શું વાત કરો છો? ભારતમાં આવેલી આ જગ્યા પર માણસ કૂદે તો હલવા લાગે છે ધરતી

દુનિયામાં એવી ઘણી રહસ્યમયી અને અવિશ્વસનીય જગ્યાઓ આવેલી છે કે જેના વિશે જાણીને કે સાંભળીને ઘડીક તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ કે શું આવી જગ્યાઓ પણ આ પૃથ્વી પર હશે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગમાં અમે તમને આપણાં જ દેશ ભારતની એક એવી રહસ્યમયી અને અવિશ્વસનીય જગ્યા વિશે જણાવવાના છીએ.

image source

અમે જે જગ્યા વિશે વાત કરીએ છીએ એ જગ્યા ભારત દેશના છત્તીસગઢ રાજ્યમા આવેલી છે અને ત્યાં છત્તીસગઢ સરકાર તરફથી એક સુચના બોર્ડ પણ લગાવવામા આવ્યુ છે. જેમા એવું લખ્યું છે અહીં એક આશ્ચર્ય છે કારણ કે અહીંની ધરતી હલન-ચલન કરે છે અને આપ પણ આસાનીથી કૂદીને અહીંની જમીનને હલાવી શકો છો તથા જીવનનો એક અસ્મરણીય આનંદ માણી શકો છો. જો કે છત્તીસગઢના મેનપાટ ખાતે આવેલી આ જમીન અન્ય સામાન્ય જમીનથી આટલી અલગ કેમ છે ? તે બાબતે ત્યાંના સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકો અલગ અલગ મંતવ્ય ધરાવે છે.

image source

મેનપાટના સ્થાનિક લોકોનું એવું માનવું છે કે એક સમયે આ સ્થાન પર પાણીનો મોટો જથ્થો રહ્યો હશે. જે હવે ઉપરથી પૂરો સુકાઈ ગયો છે પરંતુ તેના કારણે અંદરની જમીનમાં હજુ પણ ભેજ રહેલો છે અને સતત ભેજને કારણે તેની આંતરિક માટી નરમ કાદવ જેવી બની ગઈ છે. અને તેનાં કારણે જ અહીંની જમીન પર જો કોઈ વજનદાર વસ્તુ પછાડવામાં આવે કે તેના પર માણસ કુદકા મારે તો તે સ્થિર રહેવાને બદલે સહેજ હલતી હોય તેવો અનુભવ કરાવે છે.

image source

બીજી બાજુ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ જમીનની નીચે આંતરિક દબાણ અને ખાલી જગ્યામા પાણી ભરાયેલું હોવાથી આ જગ્યા કાદવ જેવી અને પોચી લાગે છે.

image source

આ જગ્યા આવી હોવાનું કારણ જે પણ હોય, આ જગ્યા અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે લોકો અહીં આવે છે તેઓ અચૂક આ જમીન પર આવી કુદકા મારી યાદગાર અનુભવ પોતાની સાથે લેતા જાય છે.

image source

આ વિસ્તારમાં ફક્ત અહીંની જમીન જ ફરવાનું સ્થળ નથી એ સિવાય પણ અહીં ઘણા સુંદર અને ફરવા લાયક સ્થળો આવેલા છે જ્યાં પર્યટકો પોતાના જીવનના યાદગાર સ્મરણો વિતાવે છે. વળી, અહીં કુદરતી સૌંદર્ય ધરાવતા ખુબસુરત પહાડો અને ઝરણાંઓનાં કારણે આ જગ્યા આહલાદક અને ઠંડકનો પણ અનુભવ કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.