એક વર્ષ પહેલાં જ આ જ્યોતિષીએ કરી હતી કોરોના મહામારીની આગાહી, જાણો ક્યારે થશે ખતમ

દેશમાં કોરોના સંક્રમણનો આંક 75 લાખને પાર અને વિશ્વમાં 4 કરોડને પાર પહોંચ્યો છે ત્યારે કોરોના સંક્રમણને લઈને અનેક મુશ્કેલીઓ આવી રહી છે. જો તમે માનો છો કે આ સંક્રમણ જલ્દી ખતમ થઈ જશે તો તે ભૂલ છે. આ સંક્રમણના ચક્રને સંપૂર્ણ રીતે ખતમ થવામાં 2026 સુધીનો સમય લાગી શકે છે. આ સમય સુધી પ્રોટોકોલ અને નિયમોનું પાલન જ તમને સંક્રમણથી બચાવી શકે છે.

image source

બ્રિટનની સૌથી પ્રસિદ્ધ જ્યોતિષીએ કોરોનાને લઈને એક વર્ષ પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી. તેઓએ તેને માટે મહત્વપૂર્ણ તારીખ પણ જાહેર કરી હતી. હવે 56 વર્ષની જ્યોતિષી જેસિકા એેડમ્સે કહ્યું કે કોરોના મહામારી 2026માં ખતમ થશે. તેઓએ એમ પણ કહ્યું છે કે બ્રિટનમાં આવતા વર્ષે કોરોના ખતમ થઈ જશે. આશ્ચર્યની વાત તો એ છે કે જેસિકાએ આ આગાહી 1 વર્ષ પહેલાં જ કરી હતી. એટલું જ નહીં આ મહામારીના આધારે તેઓએ પોતાની લાઈફ પણ બદલી લીધી હતી.

image soucre

એક રિપોર્ટ અનુસાર જ્યોતિષી જેસિકા એડમ્સનું કહેવું છે કે બ્રિટનમાં કોરોના આવતા વર્ષે ખતમ થઈ જશે. મહામારીની આગાહી એક વર્ષ પહેલાં કર્યા બાદ તેઓએ પોતાની લાઈફમાં અનેક ફેરફાર કરવાના શરૂ કર્યા. તેઓએ પોતાના કામના સમયને ઘટાડીને અડધો કરી દીધો હતો. આવનારા પ્રોગ્રામ્સ પણ કેન્સલ કરી દીધા હતા.

image source

માર્ચમાં એક ખાસ દોસ્ત માટે ડિનર પાર્ટીની જાહેરાત કરી હતી તેને પણ કેન્સલ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે જેસિકાએ લંડનનું ઘર છોડી દીધું છે અને તે તસ્માનિયામાં રહેવા ગઈ છે. ત્યાં તે એકલી રહે છે. તેની સાથે 2 શ્વાન અને એક મરઘી રહે છે.

અગાઉથી જ કહ્યું હતું કે 10 જાન્યુઆરી 2020નો દિવસ મહત્વનો હશે

image soucre

કોરોના મહામારી શરૂ થયાના 1 વર્ષ પહેલાં જ જેસિકાએ એમ પણ કહ્યું કે 10 જાન્યુઆરી 2020ની તારીખ ખાસ હશે. આ દિવસે કોરોનાના પહેલા મોતની ખબર આવી હતી. જો કે જેસિકાએ મહામારીની ભવિશ્યવાણી કરી હતી ત્યારે અનેક લોકોએ તેની પર ધ્યાન આપ્યું નહીં.

image source

જેસિકાએ એમ પણ કહ્યું છે કે આ વર્ષે ક્રિસમસ ના 4 દિવસ પહેલાં ચીજો બદલાઈ જશે. યુધ્ધ વિના જ વિશ્વયુદ્ધની સ્થિતિ જોવા મળશે. ઐતિહાસિક ચક્ર બેવડાઈ રહ્યું છે અને આપણે વચ્ચે પીસાઈ રહ્યા છીએ. આ 2026માં ખતમ ખશે. તેઓએ કહ્યું કે સંપૂર્ણ પરિવર્તન આવવા જઈ રહ્યું છે. બધું બદલાઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.