જાણો આ જગ્યા વિશે, જ્યાં મળી આવ્યા છે 500 વર્ષ જૂના અધધધ..હાડપિંજરો, પુરાવા તરીકે જોઇ લો આ તસવીરો

યુરોપીય દેશ પોલેન્ડમા તાજેતરમાં જ એક જગ્યાએ નવા રોડ બનાવવાનું કામ ચાલી રહ્યુ હતુ અને એ માટે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન કંઇક એવું થયુ કે જેને જોઈને લોકો આશ્ચર્ય પામી ગયા. સામાન્ય પણે કોઈપણ જગ્યાએ ખોદકામ કરવામાં આવે તો જમીનમાંથી માટી અને પથ્થરો જ નીકળતા હોય છે પરંતુ પોલેન્ડમાં ઉપરોક્ત રોડના ખોદકામ કરતા ત્યાંથી માટી અને પથ્થરોની જગ્યાએ માણસોના હાડપિંજર મળી આવ્યા હતા. વળી, અહીં એક-બે નહીં પણ 115 હાડપિંજર નીકળ્યા હતાં. આ હાડપિંજરો અંદાજે 500 વર્ષ જુના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

અસલમાં જે સ્થાને આ રોડ બનાવવામાં આવી રહ્યો છે તે જગ્યા જંગલનો વિસ્તાર છે અને અહીં 16મી સદીનું એક પ્રાચીન કબ્રસ્તાન હશે તેવો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે આ રોડ પોલેન્ડમાં સ્થાનિક પરિવહન ક્ષેત્રે બહુ મહત્વનો પ્રોજેકટ છે જે ગ્રીસથી લીથુઆનિયા સુધી ફેલાયેલો છે. અને આ પ્રોજેક્ટના મેપ મુજબ ખોદકામ દરમિયાન તેની નીચે ઉપરોક્ત પ્રાચીન કબ્રસ્તાન મળી આવ્યું છે.

image source

ખોદકામ દરમિયાન મળેલા હાડપિંજરો અને તેના અવશેષોમાં 70 ટકા જેટલા અવશેષો નાના બાળકોના હતા અને લગભગ તમામ અવશેષો 16મી સદીના હોવાનું માલુમ પડે છે. જે હાડપિંજરો મળી આવ્યા છે તેની નવાઈ પમાડે તેવી વાત એ છે કે બધા હાડપિંજરોના મોં પર સિક્કા પણ હતા. નિષ્ણાંતોના મત મુજબ 16મી સદીના લોકો મૃત્યુ પામેલા પોતાના સ્વજનોના મોં પર સિક્કા રાખતા હશે. કારણ કે તે સમયે એવી માન્યતા પ્રચલિત હતી કે પૃથ્વીથી પરલોક જવા માટે એક નદીને પાર કરવી પડે છે જેથી મૃતકના આત્મા એ નદી પાર કરવાના ભાડા રૂપે મોં પર રાખેલા સિક્કાનો ઉપયોગ કરી શકે.

image source

ધ ફર્સ્ટ ન્યૂઝના અહેવાલ પ્રમાણે નેશનલ રોડ્સ એન્ડ મોટરવેઝના જનરલ ડાયરેક્ટરનું એમ કહેવું છે કે ખોદકામ દરમિયાન કુલ 115 માનવ હાડપિંજરો મળી આવ્યા છે જે પૈકી મોટાભાગના એટલે કે 70 ટકાથી 80 ટકા હડપિંજરો બાળકોના છે.

image source

જો કે અમુક લોકો એમ પણ માને છે કે આ એક સામુહિક કબર હોઈ શકે. પરંતુ લેખિત દસ્તાવેજો અને માન્યતાઓને કારણે આ સામુહિક કબર હોય તેની કોઈ સાબિતી નથી મળતી.

image source

પુરાતત્વ વિભાગના નિષ્ણાંતો માટે એ બાબત પણ નવીન હતી કે લગભગ તમામ હડપિંજરો અને તેના અવશેષો એવી સ્થિતિમાં હતા કે તેની પીઠ જમીન પર હતી અને તેનો એક હાથ બીજા હાથ પર રાખેલો હતો તથા તેના મોં પર સિક્કા હતા. પ્રાચીન માન્યતાઓ અનુસાર મૃતકના મોં પર રાખવામાં આવતા આ સિક્કાને મોટલ અથવા ઓબોલ કહેવામાં આવતા અને તેને એક પ્રાચીન ઈસાઈ પરંપરા માનવામાં આવતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.