લોકડાઉનના કારણે જૂની સિરિયલથી દુરદર્શનને થઈ રહી છે અઢળક કમાણી, અભિનેત્રીએ કહ્યું- નફામાં ભાગ આપો

લોકડાઉનના કારણે જૂની સિરિયલથી દુરદર્શનને થઈ રહી છે અઢળક કમાણી, અભિનેત્રીએ કહ્યું- નફામાં ભાગ આપો

કોઈપણ ફિલ્મ કે ટીવી સીરિયલના હિટ થવા પાછળ એની આખી ટીમની મહેનત હોય છે.કલાકારોથી લઈને ટેક્નિસિયન સુધી બધા જ એક પ્રોગ્રામને બનાવવામાં ફાળો આપે છે. કદાચ જ એવું ક્યારેય બન્યું હશે કે કોઈ સીરિયલના બધા જ એપિસોડને બીજીવાર પર પણ પહેલા જેવો જ પ્રેમ મળ્યો હોય.પણ લોકડાઉનમાં આવું જ કંઈક થઈ રહ્યું છે દૂરદર્શનની સાથે.

image source

દૂરદર્શન પર ૮૦ અને ૯૦ની સાલની કેટલીક જૂની સિરિયલ એકવાર ફરી શરૂ કરવામાં આવી છે.લોકડાઉનના કારણે દેશવાસીઓ તરફથી આ બધી જ સિરિયલને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.એટલું જ નહીં અત્યારસુધી ટીઆરપીમાં પણ બધા જ રેકોર્ડ તોડી આ સિરિયલ આગળ નીકળી ગઈ છે. રામાનંદ સાગરની ” રામાયણ” થી લઈને બીઆર ચોપડાની “મહાભારત” અને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની “ચાણક્ય” થી ચેનલ ખૂબ જ ટીઆરપી મેળવી રહી છે.

દુરદર્શનની ટીવી સીરીયલ “બુનિયાદ” માં મુખ્ય રોલ કરનારી જાણીતી અભિનેત્રી પલ્લવી જોશીએ ડેક્કન હેરાલ્ડ સાથે વાતચીત દરમ્યાન પોતાના વિચાર રજૂ કર્યા છે.પલ્લવીના મંતવ્યે ભલે સિરિયલનું પ્રસારણ બીજીવાર થઈ રહ્યું હોય, પણ કલાકારોને એના નફાનો ભાગ મળવો જોઈએ.જો પ્રોડ્યુસરને વધારાના પૈસા મળી રહ્યા હોય તો એમને એનો અમુક ભાગ કલાકાર અને ટેક્નિસિયનને પણ આપવો જોઈએ.

image source

“રામાયણ”ની સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયાએ પણ પલ્લવી જોશીની વાત સાથે સહમતિ દર્શાવી છે. એવામાં હવે જોવું રહ્યું કે પ્રોડ્યુસર એ લોકોની વાતો ગંભીરતાથી લે છે કે નહીં.