જાણો કૈલાશ પર્વતથી જોડાયેલા આ વણઉકેલ્યા રહસ્યો, જેને આજ સુધી નાસા પણ ઉકેલી શકી નથી.

વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ અને વસ્તુઓ છે જેમના પોતાના અનેક રહસ્ય હોય છે જેને આજસુધી કોઈ ઉકેલી શક્યું નથી. ફક્ત વિશ્વમાં જ નહિ આપણા દેશમાં પણ એવી અનેક જગ્યાઓ છે જે ઘણી જ રહસ્યમય જગ્યાઓ છે, ઘણી જગ્યાઓનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું. આજે પણ આપણે આપણા દેશની એવી જ એક જગ્યા વિષે જાણીશું, આ જગ્યા છે કૈલાસ પર્વત. હા તમે સાચું વાંચી રહ્યા છો આવો તમને વિગતે જણાવીએ.

image source

કૈલાશ પર્વત વિશે આપણે સૌ જાણીએ છીએ કે આ ભગવાન શિવનું ઘર છે, કૈલાશ પર્વતમાં જ ભગવાન શિવ વિરાજમાન છે. કૈલાશ પર્વત વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. આ સાથે જ કૈલાશ પર્વત કેટલીક અપ્રાકૃતિક શક્તિઓનું કેન્દ્ર માનવામાં આવે છે. કૈલાશ પર્વતનો આકાર પિરામિડ જેવો છે. કૈલાશ પર્વતમાં કઈકેટલાય રહસ્યો છુપાયેલા છે. જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.

image source

કૈલાશ પર્વતને અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા આને શક્તિઓનો ભંડાર માને છે. વૈજ્ઞાનિકોને આ પર્વતની શક્તિઓ વિશે વધારે ને વધારે જાણવાની ઈચ્છા છે. કૈલાશ પર્વત વિશે સતત સંશોધન ચાલી રહ્યા છે. ભારત જ નહીં, નાસા અને રુસના વૈજ્ઞાનિકો પણ કૈલાશ પર્વતના વણઉકેલ્યા રહસ્યોને ઉકેલવાનું કામ કરી રહી છે.

image source

રુસના વૈજ્ઞાનિકોનું એવું માનવું છે, કે કૈલાશ પર્વત એક્સીસ મૂંડી છે અહીંયા માણસ મોટા માં મોટી શક્તિઓના સંપર્કમાં સરળતાથી આવી જાય છે. પૃથ્વી પર આ સ્થળ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આજ સુધી કોઈપણ વ્યક્તિ કૈલાશ પર્વતની ટોચ સુધી નથી પહોંચી શક્યું, પરંતુ કેટલાક લોકો એવું માને છે કે ૧૧મી સદીમાં તિબ્બત ના એક યોગી જેમનું નામ મિલારેપા હતું. તેઓ કૈલાશ પર્વતની ટોચ સુધી પહોંચ્યા હતા, પરંતુ આ વાત પર એક રહસ્ય બનેલુ છે.

image source

કૈલાશ પર્વત પર ૨ ઝરણાંઓ છે આ બંને ઝરણાઓ રહસ્યપૂર્ણ છે. એક ઝરણાંનો આકાર સૂર્ય જેવો દેખાય છે, જ્યારે બીજું ઝરણું ગંદુ ઝરણું છે તેનો આકાર ચંદ્રમા જેવો દેખાય છે તેવું માનવામાં આવે છે. જુના શાસ્ત્રો મુજબ કૈલાશ પર્વત પર કોઈપણ વ્યક્તિ સશરીર ટોચ સુધી નથી પહોંચી શકતું આ સાથે જ અહીંયા દેવી દેવતાઓનો નિવાસ છે તેવું માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.