલીવુડ અભિનેતાઓ.

-ગોવિંદા.:

image source

ગોવિંદાનું આખું નામ ગોવિંદા અહુજા છે. તેમનો જન્મ ૨૧ ડીસેમ્બર, ૧૯૬૩ના રોજ થયો હતો. ગોવિંદા બોલીવુડના સુપરસ્ટાર હોવાની સાથે ડાંસર અને રાજનેતા પણ છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ ‘ઇલ્જામ’થી કરી. ગોવિંદાને તેમની હીટ ફિલ્મો માટે બાર ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે. ગોવિંદાએ ‘નસીબ’, ‘દુલ્હે રાજા’, ‘છોટે મિયા બળે મિયા’, કુલી ન.૧’, અને ‘હીરો ન.૧’ જેવી હીટ ફિલ્મો આપી છે. ક્યારેક બોલીવુડમાં ત્રણેવ ખાન પર ભારે પડનાર ગોવિંદાનો ફિલ્મી કરિયર ગ્રાફ નીચે આવી ગયો. ત્યાર પછી ગોવિંદા પોતે રાજનીતિ તરફ વળી ગયા, ગોવિંદા મુંબઈના ઉત્તર નિર્વાચન ક્ષેત્ર માંથી રામ નઈકને હરાવીને સાંસદ તરીકે પસંદ થયા છે.

-સંજય દત્ત.:

image source

સંજય દત્ત બોલીવુડ ફિલ્મ અભિનેતાની સાથે ફિલ્મ નિર્માતા પણ છે. સંજય દત્તનો જન્મ ૨૧ જુલાઈ, ૧૯૫૯ના રોજ થયો હતો. તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ ‘રોકી’થી કરી હતી. હિન્દી સિનેમામાં આ પોતાના બિન્દાસ કામ માટે જાણીતા છે. સંજયએ ‘ખલનાયક’, ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’, ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘પોલીસ’ જેવી હીટ ફિલ્મો હિન્દી સિનેમાને આપી છે. ક્યારેક બોલીવુડમાં બાદશાહત રાખનાર સંજય દત્તનું કરિયર તેમની ગુંડાની છાપના કારણે ખરાબ થઈ ગયું. તેમને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલામાં પાંચ વર્ષ જેલની સજા ભોગવવી પડી. નહી તો સંજય ત્રણેવ ખાન પર ભારે પડનાર હતા.

-અક્ષય ખન્ના.:

image source

બોલીવુડ સ્ટાર અક્ષય ખન્નાનો જન્મ ૨૭ માર્ચ, ૧૯૭૫ના રોજ મુંબઈમાં થયો હતો. અક્ષયે વર્ષ ૧૯૯૭માં ફિલ્મ ‘હિમાલય પુત્ર’થી પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી. અક્ષય પ્રસિદ્ધ અભિનેતા વિનોદ ખન્નાના પુત્ર છે. અક્ષય ખન્નાએ બોલીવુડને કેટલીક હીટ ફિલ્મો આપી છે જેમાં ‘તીસ માર ખાં’, ‘ગલી ગલી મેં ચોર હૈ’, ‘શોર્ટકટ’, ‘સેક્શન 375’, ‘આજા નચ લે’, ‘મેરે બાપ પહેલે આપ’, ‘રાજા ઉદય સિંહ’ મુખ્ય છે.

-રાહુલ રોય.:

image source

રાહુલ રોય ૯૦ના દશકના પ્રસિદ્ધ અભિનેતા અને મોડલ છે. તેમની માતા પણ ૯૦ના દશકની રાઈટર હતી. રાહુલ રાયે પોતાની પહેલી ફિલ્મ ‘આશિકી’ કરી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને રાહુલ રોય રાતોરાત સ્ટાર સેલીબ્રીટી બનાવી દીધા. પણ ત્યારપછી કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ ખાસ ઓળખ બનાવવામાં અસફળ રહ્યા. એક સમય હતો જયારે તેમણે એકસાથે ૬૦ ફિલ્મો સાઈન કરી લીધી પરંતુ તેઓ એટલા વ્યસ્ત થઈ ગયા કે ઘણી ફિલ્મોનું સાઈનિંગ અમાઉંટ પરત કરવું પડ્યું. પછી તેમની મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ ફક્ત મહેશ ભટ્ટની કેટલીક ફિલ્મો બોક્સઓફીસ પર ચાલી શકી.