કંગના રનૌતે શેર કર્યો વરરાજાનો વીડિયો, ઘરમાં શરૂ થઈ લગ્નની તૈયારીઓ, જાણો ક્યાં કરશે લગ્ન

બોલિવૂડની પંગા ગર્લ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી સુળાંત સિંહ રાજપૂતના કેસને લઈને અને ત્યારપછી પણ અનેક વિવાદમાં ફસાયેલી છે. તેના કારણે તે સતત ચર્ચામાં રહી છે. હવે તેના ઘરે લગ્નની શરણાઈની તૈયારીઓ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે તેના ભાઈ અક્ષતના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં છે. લગ્નનો પહેલો રિવાજ શરૂ થયો છે. કંગનાના ભાઈ અક્ષતના લગ્ન મનાલીમાં થશે.

image source

કંગનાએ સોશ્યલ મીડિયા પર ભાઈની હલ્દી સેરેમનીનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે કહ્યું કે હિમાચલમાં ટ્રેડિશન છે, વિવાહનું પહેલું નિમંત્રણ મામાના ઘરે અપાય છે. કંગનાએ લખ્યું છે કે મારા ભાઈ અક્ષતની બધાઈની કેટલીક ખાસ ફોટોઝ. બઘાઈ હિમાચલમાં એક પ્રથા છે. લગ્નનું પહેલું નિમંત્રણ મામાના ઘરે મોકલાય છે. અક્ષતના લગ્ન નવેમ્બરમાં છે. આજથી સૌને આમંત્રણ મોકલવાનું શરૂ કર્યું છે તેને બઘાઈ કહેવાય છે. મેસેજની સાથે કંગનાએ હાર્ટ ઈમોજી શેર કર્યા છે.

કંગનાની સાથે તેની બહેન રંગોલી ચંદેલે પણ શેર કર્યા વીડિયો, ગયા વર્ષે થઈ હતી સગાઈ

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

કંગનાની સાથે તેની બહેન રંગોલી ચંદેલે પણ હલ્દી સેરેમનીના ફોટા અને વીડિયો શેર કર્યા છે. ગયા વર્ષે નવેમ્બર 2019માં અક્ષતની સગાઈ થઈ હતી. ત્યારે તેના અપડેટ્સમાં પણ કંગના અને રંગોલીએ મીડિયા પર અપડેટ્સ શેર કર્યા હતા. બંને બહેનો ભાઈ અક્ષતની સગાઈમાં હિમાચલી લોકનૃત્ય કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rangoli Chandel (@rangoli_r_chandel) on

બંને બહેનો પર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શનિવારે FIR નોંધાઈ

આ પહેલાં શનિવારે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલની વિરુદ્ધમાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં 124એ સહિત અનેક કલમના આધારે શનિવારે એફઆઈઆર નોધાઈ છે. મુંબઈની એક કોર્ટે પોલીસને ટ્વિટ કરીને કથિત રીતે સાંપ્રદાયિક તણાવ જન્માવવાની કોશઇશને લઈને કંગના અને તેની બહેનની વિરુદ્ધ ફરિયાદ કરી છે અને તેની તપાસ કરવા કહ્યું છે.

image source

બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાઈ ઘુલેએ શુક્રવારે આદેશ આપ્યો છે. કાસ્ટિંગ નિર્દેશક સાહિલ અશરફ અલી સૈયદના વકીલ રવીશ જર્મીદારે કહ્યું કે તેમના ક્લાયન્ટે ફરિયાદ કરી છે કે એક્ટ્રેસ અને તેની બહેનની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અલગ અલગ ધારાઓની સાથે પ્રાથમિકતા નોંધવાની માંગ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.