25 દિવસથી કરન જોહર સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી, નિકટના મિત્રએ કહ્યું, ‘દુઃખી કરન જોહર બોલી શકવાની સ્થિતિમાં નથી અને ફોન કરીએ તો…
કરણ જોહર
સુશાંત સિંહ રાજપુતના ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ આત્મ હત્યા કરી લીધા પછી કરણ જોહર પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવા માટે કેટલાક આક્ષેપો મુકવામાં આવ્યા છે. ત્યારે આ વાતથી કરણ જોહર નાસીપાસ થઈ ગયો છે. કરણ જોહરની પરિસ્થિતિ અત્યારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરી શકે તેમ નથી. તેમ છતાં જો કોઈ ફોન કરે છે તો કરણ જોહર તે વ્યક્તિ સાથે ફોન પર વાત કરતા રડવા લાગે છે અને એક જ પશ્ન કર્યા કરે છે કે, શું તે આવું બધું ડિઝર્વ કરે છે ? રીપોર્ટમાં જણાવ્યા મુજબ કરણ જોહરના એક અંગત મિત્ર દ્વારા આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

વેબ પોર્ટલ બોલીવુડ હંગામાએ કરણ જોહરના અંગત મિત્રના અહેવાલથી લખવામાં આવ્યું છે કે, કરણ જોહર હાલમાં પૂરી રીતે ભાંગી ગયો છે. કરણ જોહરને વર્ષોથી ટ્રોલ કરવામાં આવે છે ત્યારે તેઓ એવું વિચારતા હતા કે, કરણ જોહર પર આ બધી વાતની કોઈ અસર થતી નથી. પરંતુ સુશાંત સિંહ રાજપુતના આત્મ હત્યા પછી કરણ જોહર માટે જે નફરત જોવા મળી છે તેના લીધે કરણ જોહર પૂરી રીતે ભાંગી પડ્યો છે.
બાળકોને જીવથી મારી નાખવાની ધમકી મળી છે.:

આ રીપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, કરણ જોહર સહિત કરણ જોહરની નજીકના સાથીઓને પણ આડેહાથ લેવામાં આવ્યા છે. જેના કારણે કરણ જોહર પોતાને ગુનેગાર માને છે. કરણ જોહરને પોતાના ત્રણ વર્ષના બાળકોને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અનન્યા પાંડે જેવા સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરતનો શિકાર થઈ રહ્યા છે. આ બધા લોકોને સુશાંત સિંહ રાજપૂતની કમી પૂરી કરવા મત આત્મહત્યા કરવાનું કહેવામાં આવે છે. જો કે, સાચી વાત કઈક એવી છે કે, અનન્યા પાંડેને સુશાંત સિંહ રાજપૂત સાથે કોઈ કનેક્શન છે નહી.
વકીલ દ્વારા કરણ જોહરને ચુપ રહેવાની સલાહ આપવામાં આવી છે. :

કરણ જોહર આ બાબતે સામે આવીને કોઈ નિવેદન આપશે ? આ પ્રશ્નના જવાબમાં કરણ જોહરના મિત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, નહી. કરણ જોહરને તેના દ્વારા સલાહ આપવામાં આવી છે કે, આ બાબતે ચુપ રહેવામાં જ ભલાઈ છે. તેમજ કરણ જોહરની હાલની પરિસ્થિતિ પણ કઈ બોલી શકે તેવી સ્થિતીમાં છે નહી. હાલમાં કરણ જોહર કિસ્મતના ભરોસે જીવિત વ્યક્તિ જેવી થઈ ગઈ છે. તેમજ કરણ જોહર સાથે અત્યારે વાત કરવાનો અનુભવ પણ સારો રહ્યો નથી. અત્યારે અમે કરણ જોહરને ફોન કરીને વાત કરીએ છીએ તો કરણ જોહર રડી પડે છે અને એવું પૂછે છે કે, શું તે આવું બધું ડિઝર્વ કરે છે.? આ સાથે જ કરણ જોહરના મિત્રએ એવું પણ જણાવ્યું છે કે, તેઓને કરણ જોહરને લઈને ભયભીત થઈ ગયા છે.
કરણ જોહર ૨૫ દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દુર છે.:

કરણ જોહર છેલ્લા ૨૫ દિવસથી પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી દુરી બનાવી લીધી છે. કરણ જોહરએ છેલ્લે ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા છેલ્લી પોસ્ટ કરી હતી. આ સાથે જ કરણ જોહરએ અફસોસ વ્યક્ત કરીને પોતાને દોષી માનતા પોસ્ટમાં લખે છે કે, તેઓ છેલ્લા એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂતના સંપર્કમાં રહી શક્યા નહી. કરણ જોહર પોતાની આ પોસ્ટમાં લખે છે કે, છેલ્લા એક વર્ષથી તારા સંપર્કમાં નહી રહેવા માટે હું મારી જાતને દોષિત માનું છું. મેં ઘણીવાર આ વાતનો અનુભવ કર્યો છે કે. આપને આપની વાત શેર કરવા માટે ઘણા લોકોની જરૂરિયાત પડે છે. જો કે, ક્યાંકને ક્યાંક આ વાતને હું મારા જીવનમાં અમલ કરી શક્યો નહી. પરંતુ આવી ભૂલ હવે ફરીથી નહી કરું.

આપણી આજુબાજુ ઘણી બધી ઉર્જા અને અવાજો હોય છે તેમ છતાં પણ આપણે એકલા હોઈએ છીએ. આવા સમયે ઘણા બધા લોકો આ મૌન સામે નમી જાય છે અને ઉમ્મીદ છોડી દે છે. જેના લીધે આપણે જ ફક્ત સંબંધો જ નથી બનાવતા પણ આ સંબંધોની સતત સાંભળ લેતા રહેવાની પણ જરૂર હોય છે.

સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ મારા માટે મારી સહાનુભૂતિનું સ્તર અને સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અને સંબંધોની સુરક્ષા કરવા માટે મને જગાડનાર સાબિત થયું છે. મને ઉમ્મીદ છે કે, આપને બધાને પણ આ વાત સમજાઈ ગઈ હશે. તારો હસતો ચહેરો અને પ્રેમથી તારું ગળે મળવું… મને હંમેશા યાદ આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.