કૈલાશ ખેરની લાઇફમાં એવુ તો શું બન્યુ હતુ કે જેના કારણે કર્યો હતો આપઘાતનો પ્રયાસ

બોલીવુડ જગતમાં પોતાન સુફી ગીતોના કારણે ઓળખાતા ગીતકાર કૈલાશ ખેર હવે ૪૭ વર્ષના થઇ ગયા છે. એમનો જન્મ મેરઠમાં ૭ જુલાઈ ૧૯૭૩ના દિવસે થયો હતો. જો કે એમણે વર્ષ 2009માં મુંબઈની બેસ્ટ વિદ્યાર્થીની શીતલ ભાન સાથે વેલેન્ટાઈન ડેના દિવસે જ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બે વર્ષ પછી એટલે કે વર્ષ 2011માં એમના ઘરે કબીરનો જન્મ થયો હતો. કૈલાશ ખેરની પત્ની ઊંચાઈમાં એમનાથી લાંબી છે અને સુંદર પણ છે. કૈલાશ ખેરની ઉંચાઈ ૫.૨ ઇંચ છે ત્યારે પત્નીની ઉંચાઈ ૫.૫ ફૂટ છે.

બાળપણમાં આપઘાતનો પ્રયત્ન પણ કર્યો હતો

image source

મેરઠમાં જન્મેલા કૈલાશ ખેર હવે બોલીવુડના જાણીતા સુફી ગીતકાર છે. એમના પિતા મેહરચંદ ખેર કાશ્મીરી પંડિત હતા અને લોકગીતોમાં તેમની અનન્ય રૂચિ હતી. પરિણામે એમના દીકરા કૈલાશ ખેરે પણ 4 વર્ષની ઉંમરથી જ પિતા સાથે ગાવાનું શરૂ કર્યું હતું. જો કે બાળપણમાં સૂફિ ગીતકાર કૈલાશ ખેર માટે સફળતાની રાહ સરળ નહોતી. કારણ કે આર્થિક સ્થિતિઓ વિપરીત હતી. પરિણામે એમણે વર્ષ 1999માં એમના મિત્ર સાથે મળીને હેન્ડીક્રાફઅટનો વ્યવસાય શરુ કર્યો હતો, પણ એમાં નુકશાન આવ્યું હતું. આખોય વ્યવસાય બંધ થવાથી આઘાતમાં આવેલા કૈલાશ ખેરે આપઘાત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

14 વર્ષની ઉમરમાં સંગીત શીખવા ઘર છોડયું

image source

કૈલાશ ખેરે આપઘાતના વિચારને છોડયા પછી14 વર્ષની ઉંમરમાં સંગીતની ટ્રેનિંગ લેવા માટે ગુરુની શોધ આરંભી હતી અને એમણે આ રાહમાં આગળ વધવા માટે થઈને ઘર પણ છોડી દીધું. ઘર છોડી દીધા પછી તેઓ ઋષિકેશ જઈને રહેવા લાગ્યા હતા અને આ દરમિયાન તેઓ ગંગા તટ સાધુ સંતો સાથે ભજન મંડળીઓમાં પણ જોડાતા હતા. જો કે એમણે નાની ઉમરે ઘર છોડયું હોવાથી એકલા રહેવું સરળ ન હતું. પણ એમણે પોતાનો ખર્ચ કાઢવા માટે બાળકોને સંગીતના ટ્યુશન આપવાનું શરુ કર્યું જેમાં મળતી ૧૫૦ રૂપિયાની ફીથી તેઓ પોતાનો ખર્ચ કાઢતા હતા.

જાહેરાતોમાં જિંગલ ગાઈને કરી શરૂઆત

image source

કૈલાશ ખેર પોતાની આ સફર દરમિયાન વર્ષ 2001માં દિલ્હીથી મુંબઈ આવી ગયા હતા અને અહી જ કામ શોધવા પ્રયત્નો કર્યા હતા. આ દિવસોમાં અનેક સમસ્યાઓ સહ્યા પછી તેઓ મ્યુઝીક ડીરેક્ટર રામ સંપતને મળ્યા હતા, જેમણે કૈલાશને નક્ષત્ર ડાયમંડની જાહેરાતમાં જિંગલ ગાવાની તક આપી હતી. જો કે આ જિંગલ પછી કોઈ અન્યના અવાજમાં કરવામાં આવી હતી, પણ કૈલાશ ખેરને આ ગીત માટે પાંચ હજાર રૂપિયા મળ્યા. ત્યારબાદ એમણે જાહેરાતોમાં જિંગલ ગાવાના કામ મળવા લાગ્યા હતા.

‘તેરી દીવાની’ આલ્બમથી ઘરે ઘરે જાણીતા બન્યા

image source

જિંગલ ગાવાના કામ પછી કૈલાશ ખેરને વર્ષ 2003માં આવેલ ફિલ્મ ‘અંદાજ’માં રબ્બા ઇશ્ક ના હોવે ગીતમાં ગાવાની તક મળી હતી. પણ એમને સાચી ઓળખ તો ‘વૈસા ભી હોતા હૈ 2’ના ગીત ‘અલ્હા કે બંદે’ દ્વારા જ મળી હતી. જો કે એમ છતાં પણ તેઓ ઘરે ઘરે પ્રખ્યાત તો પોતાની મ્યુઝીક આલ્બમ તેરી દીવાનીના ટાઈટલ સોંગ દ્વારા થયા હતા. એમનું આ ગીત આજે પણ લોકોના હોઠ પર જોવા મળે છે.

વર્ષ 2018માં સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ

image source

વર્ષ 2018માં મીટુ ચાલતું હતું ત્યારે ગાયક સોના મોહાપાત્રાએ કૈલાશ ખેર પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. સોનાએ પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, ‘કૈલાશ અને મારું બેન્ડ પર્ફોમ કરવાનું હતું, એ બાબતે હું કૈલાશ ખેરને પૃથ્વી કેફેમાં મળી હતી. આ દરમિયાન કૈલાશ ખેરે એમની જાંઘ પર હાથ મૂક્યો હતો અને કહ્યું હતું કે તમે ખૂબ જ સુંદર છો.’

700થી વધારે ગીત, 1000થી વધારે મ્યુજિક કોન્સર્ટ

image source

અત્યાર સુધીમાં સુફી સંગીતના શહેનશાહ ગણાતા કૈલાશ ખેરે 700થી વધારે ગીત ગાયા છે. ઉલ્લેખનીય છે કે કૈલાશ ખેરના ગીતોમાં ભારતીય લોકગીત અને સૂફી સંગીત બંનેની ઝલક જોવા મળે છે. આ સિવાય તેઓ હાલ સુધીમાં એટલે કે 10 વર્ષમાં આખી દુનિયમાં ફરીને 1000થી વધારે મ્યૂઝિક કોન્સર્ટમાં પણ કરી ચૂક્યા છે. એમના ગીતોને વર્ષ 2017માં પદ્મશ્રી આપીને ભારત સરકારે પણ સન્માન આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span