હનીમૂન પર કાજલ: બીચ કિનારે રેડ ડ્રેસમાં દેખાયો ગ્લેમરસ લુક, જોઇ લો સમુદ્ર કિનારાની હોટ તસવીરો

કાજલ અગ્રવાલના લગ્ન સાથે જોડાયેલ ફોટોસને જોઇને આ સ્પષ્ટ થઈ ગયું છે કે આ અભિનેત્રીએ એક એક ઇવેન્ટ સાથે જોડાયેલ ડ્રેસીસને ઘણા સમય પહેલાથી જ પ્લાન કરવાનું શરુ કરી દીધું હતું. આ કારણથી જ તેમનો દરેક લુક એકદમ પરફેક્ટ જોવા મળ્યો છે. પૂજાથી લઈને હલ્દી, મહેંદી, લગ્ન અને અહિયાં સુધી કે હનીમુન લુકની પણ લોકો પ્રસંશા કરી રહ્યા છે. માલદીવમાં પતિની સાથે રોમેન્ટિક પલ શેર કરી રહેલ આ અભિનેત્રીએ પોતાના ગોર્જીયસ અવતારના ફોટોસ જાતે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

રેડ બોલ્ડ રિસોર્ટ ડ્રેસમાં કાજલ.

kajal aggarwal red dress honeymoon look left fans swooning over her
image source

ફોટોશુટ માટે પોઝીંગમાં એક્સપર્ટ કાજલએ પોતાની ડ્રેસની સાથે જ સ્લિમ એન્ડ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતા હનીમુન ફોટોસ ક્લિક કરાવ્યા છે. એમાં અભિનેત્રીને રેડ કલરની શિફોન ડ્રેસમાં જોઈ શકાય છે. એનો કલર કાજલ પર ઘણો ખીલી રહેલ જોવા મળ્યો હતો. આ શીયર મટીરીયલ માંથી બનેલ ડ્રેસ ફલોરલેન્થ અને લાઈટવેટ હતી, જે એના ફોલને પરફેક્ટ બનાવતા જોવા મળે છે. એની આ ખાસિયતો એને પરફેક્ટ રિસોર્ટ ડ્રેસ પણ બનાવી રહી હતી.

બેકલેસ અને સ્લિટ ડીઝાઇનએ ડ્રેસને બનાવે છે હજી વધુ બોલ્ડ.

image source

કાજલની ડ્રેસમાં હોટ એન્ડ બોલ્ડ એલિમેન્ટથી ભરપુર હતી. એના ફ્રંટથી હેગિંગ સ્ટ્રેપલેસ નેક્લાઈન વિથ રફ્લ્સ, તો ત્યાં જ પાછળ બેકલેસ ડીઝાઇન આપવામાં આવી હતી. એટલું જ નહી એમાં ફ્રંટમાં થાઈ હાઈ સ્લિટ હતી, જે તેને હજી વધારે હોટ બનાવી રહી હતી. ડ્રેસની ફીટીંગ એવી હતી, જે કાજલના ફિગરને કોમ્પ્લીમેન્ટ કરતા તેમના કવર્સને શાનદાર રીતે હાઈલાઈટ કરી રહી હતી. આમ આ આઉટફિટનો એક વધારે પ્લસ પોઈન્ટ ફલોરલ પ્રિન્ટ હતી, જે આજકાલ ઘણી વધારે ટ્રેંડમાં છે.

સ્ટાઈલીશ હેટ એન્ડ ફૂટવેર:

image source

અભિનેત્રીએ પોતાના આ રેડ હોટ લુકને કમ્ફર્ટ સ્ટાઈલની સાથે કમ્પ્લીટ કર્યો હતો. તેમણે આઉટફિટની સાથે પગમાં કમ્ફી સ્લાઈડર્સ પહેર્યા હતા, જેમાં લેયર્ડ રફલ્ડ પેટર્નની સ્ટ્રેપ્સ જોઈ શકાતી હતી. સનલાઈટથી પ્રોટેક્શન માટે કાજલએ સ્ટાઈલીશ ગ્લાસીસ અને ગ્રે કલરની ફેડોરા હેટ પહેરી હતી, જે તેમના લુકને કુલ ટચ આપી રહ્યા હતા. આ દરમિયાન લુક માટે કાજલએ પોતાની સાથે જુટ મેડ બેગ કેરી કરી હતી.

મસ્ટર્ડ ટોપ અને વાઈટ પેન્ટ્સ

image source

કાજલએ આની પહેલા પણ સ્ટાઈલીશ વેસ્ટર્ન લુકમાં ફોટો શેર કર્યા હતા. તેમણે મસ્ટર્ડ કલરનું ફૂલ સ્લીવ્સ ટોપ પહેર્યું હતું, જેમાં ટર્ટલ નેક્લાઈન હતી. આ ટોપ પર રેડ કલરની ટાઈ એન્ડ ડાઈ પેટર્ન હતી, જે તેની હાઈલાઈટ રહ્યા. કાજલએ આ લુકને વાઈટ કલરના પ્લાઝો પેન્ટ્સની સાથે મેચ કર્યા હતા. એની ઉપર તેમણે ટોપ સાથે મેચ કરતી લોંગ જેકેટ પહેરી હતી. જયારે જ્વેલરીમાં તેમણે પર્લ ટોપ્સ અને લેયર્ડ નેકચેન્સ પસંદ કરી હતી.

કાજલના સ્ટનિંગ રીસેપ્શન લુક

image source

આમ તો કાજલનો રીસેપ્શન લુક પણ કમાલનો હતો. વેસ્ટર્ન એન્ડ ટ્રેડીશનલ મિક્સ્ડ મર્મેડ લેહેંગા માં આ અભિનેત્રી સ્ટનિંગ લાગી રહી હતી. ન્યુડ ટોન અને મેચિંગ બીડવર્ક વાળા આ લેહેંગાને Falguni Shane Peacockએ ખાસ કરીને કાજલ માટે ડીઝાઇન કર્યો હતો. આ બોડીકોન ફીટીંગના આઉટફીટમાં અભિનેત્રીનું ફિગર કમાલનું લાગી હ્યું હતું. કાજલએ પોતાના લુકને ચોકર નેકલેસ, મંગળસૂત્ર અને લાલ ચુડાની સાથે કમ્પ્લીટ કર્યો હતો

S

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.