શ્રી કૃષ્ણા’માં આ અભિનેતા બન્યા હતા કંસ મામા, જ્યારે રામાયણમાં પણ ભજવી હતી મહત્વની ભૂમિકા

કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, અને તે દરમિયાન લોકોને ઘરે બેઠા મનોરંજન મળી રહે તે હેતુથી 80-90ના દાયકાની કેટલીક ધારાવાહીકો દુરદર્શને ફરી પ્રસારીત કરવાની શરૂ કરી છે. અને રામાનંદ સાગરની રામાયણને એટલો સારો રિસ્પોન્સ મળ્યો છે. કે આજના સમયમાં ટીઆરપી ચાર્ટ પર રામાયણ ટોપ પર રહી છે. અને એમ કહો કે દૂરદર્શનને તો જાણે લોટરી જ લાગી ગઈ છે.

image source

એક માહિતી પ્રમાણે લોકોની ભારે માંગ બાદ લોકડાઉનમાં રામાનંદ સાગરની રામાયણની સાથે સાથે મહાભારત પણ પુનઃ પ્રસારિત કરવામા આવી હતી. રામાયણને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને અન્ય ચેનલો પણ રામાયણની ટીઆરપી જોઈ એટલી અભિભૂત થઈ ગઈ છે કે સ્ટાર પ્લસ ચેનલે આજ રામાયણનું પોતાની ચેલન પર ફરીથી પ્રસારણ શરૂ કર્યું છે.

image source

રામાયણ બાદ રામાનંદ સાગર બીજો પણ એક સુપરહીટ શો ધરાવે છે તે હતો શ્રી કૃષ્ણા. જેમાં શ્રી કૃષ્ણ અને રાધાજીની સાથે સાથે કંસનું પણ મહત્ત્વનું પાત્ર હતું. રામાનંદ સાગરની સીરિયલને સુપર હીટ બનાવવામાં પાત્રોનું પણ તેટલું જ યોગદાન રહ્યું છે. વિલાસ રાજએ આ સિરિયલમાં કંસનું પાત્ર ભજવ્યું છે અને ઘરે ઘરે કંસ મામાના નામથી લોકો તેને ઓળખવા લાગ્યા હતા. નેગેટિવ પાત્રને નિભાવીને રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદીએ પોતાનું પાત્ર જીવંત કર્યું હતું. તેવી જ રીતે કંસનું પાત્ર ભજવીને વીલાસ રાજે પણ તે પાત્રને જીવંત બનાવી મુક્યું હતું.

shri krishna kans vilas raj biography and facts: vilas raj kans ...
image source

એક્ટર વિલાસ રાજે શ્રી કૃષ્ણા પહેલા રામાયણમાં રામાનંદ સાગરની સાથે કામ કર્યું હતું. તેમણે રામાયણમાં લવણાસુરનું પાત્ર ભજવ્યું હતું. વિલાસ રાજ આજે આ દુનિયામાં નથી રહ્યા, પણ તેમના અભિનયની ચર્ચા આજે પણ થઈ રહી છે. વિલાસ રાજે ઘણી બધી હીન્દી તેમજ મરાઠી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમણે વિક્રમ ઔર બેતાલ, બ્યોમકેશ બક્શી, રામાયણ, અનહોની, અલિફ લૈલા, મહાબલી હનુમાન જેવા શોમાં કામ કર્યું હતું.

vilas raj tv shows and last appearance | Navbharat Times Photogallery
image source

એક ઇન્ટર્વ્યૂમાં શ્રી કૃષ્ણામાં કૃષ્ણા બનેલા અભિનેતા સ્વપ્નિલ જોષીએ જણાવ્યું હતું કે રામાયણમાં કુશનું પાત્ર તેમને વિલાસ રાજના કારણે જ મળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દે દિવસોમાં વિલાસ રાજ એક નવા પ્રોગ્રામામાં કામ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર નાના બાળકો વિલાસ રાજની પાછળ લવણાસુર કહી કહીને ભાગતા રહેતા હતા. બાળકો વચ્ચે તેઓ ખૂબ ફેમસ હતા.

તમને જણાવી દઈએ કે શ્રી કૃષ્ણામનું પુનઃ પ્રસારણ 3મેથી શરૂ કરી દેવામાં આવ્યું છે. રોજ રાત્રે 9 વાગે પ્રસારિત થતાં આ શોને પણ લોકો ખૂબ જોઈ રહ્યા છે. 1993થી 1996 સુધી શ્રી કૃષ્ણાનું પ્રસારણ થયું હતું, તે સમયે પણ આ શો લોકોમાં ખૂબ જ પ્રિય હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.