આખરે કેમ કરણ જોહરે સુશાંતના મોત પછી ભર્યુ આવુ મોટુ પગલુ?
કરણ જોહરને હવે દેશમાં આટલા લોકો પર જ વિશ્વાસ છે, બીજા બધાને ટ્વીટર પર અનફોલો કર્યા
હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટા ફિલ્મ નિર્માતા તરીકે જાણીતા એવા કરણ જોહરે લોકો દ્વારા વંશવાદ અને ગૃપવાદ વિરુદ્ધ નિરંતર થઇ રહેલી ઓનલાઈન ટ્રોલિંગને લઈને પોતાનો ફોન નંબર પણ બદલી નાખ્યો છે. આ સાથે જ એમણે પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી પણ પોતાના નજીકના મિત્રોને પણ અનફોલો કરી દીધા છે. જો કે આમ કરવાથી હવે તેઓ વધારે લોકોના નિશાના પર આવી ચુક્યા છે.

ટ્રોલથી બચવા માટે બધાને કર્યા અનફોલો
સોશિયલ મીડિયામાં સુશાંત સિંહ રાજપૂતના ચાહકો હાલમાં સૌથી વધારે કરણ જોહરથી ગુસ્સામાં છે. આ ટ્રોલથી બચવા માટે કરણે પોતાના અનેક નજીકના મિત્રો અને જાણીતા લોકોને પણ અનફોલો કરી દીધા છે. આ લીસ્ટમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાજોલ જીવા પ્રતિષ્ઠિત લોકો પણ સામેલ છે. હવે તેઓ આઠ લોકો સિવાય કોઈને ફોલો નથી કરી રહ્યા.

કરણ હવે આઠ એકાઉન્ટને જ ફોલો કરે છે
આપને જણાવી દઈએ કે કરણ હવે ટ્વીટર પર માત્ર આઠ જ લોકોને ફોલો કરે છે, જે આઠ લોકોમાંથી ત્રણ તો એમના પોતાના જ પ્રોડક્શન હાઉસ છે. બાકીના પાંચ લોકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને એમના પ્રોડક્શન હાઉસના સીઈઓ અપૂર્વ મહેતા સામેલ છે.

પટનામાં કરણ જોહર પ્રત્યે આક્રોશ યથાવત
બિહારની રાજધાની પટનામાં સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ પછી લોકોનો કરણ જોહર પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સુશાંતના ચાહકો કરણ જોહર અને સલમાન ખાનના પોસ્ટરો બનાવીને સળગાવી રહ્યા છે અને પુતળાઓ ફૂંકી રહ્યા છે. પાછળના વર્ષે નેટફ્લીક્સ પર રિલીજ થયેલી સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘ડ્રાઈવ’નું નિર્માણ કરણ જોહરે જ કર્યું હતું, જેમાં એમની સાથે જૈક્લીન ફર્નાન્ડીઝ જોવા મળી હતી. આ ફિલ્મ લગભગ બે વર્ષ સુધી અટકી રહી અને ત્યારબાદ કરણે આ ફિલ્મને સિનેમાની જગ્યાએ OTT પ્લેટફોર્મ પર રિલીજ કરી નાખી હતી. સુશાંતના ચાહકોનું માનવું છે કે એમની આત્મહત્યા પાછળ આ સૌથી મોટું કારણ છે.

કરણ જોહર અને આઠ નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કરવા પાછળનું કારણ ડીપ્રેશનને જણાવવામાં આવી રહ્યું છે, પણ લોકોનું માનવું છે કે આ ડીપ્રેશન ત્યારે ઉભું થયું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં એમને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું. આ જ કારણે વંશવાદ અને ગ્રુપબાજી જેવા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે. આ મામલો ત્યારે વધારે વિકરાળ બન્યો જ્યારે બિહારમાં કરણ જોહર સહીત આઠ અન્ય ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. આ કેસ દાખલ કરનારા વકીલ સુધીર કુમારનું કહેવું છે કે આ લોકોએ ઈરાદાપૂર્વક રીતે સુશાંતની ફિલ્મોને રિલીજ થવા નોહતી દીધી. એટલે સુધી કે ફિલ્મ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં પણ સુશાંતને બોલાવવામાં આવતો ન હતો. આ બધી સ્થિતિના કારણે નિરશા અને ડીપ્રેશનના કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી.
Source: Amar Ujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.