ફોટો જોઈને જ મન ત્યાં જવા માટે લલચાઈ જશે…

ભારત એક એવો દેશ છે જ્યાં અનેક કિલ્લાઓ આવેલા છે. એક એકથી વધીને ભવ્ય અને પ્રાચીન કિલ્લાઓ ભારતની એક આગવી ઓળખ છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ભારતના એક એવા કિલ્લા વિષે જણાવવાના છીએ જે ભારતનો સૌથી જૂનો કિલ્લો ગણાય છે. આપણે જે કિલ્લાની વાત કરીએ છીએ તેનું નામ કાંગડા કિલ્લો છે અને તે હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. 436 એકર વિસ્તારમાં ફેલાયેલા આ કિલ્લો હિમાચલ પ્રદેશનો સૌથી વિશાળ કિલ્લો પણ ગણાય છે. વળી, આ કિલ્લો એક રહસ્યમયી કિલ્લો પણ ગણાય છે કારણ કે તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું તેના વિષે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

image source

કાંગડા કિલ્લાનો ઉલ્લેખ સિકંદર સમ્રાટના યુદ્ધ સંબંધી ઇતિહાસમાં પણ જોવા મળે છે જેથી આ કિલ્લો ઈસા પૂર્વે ચોથી શતાબ્દીમાં પણ અસ્તિત્વ હતો તેવું ફલિત થાય છે. કિલ્લા વિષે એવી માન્યતા છે કે તેનું નિર્માણ કાંગડા રાજ્ય (કંટોચ વંશ) ના રાજપૂત પરિવારે કરાવ્યું હતું જેઓએ પોતાને પ્રાચીન ત્રિગત સામ્રાજ્યના વંશજ હોવાના પ્રમાણો આપ્યા હતા. આ એ જ ત્રિગત સામ્રાજ્ય હતું જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયો છે.

image source

કાંગડા કિલ્લાનો ઇતિહાસ પણ રોચક છે. 1615 ઈસ્વી માં મુઘલ સમ્રાટ અકબરે આ કિલ્લાને જીતવા માટે ઘેરાબંધી કરી હતી પરંતુ તેમાં તેને સફળતા ન મળી. ત્યારબાદ 1620 ઈસ્વી માં અકબરના દીકરા જહાંગીરે ચમ્બાના રાજા (જે એ ક્ષેત્રના રાજાઓમાં શ્રેષ્ટ ગણાતા હતા) ને મજબુર કરી આ કિલ્લા પર કબ્જો મેળવ્યો હતો. મુઘલ સમ્રાટ જહાંગીરે સુરાજમલની મદદથી પોતાના સૈનિકોને આ કિલ્લામાં પ્રવેશ અપાવ્યો હતો.

image source

1789 ઈસ્વી માં આ કિલ્લો ફરી એકવાર કટોચ વંશના અધિકારમાં આવી ગયો. ત્યારે રાજા સંસાર ચંદ દ્રિતીયએ આ કાંગડા કિલ્લાને મુઘલોથી ફરી જીત્યો હતો. ત્યારબાદ 1828 ઈસ્વી સુધી કિલ્લો કટોચ વંશ પાસે જ રહ્યો પરંતુ કટોચ વંશના રાજા સંસારચંદ દ્રિતીયના અવસાન બાદ મહારાજા રણજિત સિંહે કાંગડા કિલ્લા પર કબ્જો મેળવ્યો. તેના બાદ 1889 ઈસ્વી સુધી આ કિલ્લો સિખ લોકોની દેખરેખમાં રહ્યો અને ત્યારપછી અંગ્રેજોએ અહીં કબ્જો કર્યો.

image source

ચાર એપ્રિલ 1905 ના દિવસે આવેલા એક ભીષણ ભૂકંપ બાદ અંગ્રેજોએ આ કિલ્લાને છોડી દીધો પરંતુ ભૂકંપના કારણે કિલ્લાને ઘણું નુકશાન પહોંચ્યું અને તેમાં રહેલી બહુમૂલ્ય કલાકૃતિઓ, ઇમારતો નષ્ટ થઇ ગઈ. તેમ છતાં આ કિલ્લો આજે પણ પોતાના સવર્ણ યુગના ઇતિહાસને સાચવી ઉભો છે. અને તેને જોવા પર્યટકો પણ આવતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.