કારમાં કામવાળી બેનને સંતાડી દેતા સિક્યુરિટી થયો ગુસ્સે, અને આ વાત ફેલાવી દીધી આખા એપાર્ટમેન્ટમાં, વાંચો પછી શું થયુ તે..

સુરતમાં કારમાં છૂપાવીને બેસાડવમાં આવી હતી કામવાળી બેનને – અને પછી થઈ સોસાયટીના લોકો વચ્ચે મારામારી

કોરોના વાયરસનું સંક્રમણ આખાએ દેશમાં હાલ પહેલા કરતાં પણ વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન દેશના લગભગ મોટા ભાગના શહેરોમાં ડોમેસ્ટિક હેલ્પને સ્થગિત કરવામાં આવી હતી. લોકોએ સમજીને જ રોગચાળો વધારે ફેલાય નહી તે માટે આખીને આખી સોસાયટીઓએ ઘરમાં વાસણ-પોતા-રસોઈનું કામ કરવા આવતા ડોમેસ્ટિક હેલ્પર્સને ચાલુ પગારે બંધ કર્યા હતા. પણ લોકડાઉનને હળવું મુક્યા બાદ અને ધંધા રોજગાર ચાલુ થયા બાદ હવે ડોમેસ્ટિક હેલ્પ પણ શરુ થઈ ગઈ છે.

image source

પણ ગુજરાતના સુરતમાં હજુ પણ કેટલીક સોસાયટીમાં ઘરઘાટીને પ્રવેશવા દેવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. અને આવા સંજોગોમાં લોકો છૂપી રીતે પોતાના નોકર તેમજ નોકરાણીને પોતાના ઘરે બોલાવીને કામ કરાવે છે. સુરતમાં પણ આ જ બાબતને લઈને એક હિંસક ઘટના ઘટી ગઈ. અહીં લોકો કોઈ પણ

image source

અજાણી વ્યક્તિને પોતાની કોલોની કે એપાર્ટમેન્ટમાં પ્રવેશવા દેતા નથી. લોકોએ સિક્યોરિટિ ગાર્ડ્સ મુક્યા છે જેથી કરીને કોઈ અજાણ્યું અંદર ન આવી શકે. અને આ બાબતને લઈને અહીંની એક સેસાયટીમાં લોકો વચ્ચે મારામારી પણ થઈ છે. વાસ્તવમાં એક વ્યક્તિ પોતાની ગાડીમાં પોતાની કામવાળીને છુપાવીને લઈ જઈ રહ્યો હતો. તેને ગાર્ડે જોઈ લીધો અને તેને ગાર્ડે અંદર આવતા રોકી દીધો. બસ પછી શું થવાનું હતું. જોત જોતામાં મારામારી શરૂ થઈ ગઈ.

image source

સુરતના વેસુ એપાર્ટમેન્ટની આ ઘટના છે. અહીં સિક્યોરિટિ ગાર્ડ નૂતન શુક્લાએ જણાવ્યું કે 16 જૂનની સવારે તે ડ્યૂટી પર હતો. આ દરમિયાન અહીં રેહનારા સિદ્ધાર્થ સાધ પોતાની કારમાં ત્યાં આવી પહોંચ્યા. ગાર્ડે જોયું કે કારમાં તેમની નોકરાણી લલીતા છૂપાઈને બેઠી હતી. આ જોતા ગાર્ડે તેમને ગેટ પર જ રોકી લીધા. વાસ્તવમાં 15 જૂને લલિતાનો કોરોના રિપોર્ટ આવ્યો હતો. જે નેગેટિવ જ હતો, પણ સંક્રમણને ધ્યાનમાં રાખીને બહારના લોકોને એપાર્ટમેન્ટમાં આવવા જવા દેવામાં નહોતા આવતા. નોકરાણી રોકવા પર સિદ્ધાર્થનો નાનો ભાઈ ગૌતમ ઘરેથી આવ્યો અને ગાર્ડ સાથે ઝઘડો કરવા લાગ્યો. આટલામાં તો બીજા લોકો પણ આવી પહોંચ્યા. સોસાયટીના અન્ય લોકોએ ગાર્ડનું સમર્થન કર્યું તો બે જૂથ બની ગયા અને બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ. અને આ મારામારીમાં ગાર્ડનું માથુ પણ ફૂટી ગયું.

ગાર્ડ આ નોકરીથી તોબા પોકારી ગયો છે

image source

આ હૂમલાથી ગાર્ડ બેહોશ થઈ ગયો. તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરના જણાવ્યા પ્રમણે તેને આંતરિક ઘા થયો છે. આ હૂમલાથી ગભરાઈને ગાર્ડે નોકરી કરવાની ના પાડી દીધી છે. પછીથી એપાર્ટમેન્ટના ચેરમેન સંતોષ શેઠે તેને મનાવી લીધો. જણાવી દઈએ કે આ સોસાયટીમાં પહેલા પણ લોકો પોતાના પરિચિતોને છૂપાવીને લાવતા હતા.

image source

ગુજરાતમાં હાલ કોરા સંક્રમિતોનો આંકડો દિવસેને દિવસે ઉછાળા લઈ લઈને વધી રહ્યો છે. અને આંકડો 24 હજારને પાર કરી ચૂક્યો છે. અને 1500 લોકોના મૃત્યુ પણ થયા છે. જો કે 16600 લોકો કોરોનાના સંક્રમણથી મુક્ત થઈને ઘરે પરત પણ ફર્યા છે. પણ લોકડાઉન હળવું મુકાયા બાદ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધ્યું છે તે એક હકીકત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.