પ્રી વેડિંગ ફંક્શન: જોઇ લો તસવીરોમાં ‘સિંઘમ’ ફેમ કાજલ અગ્રવાલની મહેંદી અને હલ્દી સેરેમની સુપોપ તસવીરો

બોલિવૂડ સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં, હવે 30 ઓક્ટોબરે ‘સિંઘમ’ ફૅમ કાજલ અગ્રવાલ મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવાની છે. કાજલની આજે એટલે કે 29 ઓક્ટોબરના રોજ સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી. કાજલ અગ્રવાલે મહેંદી સેરેમનીની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હાલ લગ્નની અલગ-અલગ વિધિઓમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

image source

સોશિયલ મીડિયા પર પણ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના કેટલાંક ફોટોગ્રાફ્સ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. આજે એક્ટ્રેસ કાજલ અગ્રવાલે તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાની મહેંદી સેરેમનીનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો. મોટાભાગે સાઉથ ઈન્ડિયન ફિલ્મો કરનાર એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બોલિવૂડમાં વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘સિંઘમ’થી પોપ્યુલર થઈ હતી. તારીખ 6 ઓક્ટોબર, 2020ના રોજ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે એ પ્રકારે જાહેરાત કરી હતી કે તે થોડા દિવસોમાં જ બૉયફ્રેન્ડ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

કાજલ યલો આઉટફિટમાં જોવા મળી

 

View this post on Instagram

 

A post shared by KAFAWA (@wekafawa) on

કાજલ અગ્રવાલ હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ફૂલોની જ્વેલરી પહેરી હતી. કાજલ અગ્રવાલે મિત્રો તથા પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો.

પ્રી વેડિંગ સેલિબ્રેશન

કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયામાં શૅર કરેલી તસવીરમાં તેના બંને હાથમાં મહેંદી છે અને તે ગ્રીન પ્રિન્ટેડ સલવાલ કમીઝમાં જોવા મળે છે. ગૌતમ કિચલુના ઘરે પણ પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થયા હતા અને ગૌતમે સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરી હતી.

સાદગીથી લગ્ન કરશે

 

View this post on Instagram

 

A post shared by KAFAWA (@wekafawa) on

થોડાં સમય પહેલા કાજલે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું, ‘આ કહેવામાં મને ઘણો જ આનંદ થાય છે કે હું 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. આ મહામારીએ નિશ્ચિત રીતે આપણી ખુશીઓમાં થોડી ઊણપ લાવી દીધી છે, પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણા જ રોમાંચિત છીએ. તમને આ વાત કહેવામાં ઘણો જ આનંદ અનુભવીએ છીએ.’

image source

‘છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ અવિશ્વસનીય નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.’

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

હાલમાં જ એક્ટ્રેસ કાજલ અગ્રવાલની બહેન નિશાએ કાજલના લગ્ન વિશે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીના કારણે કાજલ અગ્રવાલના લગ્ન સાદગીથી કરવામાં આવશે. અમે લગ્નનું વાતાવરણ વધારે સારું બનાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ઘરે જ હલ્દી અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ બંને સેરેમની લગ્નના એક દિવસ પહેલા તારીખ 29 ઓક્ટોબરે થશે. અમે ખૂબ જ ઉત્સાહી છીએ કે કાજલ એક નવા જીવનની સફર શરૂ કરવા માટે જઈ રહી છે.

કોણ છે ગૌતમ કિચલુ?

 

View this post on Instagram

 

A post shared by Gautam Kitchlu (@kitchlug) on

રિપોર્ટ પ્રમાણે, ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘ડિસર્ન લિવિંગ’નો માલિક છે. કાજલે ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’, ‘મગધીરા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.